બ્રેસ્ટ અલ્ટ્રાસાઉન્ડ / અલ્ટ્રાસાઉન્ડ હાઈ-ફ્રિક્વન્સી સાઉન્ડ વેવ્સનો ઉપયોગ કરીને સ્તનની અંદરના કોષોની વિગતવાર ઈમેજ રજૂ કરે છે

The doctor recommends doing a breast ultrasound when there is a breast tumor or swelling

અલ્ટ્રાસાઉન્ડ હાઈ-ફ્રિક્વન્સી સાઉન્ડ વેવ્સનો ઉપયોગ કરીને સ્તનની અંદરના કોષોની વિગતવાર ઈમેજ રજૂ કરે છે

Divyabhaskar.com

Sep 17, 2019, 11:47 AM IST

દિવ્યશ્રી ડેસ્ક. બ્રેસ્ટ અલ્ટ્રાસાઉન્ડ એક ઈમેજિંગ ટેકનિક છે. જેને સામાન્ય રીતે ટ્યૂમર અથવા સ્તનની સમસ્યા વિશે જાણવા માટે વપરાય છે. અલ્ટ્રાસાઉન્ડ હાઈ-ફ્રિક્વન્સી સાઉન્ડ વેવ્સનો ઉપયોગ કરીને સ્તનની અંદરના કોષોની વિગતવાર ઈમેજ રજૂ કરે છે. એક્સ-રે અને સિટી સ્કેન જેવી ટેકનિકની જેમ અલ્ટ્રાસાઉન્ડ રેડિએશનનો ઉપયોગ નથી કરાતો, જેથી તેને વધારે સુરક્ષિત માનવામાં આવે છે. તેની એક ખાસિયત એ પણ છે કે, આ ટેકનિકનો ઉપયોગ તેવી મહિલાઓ માટે સુરક્ષિત માનવામાં આવે છે, જેમને રેડિએશનથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી હોય છે. જેમ કે, પ્રેગ્નેન્ટ મહિલાઓ, સ્તનપાન કરાવતી મહિલાઓ અને એવી મહિલાઓ જેમણે સિલિકોન ઇમ્પ્લાન્ટ્સ મુકાવ્યાં હોય.

સાવધાની

સામાન્ય રીતે અલ્ટ્રાસાઉન્ડ કરાવતાં પહેલાં કોઈ સાવચેતી રાખવાની જરૂર નથી,પરંતુ સલાહ આપવામાં આવે છે કે, અલ્ટ્રાસાઉન્ડ કરાવતાં પહેલા શરીર પર પાવડર, લોશન અથવા અન્ય કોસ્મેટિક્સ ન લગાવવા, કારણે કે તેનાથી રિપોર્ટની ચોક્સાઈ પર અસર પડી શકે છે.

શા માટે કરાવવામાં આવે છે?

સ્તનમાં જો કોઈ ગાંઠ થઈ હોય અથવા તે ભાગ પર સોજો હોય તેવું લાગતું હોય તો ડોક્ટર અલ્ટ્રાસાઉન્ડની સલાહ આપે છે. તેનાથી ડોક્ટરને ઓળખવામાં સરળતા રહે છે કે, સ્તન પર સોજો છે કે ગાંઠ. તે સાથે ગાંઠ અથવા સ્તન ઉપર ઊપસી આવેલા ભાગ (સોજા)ની જગ્યાના આકાર અંગે જાણકારી મેળવી શકાય છે.

ટ્યૂમર વિશે સચોટ જાણકારી મળ્યા બાદ ડોક્ટર તેના પ્રવાહીનું પરીક્ષણ કરવાની સલાહ આપી શકે છે. જેથી તે નક્કી કરી શકાય કે, બની રહેલી ગાઠમાં ક્યાંય કેન્સરના સેલ્સ તો નથી ને અને તેના આધારે આગળની સારવાર કરવામાં આવે છે.

X
The doctor recommends doing a breast ultrasound when there is a breast tumor or swelling
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી