પ્રેગ્નન્સી / 20થી લઈને 30 વર્ષની ઉંમરને ગર્ભાવસ્થા માટે શ્રેષ્ઠ સમય માનવામાં આવે છે

The age of 20 to 30 is considered as the best time for pregnancy

  • પ્રેગ્નન્સીની હોય તો અમુક ઉંમર બાદ મહિલાઓને ગર્ભધારણ કરવામાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે
  • 20થી લઈને 30 વર્ષ સુધીની ઉંમરને ગર્ભાવસ્થા માટે શ્રેષ્ઠ સમય માનવામાં આવે છે
  • 30 વર્ષની વય જૂથમાં પ્રવેશતાં સ્ત્રીના શરીરમાં રહેલાં સ્ત્રીબીજની સંખ્યા ઓછી થવા લાગે છે

Divyabhaskar.com

Sep 11, 2019, 03:21 PM IST

દિવ્યશ્રી ડેસ્ક. અત્યારના સમયમાં છોકરા-છોકરીઓ લગ્નને લઈને ઉતાવળ નથી કરતા. એટલે સુધી કે માતા-પિતા પણ બાળકો પહેલાં યોગ્ય રીતે સેટલ થઈ જવાની રાહ જોતા હોય છે અને પછી તેમના માટે છોકરો કે છોકરી જોતા હોય છે. તે પરિણીત દંપતીને વધું સારું જીવન જીવવા માટે મદદ કરે છે. પરંતુ વાત પ્રેગ્નન્સીની હોય તો અમુક ઉંમર બાદ મહિલાઓને ગર્ભધારણ કરવામાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જો ગર્ભ રહી પણ જાય તો ગર્ભપાતથી લઈને સ્ટિલબર્થ સુધીનાં જોખમ વધી જાય છે.

20થી લઈને 30 વર્ષ સુધીની ઉંમરને ગર્ભાવસ્થા માટે શ્રેષ્ઠ સમય માનવામાં આવે છે. આ વય જૂથની મહિલાઓમાં ગર્ભાવસ્થા સાથે જોડાયેલી સમસ્યાઓનો સામનો કવાની શક્યતા ઘટી જાય છે. આ ઉંમરમાં મહિલાઓનું શરીરમાં સૌથી વધારે સ્વસ્થ હોય છે જેને કારણે ગર્ભધારણ કરવાની શક્યતાં વધી જાય છે.

30-39ની ઉંમર

30 વર્ષની વય જૂથમાં પ્રવેશતાં સ્ત્રીના શરીરમાં રહેલાં સ્ત્રીબીજની સંખ્યા ઓછી થવા લાગે છે. મહિલાના શરીરમાં અંદાજે 10 લાખ સ્ત્રીબીજ હોય છે. તેમાંથી 300થી 400 જ ગર્ભાવસ્થામાં સફળ થઈ શકે છે. 37 વર્ષની વયે માત્ર 27 હજાર સ્ત્રીબીજ બાકી રહે છે, તેવામાં ગર્ભધારણ કરવાની શક્યતા ઘટી જાય છે.

આ વય જૂથમાં, જો સ્ત્રી ગર્ભધારણ કરવામાં સફળ પણ થઈ જાય તો તેમને ઘણા પ્રકારની મેડિકલ સમસ્યા થઈ શકે છે. જેમ કે, ગર્ભમાં ઉછરી રહેલાં બાળકના વિકાસ પર અસર થઈ શકે છે. એટલું જ નહીં આ વય જૂથમાં ગર્ભધારણ કરવા પર ગર્ભપાતની શક્યતા પણ વધારે રહે છે.

40-49ની ઉંમર

આ વય જૂથમાં જો મહિલાઓ ત્રણ મહિના સુધી સગર્ભા થવાનો પ્રયાસ કરે તો તેની સફળતા માત્ર 7 ટકા જ હોય છે. જો તે પ્રેગ્નન્ટ થઈ પણ જાય તો પણ તેના અને બાળકના સ્વાસ્થ્યનાં વિવિધ પ્રકારનાં જોખમ વધી જાય છે. આ જોખમમાં ગર્ભપાત, સમય પહેલાં ડિલિવરી, બાળકનું વજન ઓછું હોવું, બાળકમાં જન્મજાત ખામી, જન્મ સમયે બાળકનું મોત જેવી સમસ્યાઓ સામેલ છે. આ ઉંમરમાં ગર્ભધારણ કરનારી મહિલાઓમાં બ્લડ પ્રેશર અને ડાયાબિટીસની સમસ્યા સામાન્ય હોય છે જે ર્ભપાતના જોખમને વધારે છે.

X
The age of 20 to 30 is considered as the best time for pregnancy

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી