વુમન કેર / પ્રેગ્નન્સી દરમિયાન થતી મેટરનલ ડેથ પાછળ અનેક કારણો જવાબદાર

પ્રતિકાત્મક તસ્વીર
પ્રતિકાત્મક તસ્વીર

divyabhaskar.com

May 13, 2019, 12:03 PM IST

દિવ્યશ્રી ડેસ્કઃ મહિલાને પ્રેગ્નન્સી દરમિયાન જો કોઇ બીમારી થઇ હોય અને ડિલિવરી બાદ 42 દિવસોમાં જ મહિલાનું મૃત્યુ થાય તો તેને `મેટરનલ ડેથ' કહેવામાં આવે છે. ડબલ્યૂએચઓ (વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન) અનુસાર, `પ્રેગ્નન્સી અને ડિલિવરી દરમિયાન થનારી મુશ્કેલીઓ મેટરનલ ડેથ માટે અનેક કારણો જવાબદાર હોય છે. જો પ્રેગ્નન્સી સમયે મહિલાને કોઇ મુશ્કેલી જણાતી હોય તો તેના વિશે સમયસર તપાસ કરાવી અને તેનો ઇલાજ કરાવો જોઇએ. જો સમયસર ઇલાજ કરાવામાં આવે તો મેટરનલ ડેથના પ્રમાણને ઘટાડી શકાય છે. '

મેટરનલ ડેથના કારણો
રક્તસ્ત્રાવ:

ડિલિવરી બાદ શરીરમાંથી વધારે લોહી વહી જવાથી મહિલાનું મૃત્યુ થઇ શકે છે. સામાન્ય રીતે ડિલીવરીમાં મહિલાના મૃત્યુ પાછળનું મુખ્ય કારણ રક્તસ્ત્રાવ જ હોય છે.

સંક્રમણ:
મહિલામાં સુરક્ષિત પ્રસૂતિ (ડિલીવરી) દ્વારા સંક્રમણ દરમિયાન મેટરનલ ડેથ થઇ શકે છે, તેની પાછળ વ્યક્તિગત સ્વચ્છતાની જાણકારીનો અભાવ મુખ્ય કારણ છે.

એનીમિયા:
મહિલાઓમાં લોહીની ઉણપ હોવી તે સામાન્ય વાત છે. વધુ પડતી લોહીની માત્રા ઘટવાના કારણે મહિલા એનિમિયાનો શિકાર બને છે. ઘણી વખત એવું બને છે કે એનીમિયા મેટરનલ ડેથનું કારણ બની જાય છે.

ગર્ભપાત દરમિયાનની સમસ્યાઓ:
ઘણીવાર અમુક કારણથી મહિલાઓએ ગર્ભપાત કરાવું પડે છે, પરંતુ ગર્ભપાત કરાવામાં મહિલાના જીવ જોખમમાં હોય છે. મોટાભાગે મહિલાને કંઇ થતું નથી, પણ ગર્ભપાત દરમિયાન મુશ્કેલીઓ વધારે હોય તો મહિલાનું મૃત્યુ થઇ શકે છે.

અન્ય બિમારીઓ:
મહિલાઓમાં હાઇ બ્લડપ્રેશર, યૂરિનમાં પ્રોટીન, અચાનક વજનમાં વધારો, હાર્ટની બીમારીઓ, હેપેટાઇટિસ વગેરે જેવી ગંભીર બીમારીનો યોગ્ય ઇલાજ કરાવામાં ન આવે અને જો ડિલિવરી દરમિયાન કોઇ મુશ્કેલી આવે તો મહિલાનું મૃત્યુ થઇ શકે છે.

X
પ્રતિકાત્મક તસ્વીરપ્રતિકાત્મક તસ્વીર
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી