અલર્ટ / વજાઇનાની સફાઇમાં સાબુનો ઉપયોગ કરવાથી નુકશાન થઇ શકે છે

The use of soap in the washing of wounds can be damaged

  • વજાઇનામાં થનારી એક બીમારી શરીરની આખી સિસ્ટમ પર ખરાબ અસર કરે છે
  • સાબુના ઉપયોગથી તમારે વજાઇનામાં ખંજવાળ, બળતરા, સોજો વગેરે જેવી સમસ્યાઓ થઇ શકે છે

divyabhaskar.com

May 16, 2019, 04:41 PM IST

દિવ્યશ્રી ડેસ્કઃ શરીરની દૂર્ગંધ અને જીવાણુંને દૂર કરતો સાબુ શરીર માટે હાનિકારક પણ હોઇ શકે છે. ખાસ કરીને મહિલાઓની વાત કરીએ તો તેઓ વજાઇના સાબુથી સાફ કરે છે, આમ કરવાથી નુકશાન થઇ શકે છે. વજાઇના શરીરનો સૌથી નાનું અને મહત્ત્વનું અંગ છે. વજાઇનાની સાફ સાફાઇનું વિશેષ ધ્યાન રાખવું જોઇએ. પરંતુ ઘણી મહિલાઓ વાત કરવાથી સંકોચ અનુભવે છે. વજાઇનાની સાફ-સફાઇ જરૂરી છે, જો વજાઇનાની સફાઇ પર ધ્યાન આપવામાં ન આવે તો ઇનફેક્શન, ખંજવાળ વગેરે જેવી સમસ્યાઓ થઇ શકે છે. ઘણી મહિલાઓને લાગે છે કે તેમને વજાઇનામાં ખંજવાળનું કારણ યીસ્ટ ઇનફેક્શન છે, પરંતુ ઘણી વખત બીજુ કાઇ કારણ પણ હોઇ શકે છે.

સ્વાસ્થ્યની વાત આવે ત્યાં મહિલાઓના આ વિશેષ અંગની વાત ભાગ્યે જ કરવામાં આવે છે. જ્યારે હેલ્ધી વજાઇના સ્વાસ્થ માટે જરૂરી છે, કારણ કે વજાઇનામાં થનારી એક બીમારી શરીરની આખી સિસ્ટમ પર ખરાબ અસર કરે છે, તેથી જ પોતાના સ્વાસ્થ માટે મહિલાએ જાતે ધ્યાન આપવું જોઇએ. મોટાભાગની મહિલાઓ વજાઇનામાં કોઇ પ્રકારનું ઇનફેક્શન ન થાય અને તે સ્વચ્છ રહે તે માટે દિવસમાં બે થી ત્રણ વખત વજાઇનાને સાબુથી સાફ કરે છે. તો આમ ભૂલથી પણ ન કરો.

સાબુના ઉપયોગથી વજાઇનામાં ખંજવાળ અને ડ્રાઇનેસ જેવી સમસ્યા થાય છે. તે ઉપરાંત સાબુ વજાઇનામાં રહેલા સારા બેક્ટેરીયાનો નાશ કરે છે, જેના કારણે બેક્ટીરિયલ વેજિવોસિસનો ભય વધે છે.

સાબુમાં રહેલા કેમિકલના કારણે ત્વચા પરની નેચરલ ચિકાસ ઓછી થતી જાય છે. તે ચિકાસ ત્વચાને શુષ્કથી બચાવે છે. સાબુના ઉપયોગથી તમારે વજાઇનામાં ખંજવાળ, બળતરા, સોજો વગેરે જેવી સમસ્યાઓ થઇ શકે છે.

વજાઇનાને હંમેશા સાફ રાખો
જ્યારે વોશરૂમ જાઓ વજાઇનાને બરાબર પાણીથી સાફ કરો, વજાઇના શરીરનું એવું અંગ છે જેની ત્વચા ચહેરા કરતાં પણ કોમળ હોય છે. તેની સફાઇનું વિશેષ ધ્યાન રાખવું જરૂરી છે. વજાઇનાને હંમેશા પાણીથી સાફ કરો, તેની સફાઇ માટે રેઝર કે હેર રિમૂવર ક્રિમનો ઉપયોગ કરી શકો છો. આ ઉપરાંત તમને લાગે કે વજાઇનામાંથી ખરાબ સ્મેલ આવે છે, તો સંકોચ વિના ડોક્ટરને પોતાની સમસ્યા જણાવો, તમારી સમસ્યા દૂર થશે.

X
The use of soap in the washing of wounds can be damaged
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી