રિસર્ચ / ગુલાબની સુંગધ વિદ્યાર્થીઓના અભ્યાસ માટે ફાયદાકારક છે

The smell of roses is beneficial for students to study

ગુલાબની સુંગધથી વધુ સારી રીતે અભ્યાસ અને ઊંઘમાં મદદગાર સાબિત થાય છે

અંગ્રેજી શબ્દભંડોળ શીખતા વિદ્યાર્થીઓના બે વિદ્યાર્થીઓ પર રિસર્ચ કરવામાં આવ્યું

Divyabhaskar.com

Feb 04, 2020, 02:22 PM IST

દિવ્યશ્રી ડેસ્ક. ગુલાબની સુંગધથી વધુ સારી રીતે અભ્યાસ અને ઊંઘમાં મદદગાર સાબિત થાય છે. તાજેતરમાં કરવામાં આવેલ રિસર્ચમાં આ વાત સામે આવી છે. 'સાયન્ટિફિક રિપોર્ટ' જર્નલમાં પ્રકાશિત રિસર્ચમાં જણાવ્યા પ્રમાણે, અંગ્રેજી શબ્દભંડોળ શીખતા વિદ્યાર્થીઓના બે વિદ્યાર્થીઓ પર રિસર્ચ કરવામાં આવ્યું , જેમાંથી એક વિદ્યાર્થીએ ગુલાબની સુંગધ સાથે શીખી રહ્યો હતો જ્યારે બીજો ગુલાબની સુંગધ વગર.


જર્મની સ્થિત ફ્રીબર્ગ યુનિવર્સિટીના રિસર્ચના મુખ્ય ઓથર જુર્ગન કોર્મનીયરના જણાવ્યા પ્રમાણે, અમે જોયું કે, સુગંધની સહાયક અસર રોજિંદા જીવનમાં ખૂબ જ હકારાત્મક રીતે કાર્ય કરે છે અને તેનો ઉપયોગ લક્ષિત રીતે થઈ શકે છે."

ફર્સ્ટ ઓથર અને સ્ટૂડન્ટ ટીચર ફ્રાંઝિસ્કા ન્યુમેને રિસર્ચ માટે દક્ષિણ જર્મનીની એક સ્કૂલના છઠ્ઠા ધોરણના 54 વિદ્યાર્થીઓ પર રિસર્ચ કરવામાં આવ્યું.

પરીક્ષણમાં સામેલ વિદ્યાર્થીઓને અંગ્રેજી શબ્દભંડોળ શીખતી વખતે ઘરે પોતાના ડેસ્ક પર ગુલાબ સુગંધિત અગરબત્તી લગાવવા માટે કહેવામાં આવ્યું હતું. ઉપરાંત રાત્રે પથારીની બાજુમાં બેડસાઈડ ટેબલ પર પણ આવું કરવા માટે કહેવામાં આવ્યું હતું.

એક અન્ય પ્રયોગમાં સ્કૂલમાં અંગ્રેજીના ટેસ્ટ દરમિયાન તેમને ટેબલની નજીક અગરબત્તી લગાવવાનું કહેવામાં આવ્યું હતું. પરિણામોની તુલના પરીક્ષણના પરિણામો સાથે કરવામાં આવી હતી, જેમાં એક અથવા વધારે તબક્કાઓ દરમિયાન કોઈપણ પ્રકારની અગરબત્તીનો ઉપયોગ કરવામાં આવ્યો ન હતો.

ન્યુમેનના જણાવ્યા પ્રમાણે, જ્યારે ઊંઘવા અને શીખવા માટે બાજુમાં અગરબત્તીનો ઉપયોગ કરવામાં આવ્યો ત્યારે વિદ્યાર્થીઓ 30 ટકા વધુ અભ્યાસમાં સફળતા બતાવી હતી.

X
The smell of roses is beneficial for students to study
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી