વજાઈનલ ઈન્ફેક્શન / 25 થી 35 વર્ષની વયની સ્ત્રીઓમાં વજાઇનલ બેક્ટીરિયલ ઈન્ફેક્શન સૌથી વધુ થાય છે

Vaginal bacterial infections are most common in women between the ages of 25 and 35

  • વજાઈનામાં ઈરિટેશન, સ્વેલિંગ અથવા ઈન્ફેક્શન થવું એક સામાન્ય બાબત છે
  • 25 થી 35 વર્ષની વયની સ્ત્રીઓમાં વજાઇનલ બેક્ટીરિયલ ઈન્ફેક્શન સૌથી વધુ થાય છે
  • શારિરીક સંબંધો દરમિયાન હાઈજિનનું પૂરતું ધ્યાન રાખવામાં ન આવે તો સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝ  થઈ શકે છે

Divyabhaskar.com

Oct 30, 2019, 01:35 PM IST

દિવ્યશ્રી ડેસ્ક. વજાઈનામાં ઈરિટેશન, સ્વેલિંગ અથવા ઈન્ફેક્શન થવું એક સામાન્ય બાબત છે. મોટાભાગની મહિલાઓ આ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે. પરંતુ શું તમે જાણો છો આ સૌથી સામાન્ય કારણોમાં આપણા રોજિંદા જીવનને લગતી બાબતો પણ સામેલ છે.

આ ઉંમરમાં સૌથી વધારે થાય છે
25 થી 35 વર્ષની વયની સ્ત્રીઓમાં વજાઇનલ બેક્ટીરિયલ ઈન્ફેક્શન સૌથી વધુ થાય છે. આ દરમિયાન વજાઈનામાંથી ઝડપથી ખંજવાળની સાથે પીળા અથવા ગ્રે કલરનો ડિસ્ચાર્જ પણ થાય છે. આ ડિસ્ચાર્જ કોઈ પેસ્ટની જેમ ઘટ્ટ અથવા પાણીયુક્ત પણ હોઈ શકે છે. જો તમને આ પ્રકારની કોઈ સમસ્યાથી પીડાઈ રહ્યાં હો, તો તમારે તરત ડોક્ટરની પાસે જઈને સારવાર કરાવવી જરૂરી છે.

લક્ષણો
જો બેક્ટિરિયલ ઈન્ફેક્શન તમારી યૂરિન સિસ્ટમના કોઈ પાર્ટમાં થયું હોય તો તેનાં લક્ષણો તરીકે તમને પેલ્વિક દુખાવો, યૂરિન પાસ કરતી વખતે બળતરા, વજાઈનામાં બળતરા અને વજાઈનલ સ્મેલ જેવી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. આ પ્રકારનાં ઈન્ફેક્શનને મેડિકલ ભાષામાં UTI (યુરિનરી ટ્રેક્ટ ઈન્ફેક્શન) નામથી ઓળખવામાં આવે છે. જો આવાં લક્ષણો તમારામાં હોય તો તમારે કોઈ સારા ગાઈનેકોલોજિસ્ટની સલાહ લેવી જરૂરી છે.

સૌથી મોટું કારણ
જો શારિરીક સંબંધો દરમિયાન હાઈજિનનું પૂરતું ધ્યાન રાખવામાં ન આવે તો તેનાથી પણ તમને ક્લેમાઈડિયા, ટ્રાઈકોમોનેએસિસ, યોનિમાર્ગમાં દાદર અને યોનિમાર્ગમાં મસા જેવી સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝ (STD) થઈ શકે છે. તેનાથી તમને વજાઈનામાં દુખાવો, ખંજવાળ અને બળતરા જેવી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. એટલા માટે શારિરીક સંબંધો રાખતાં પહેલાં બંને પાર્ટનરે સ્વચ્છતાનું સંપૂર્ણ ધ્યાન રાખવું જોઈએ. જો ઈન્ટરકોર્સથી પહેલાં ઈન્ટિમેટ બોડી પાર્ટ્સ હાઈજિનનું પૂરું ધ્યાન ન રાખવામાં આવે તો વજાઈનલ ઈન્ફેક્શન થવાનું જોખમ વધી જાય છે. ઘણા રિસર્ચમાં આ વાત સાબિત પણ થઈ છે કે મોટાભાગે વજાઈનલ ઈન્ફેક્શન હાઈજિનનું ધ્યાન ન રાખવાના કારણે થાય છે.

X
Vaginal bacterial infections are most common in women between the ages of 25 and 35
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી