વ્હાઈટ ડિસ્ચાર્જ / છોકરીઓને વ્હાઈટ ડિસ્ચાર્જ પ્રથમ માસિક સ્રાવ પછી શરૂ થાય છે

White discharge to girls begins after the first menstruation

  • દરેક સ્ત્રીને ક્યારેક ને ક્યારેક તો વ્હાઈટ ડિસ્ચાર્જને લગતી સમસ્યાઓનો સામનો કરવો પડે છે
  • ઘણી પરિસ્થિતિમાં વ્હાઈટ ડિસ્ચાર્જ થાય છે જે સામાન્ય હોય છે
  • સામાન્ય રીતે છોકરીઓને વ્હાઈટ ડિસ્ચાર્જ પ્રથમ માસિક સ્રાવ પછી શરૂ થાય છે

Divyabhaskar.com

Sep 10, 2019, 01:16 PM IST

દિવ્યશ્રી ડેસ્ક. દરેક સ્ત્રીને ક્યારેક ને ક્યારેક તો વ્હાઈટ ડિસ્ચાર્જને લગતી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. કેટલીક સ્થિતિનાં વ્હાઈટ ડિસ્ચાર્જ નોર્મલ હોય છે તો કેટલીક સ્થિતિમાં તે તમારા ખરાબ સ્વાસ્થ્યનું કારણ બની શકે છે. ઘણી પરિસ્થિતિમાં વ્હાઈટ ડિસ્ચાર્જ થાય છે જે સામાન્ય હોય છે.

આ સમયે શરૂઆત થાય છે
સામાન્ય રીતે છોકરીઓને વ્હાઈટ ડિસ્ચાર્જ પ્રથમ માસિક સ્રાવ પછી શરૂ થાય છે. ત્યારબાદ જો તેની સાથે સંકળાયેલી કોઈ અન્ય સમસ્યા ન હોય તો દર મહિને પિરિઅડ્સ પહેલાં અને બાદમાં તે સામાન્ય માનવામાં આવે છે.

આ કામ કરે છે સફેદ સ્રાવ
સફેદ સ્રાવ યોનિને કુદરતી રીતે સ્વચ્છ રાખે છે. સંભોગ દરમિયાન કોઈ સમસ્યા નથી થતી અને અને યૌન સંક્રમણ રોકવામાં પણ મદદ કરે છે.

ક્યારેક વધારે તો ક્યારેક ઓછું

કેટલીક પરિસ્થિતિમાં વ્હાઈટ ડિસ્ચાર્જ ઓછું કે વધારે થતું હોય છે. ગર્ભાવસ્થા, હોર્મોન્સમાં ફેરફાર અથવા યોનિમાં ઈન્ફેક્શનના કારણે ડિસ્ચાર્જની માત્રા ઓછી કે વધારે થઈ શકે છે. સાથે તેના કલરમાં પણ ફેરફાર થાય છે અને તેમાંથી તીવ્ર દુર્ગંધ આવી શકે છે.

આટલું ડિસ્ચાર્જ સામાન્ય માનવામાં આવે છે

મોટાભાગની મહિલાઓને પિરિઅડ્સ સર્કલના દરમિયાન ઘણા પ્રકારના વ્હાઈટ ડિસ્ચાર્જ થાય છે. સામાન્ય સ્થિતિમાં એક દિવસમાં એક ચમચી જેટલું વ્હાઈટ ડિસ્ચાર્જ થાય છે. તે ઘટ કે પાતળું હોય શકે છે. તેનો કલર સફેદ હોય અને તેમાંથી કોઈ પણ પ્રકારની દુર્ગંધ નથી આવતી તો તે સામાન્ય છે. ઘણી વખતે તે આછા પીળા કલરનું પણ હોઈ શકે છે.

આ સ્થિતિમાં પણ ડિસ્ચાર્જ હોય છે નોર્મલ

પિરિઅડ્સની તારીખનાં થોડા દિવસ પહેલાં થતાં વ્હાઈટ ડિસ્ચાર્જ કોશિકાઓ અને પ્રવાહીથી ભરાય છે. તેનો રંગ પણ આછા પીળા કલરનો હોય છે. પરંતુ તેના કારણે તમને ખંજવાળ, બળતરા અથવા યોનિમાં અન્ય સમસ્યા ન થતી હોય ત્યાં સુધી તેને સામાન્ય માનવામાં આવે છે.

આ ડિસ્ચાર્જ છે ઓવ્યૂલેશનનો સંકેત

વ્હાઈટ, દુર્ગંધ ન આવતી હોય, પાતળું અથવા ઘટ્ટ વ્હાઈટ ડિસ્ચાર્જ પિરિઅડ્સ શરૂ થવાનો સંકેત હોઈ શકે છે.

હવે ડોક્ટરની જરૂર પડે છે

સામાન્ય વ્હાઈટ ડિસ્ચાર્જ હોય તો કોઈ સમસ્યા નથી પરંતુ ઘણી વખત તે ઈન્ફેક્શનનું કારણ પણ બની શકે છે. તે સમયે વધારે અને સ્મેલવાળું હોઈ શકે છે. તેના કારણે છોકરીઓને યોનિમાં ખંજવાળ અને બળતરા જેવી સમસ્યા થઈ શકે છે.

X
White discharge to girls begins after the first menstruation

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી