ટિપ્સ / સ્તનપાન કરાવતી માતાએ વરસાદની સિઝનમાં આટલી બાબતોનું ધ્યાન રાખવું

things for breast feeding mothers to take care in rainy season

Divyabhaskar.com

Jul 22, 2019, 05:32 PM IST

દિવ્યશ્રી ડેસ્ક. વરસાદ પડવાથી ગરમીમાંથી રાહત તો મળે જ છે, પરંતુ વરસાદી ઋતુમાં વિવિધ રોગોના ચેપ લાગવાનું જોખમ પણ વધી જાય છે. ખાસ કરીને સ્તનપાન કરાવતી મહિલાઓ માટે. આમ તો ચોમાસાની ઋતુમાં દરેક વ્યક્તિએ પોતાનું ધ્યાન રાખવું જરૂરી છે, પરંતુ મહિલા જો પહેલી વખત માતા બની હોય અને શિશુને સ્તનપાન કરાવી રહી હોય તો તેના અને શિશુ માટે બંનેની સુરક્ષા બહુ જરૂરી બની જાય છે. તે માટે ખાવા-પીવાનું, પોતાની અને શિશુની સ્વચ્છતા રાખવાનું, કપડાંની યોગ્ય પસંદગી કરવાનું અને રોગપ્રતિકારક શક્તિ જાળવી રાખવા જેવી બાબતો પર ખાસ ધ્યાન આપવું પડે છે.

પૌષ્ટિક આહાર

વરસાદની સિઝનમાં સૌથી જરૂરી છે કે, તમે પૌષ્ટિક આહાર વધુ પ્રમાણ લો. એવો ખોરાક લેવો જોઈએ જેમાં ભરપૂર પ્રમાણમાં પ્રોટીન હોય. ઉપરાંત વરસાદની સિઝનમાં વધારેમાં વધારે પ્રવાહી જેમ કે જ્યૂસ, નાળિયેર પાણીનું સેવન કરવું જોઈએ. ગરમ અને તાજો ખોરાક જ લેવો. ખોરાકમાં સૌથી વધારે અજમો, જીરું અને વરિયાળીનો ઉપયોગ કરવો. આવું કરવાથી માત્ર તમને જ નહીં પણ તમારા શિશુને પણ પોષણ મળશે અને વરસાદમાં લાગતા ચેપથી બચી શકાશે.

યોગ્ય કપડાંની પસંદગી કરવી

સ્તનપાન કરાવતી મહિલાએ એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે, શક્ય હોય તો સૂતરાઉ કપડાં પહેરવાં. વરસાદની સિઝનમાં વાતાવરણમાં ભેજ વધારે હોય છે એટલે સૂતરાઉ કપડાં પહેરવાથી ગરમી ઓછી લાગે છે.

રોગપ્રતિકારક શક્તિ વધારવી

તમારું શરીર એટલું મજબૂત હોવું જોઈએ કે, ચેપ અથવા અન્ય મોસમી બીમારીઓની સામે લડી શકે. આવું ત્યારે થઈ શકે જ્યારે તમારામાં રોગ પ્રતિકારક શક્તિ વધારે હશે. તમે તમારી ઈમ્યુનિટીને મજબૂત કરવા સૌથી જરૂરી છે કે તમે તમારી આસપાસની જગ્યાને સ્વચ્છ રાખો. પૂરતી ઊંઘ લો અને ખુદને તણાવમુક્ત રાખો. વધારેમાં વધારે ડ્રાયફ્રૂટ, દાળ, દૂધ, શાકભાજી અને ફ્રૂટ ખાઓ. રોજ 10 મિનિટ સુધી સૂર્યોદયના સમયે તડકામાં ઊભા રહો.

X
things for breast feeding mothers to take care in rainy season
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી