ચેતવણી / ગર્ભાવસ્થામાં યૂરિનરી ટ્રેક્ટ ઈન્ફેક્શનના કારણે વારંવાર ટોઈલેટ જવું પડે છે

Urinary tract infections during pregnancy often have to go to the toilet

  • કેટલીકવાર આ સામાન્ય બાબતો સગર્ભા સ્ત્રીઓ માટે મોટી મૂંઝવણનું કારણ બને છે
  • પ્રેગ્નન્સીમાં વારંવાર ટોઈલેટ જવાની સમસ્યાથી છૂટકારો મેળવી શકાય છે
  • હોર્મોન્સ કિડની પર વધારે યૂરિન પ્રોડ્યૂસ કરવા માટે દબાણ કરે છે

Divyabhaskar.com

Sep 16, 2019, 12:06 PM IST

દિવ્યશ્રી ડેસ્ક. ગર્ભાવસ્થામાં વારંવાર ટોઇલેટ જવું એક સામાન્ય બાબત છે. પરંતુ કેટલીકવાર આ સામાન્ય બાબતો સગર્ભા સ્ત્રીઓ માટે મોટી મૂંઝવણનું કારણ બને છે. તેનો મોટાભાગનો સમય બાથરૂમમાં જવા-આવવામાં જ નીકળી જાય છે. વારંવાર ટોઈલેટ જવાના કારણે ઊંઘમાં ખેલલ પડે છે. પરંતુ અમુક બાબતોનું ધ્યાન રાખીને પ્રેગ્નન્સીમાં વારંવાર ટોઈલેટ જવાની સમસ્યાથી છૂટકારો મેળવી શકાય છે.

વારંવાર ટોઈલેટ જવાનું કારણ

પહેલા 5 મહિના સુધી વારંવાર ટોઈલેટ એટલાં માટે જવું પડે છે કેમ કે, આ દરમિયાન શરીરમાં ઘણા ફેરફાર આવે છે. તેના કારણે હોર્મોન્સ પર અસર થાય છે અને આ હોર્મોન્સ કિડની પર વધારે યૂરિન પ્રોડ્યૂસ કરવા માટે દબાણ કરે છે. તે ઉપરાંત જેમ જેમ બાળકનો વિકાસ થાય છે તેમ તેમ બ્લેડર પર પ્રેશર વધતું જાય છે.

કેટલી વખત ટોઈલેટ જવાનું સામાન્ય માનવામાં આવે છે

તે ઉપરાંત એ પણ સમજવું જરૂરી છે કે પ્રેગ્નન્સી દરમિયાન કેટલી વખત ટોઈલેટ જવું સામાન્ય છે અને કેટલી વખત નહીં તેનું કોઈ માપદંડ નક્કી નથી. ઘણી પ્રેગ્નન્ટ મહિલાઓ એક દિવસમાં 4થી 10 વખત ટોઈલેટ જતી હોય છે તો કેટલીક મહિલાઓ 3થી 4 વખત જતી હોય છે.

પાણી અથવા પ્રવાહી ઓછું લેવું

ધ્યાનમાં રાખવું કે પ્રવાહી પદાર્થ અને પાણી પીવાનું ઓછું ન કરવું. જો તમે એવું વિચારતા હોય કે તેનાથી તમને વધારે પેશાબ નહીં થાય તો એવું નથી. ગર્ભાવસ્થા દરમિયાન તમારા શરીર અને તમારા બાળકને ઘણા બધા પ્રવાહીની જરૂર હોય છે. પાણીની ઊણપના કારણે યૂટીઆઈ થઈ શકે છે.

આ સ્થિતિમાં વારંવાર ટોઈલેટ જવું જોખમકારક છે

જો વારંવાર ટોઈલેટ જતી વખતે દુખાવો, અથલા લોહી નીકળતું અથવા તાવ આવતો હોય તો તરત ડોક્ટર પાસે જઈને તપાસ કરાવવી કેમ કે, આ લક્ષણ યૂરિનરી ટ્રેક્ટ ઈન્ફેક્શન એટલે કે યૂટીઆઈ હોઈ શકે છે.

હસવાથી અથવા છીંકવા પર દરમિયાન પેશાબ થવો

ગર્ભાવસ્થા દરમિયાન હસવાથી અવથા જોરથી છીંક ખાવાથી પણ થોડો પેશાબ થઈ જાય છે અને તે એકદમ સામાન્ય છે. આ સ્થિતિમાં બ્લેડર પર પ્રેશર પડવાની સાથે સાથે શરીર રિલેક્સિન નામનું એક હોર્મોન પણ મુક્ત કરે છે. તેનાથી સ્નાયુઓ, લિગામેંટ્સ અને પેલ્વિક ફ્લોસ મસલ્સ હળવાં થાય છે. આવી સ્થિતિમાં તમે સેનિટરી પેડનો ઉપયોગ કરી શકો છો.

X
Urinary tract infections during pregnancy often have to go to the toilet

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી