રિસર્ચ / સિઝેરિયન ડિલિવરીથી જન્મ લેતા બાળકોની રોગપ્રતિકારક શક્તિ નબળી હોય છે

The immune system of children born with cesarean delivery is poor

  • સી-સેક્શનથી જન્મ લેનાક બાળકોની રોગપ્રતિકારક શક્તિ નબળી હોય છે
  • રોગપ્રતિકારક શક્તિ વિકસિત કરવામાં બેક્ટેરિયાનો મહત્ત્વનો રોલ છે
  • માતા દ્વારા મળતા સ્વસ્થ બેક્ટેરિયા સી-સેક્શન વાળા બાળકોને નથી મળતા

Divyabhaskar.com

Sep 30, 2019, 12:46 PM IST

દિવ્યશ્રી ડેસ્ક. કેટલાક બાળકોની રોગ પ્રતિકારક શક્તિ અન્ય બાળકો કરતા અલગ અને નબળી હોય છે તે જાણવા માટે એક રિસર્ચ કરવામાં આવ્યું જેમાં આ વાત સામે આવી હતી એવા બાળકો જેમનો જન્મ સી-સેક્શન એટલે કે ઓપરેશન દ્વારા થયો હોય છે તેમના આંતરડામાં રહેલાં બેક્ટેરિયા નોર્મલ ડિલિવરી દ્વારા જન્મ થયેલા બાળકો કરતા ઘણી રીતે અલગ હોય છે.

સી-સેક્શનથી જન્મ લેનાક બાળકોની રોગપ્રતિકારક શક્તિ નબળી હોય છે

રિસર્ચ કરનાર સંશોધકોએ જોયું કે, જે નવજાતનો જન્મ યોનિમાર્ગ દ્વારા નોર્મલ ડિલિવરીથી થાય છે તેમનામાં બેક્ટેરિયાનો શરૂઆતી ડોઝ એટલે કે માઈક્રોબિયમ માતાથી પ્રાપ્ત કરે છે જ્યારે સી-સેક્શનથી જન્મ લેનાર બાળકો હોસ્પિટલના વાતાવરણથી માઈક્રોબ્સ પ્રાપ્ત કરે છે. નિયોનેટેલ બેક્ટેરિયા પર કરવામાં આવેલ અત્યાર સુધીનું સૌથી મોટું રિસર્ચ છે અને આ રિસર્ચ કરનાર વૈજ્ઞાનિકોએ કહ્યું કે, ડિલિવરી કેવી રીતે થઈ રહી છે, 'તે થર્મોસ્ટેટ મોમેન્ટ એટલે કે તાપમાન નિયંત્રિત કરનાર ક્ષણ જેવું છે ભવિષ્યમાં બાળકોની રોગપ્રતિકારક શક્તિ નક્કી કરે છે.'

રોગપ્રતિકારક શક્તિ વિકસિત કરવામાં બેક્ટેરિયાનો મહત્ત્વનો રોલ છે

ગટ એટલે કે આંતરડામાં રહેલાં લાખો માઈક્રોબ્સને બાળકોમાં ઈમ્યૂન સિસ્ટમ એટલે કે રોગ પ્રતિકારક શક્તિ વિકસિત કરવા માટે મુખ્ય માનવામાં આવે છે. નાનપણમાં જો બાળકોને યોગ્ય બેક્ટેરિયાનું એક્સપોઝર ન મળે તો બાળકોને ઓટોઈમ્યૂન બીમારીઓ જેમ કે, અસ્થમા, એલર્જી અને ડાયાબિટીસનું જોખમ વધારે છે. વેલકમ સેંગર ઇન્સ્ટિટ્યૂટ, યુનિવર્સિટી કોલેજ લંડન અને યુનિવર્સિટી ઓફ બર્મિંગમનાં સંશોધકોએ જોયું કે, વજાઈના દ્વારા નોર્મલ ડિલિવરીથી જન્મ લેનાર બાળકોમાં સારા સ્વસ્થ સાથે જોડાયેલા બેક્ટેરિયા હોય છે તે બાળકોની સરખામણીમાં જેમનો જન્મ સી-સેક્શન દ્વારા થાય છે.

માતા દ્વારા મળતા સ્વસ્થ બેક્ટેરિયા સી-સેક્શન વાળા બાળકોને નથી મળતા

સી-સેક્શન એટલે કે ઓપરેશન દ્વારા જન્મ લેનાર બાળક, માતા દ્વારા મળતા હેલ્ધી બેક્ટેરિયાની જગ્યાએ હોસ્પિટલના વાતાવરણમાં રહેલા હાનિકારક માઈક્રોબ્સને ગ્રહણ કરી લે છે. રિસર્ચમાં જણાવ્યા અનુસાર, સી-સેક્શનથી જન્મ લેતા બાળકોમાં ઈમ્યૂનિટી સાથે જોડાયેલી બીમારી જેમ કે, અસ્થમા, પેટ સંબંધિત બીમારીઓ અને બીજા ચેપી રોગો થવાનું જોખમ રહેલું છે.

જન્મ લેવાના 1 વર્ષની અંદર દેખાય છે ફરક

નેચર નામની જર્નલમાં પ્રકાશિત આ રિસર્ચના સંશોધકોના જણાવ્યા પ્રમાણે, સી-સેક્શન અને નોર્મલ ડિલિવરીથી જન્મ લેતા બાળકોની વચ્ચે તફાવત જોવા મળ્યો છે પરંતું જેવી બાળકની ઉંમર 1 વર્ષની થાય છે ત્યારે આ તફાવત નથી રહેતો.

X
The immune system of children born with cesarean delivery is poor
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી