પ્રેગ્નન્સી અલર્ટ / ગર્ભવતી સ્ત્રીઓએ ડેન્ગ્યુ-મલેરિયાથી બચવા માટેની ટિપ્સ

Tips for Pregnant Women Dengue-Malaria in Pregnant Women

Divyabhaskar.com

Jul 31, 2019, 04:05 PM IST

દિવ્યશ્રી ડેસ્ક. ચોમાસાની ઋતુમાં વધારે રોગચાળો ફેલાય છે. ચોમાસાની ઋતુમાં ઠંડા અને ભેજવાળા વાતાવરણના લીધે તથા પાણીના ભરવાના લીધે મચ્છરોનો ઉપદ્રવ પણ વધી જાય છે. આ કારણોસર ચોમાસાની સિઝનમાં ગર્ભવતી મહિલાઓમાં ચેપનું જોખમ પણ વધી જાય છે. આથી આ સમયગાળામાં ગર્ભવતી મહિલાઓએ ડેન્ગ્યુ અને મલેરિયા જેવી જીવલેણ બીમારીઓથી બચવા માટે વધારે સાવધાની રાખવી જોઈએ.

ગર્ભવતી મહિલાઓ આ રીતે પોતાનું ધ્યાન રાખવું

  • એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે એવી જગ્યાએ ન જવું જ્યાં આ બીમારી ફેલાઈ હોય.
  • પોતાની આસપાસ મચ્છરનો ઉપદ્રવ ન થાય તેનું ધ્યાન રાખવું અને ઘરમાં સાફસફાઈ રાખવી. તે ઉપરાંત સાંજે ઘરનાં બારી-બારણાં બંધ કરી દેવાં, જેથી મચ્છરો ઘરમાં ન પ્રવેશે.
  • ઘરમાં કે ઘરની નજીક પાણી ભરાઈ ન રહે તેનું ધ્યાન રાખવું. ઘરમાં કૂંડાંઓમાં કે કૂલરમાં પાણી ભરાઈ ન રહે તેનું ધ્યાન રાખવું.
  • ઘરમાં તથા ઘરની આસપાસ સ્વચ્છતા જાળવવી કે જેથી મચ્છરોનો ઉપદ્રવ અટકાવી શકાય.
  • શરીરમાં પાણીની ઊણપ ન સર્જાય તેનું ધ્યાન રાખવું. બને ત્યાં સુધી પ્રવાહી ખોરાકનું સેવન કરવું. જ્યૂસ અને નાળિયેર પાણી વધારે પીવું.
  • જો તમને લાગે કે તમને મલેરિયા અને ડેન્ગ્યુ થયો છે તો તરત ડોક્ટર પાસે ચેકઅપ કરાવવું.
  • ગર્ભવતી મહિલાઓએ ડોક્ટરની સલાહ વગર કોઈ પણ દવા ન લેવી.
X
Tips for Pregnant Women Dengue-Malaria in Pregnant Women
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી