રિસર્ચ / ડાયટ પિલ્સ લેવાના કારણે છોકરીઓમાં ઈટિંગ ડિસઓર્ડર થવાનું જોખમ વધી જાય છે

Taking diet pills increases the risk of developing an eating disorder in girls

  • ડાયટ પિલ્સ અને લેક્સેટિવ્સ પિલ્સ છોકરીઓ અને યુવાન સ્ત્રીઓ સૌથી વધારે લેતી હોય છે
  • આ પ્રકારની પિલ્સનો ઉપયોગ કરતી હોય છે તેમને ઈટિંગ ડિસઓર્ડર થવાની શક્યતા વધી જાય છે
  • હાઈ બ્લડ પ્રેશર, લીવર ડેમેજ અને કિડની ફેલ્યોર જેવી ગંભીર બીમારી થઈ શકે છે

Divyabhaskar.com

Nov 24, 2019, 12:36 PM IST

દિવ્યશ્રી ડેસ્ક. ડાયટ પિલ્સ અને લેક્સેટિવ્સ પિલ્સ (જુલાબની ગોળી) છોકરીઓ અને યુવાન સ્ત્રીઓ સૌથી વધારે લેતી હોય છે. તેનું કારણ છે કે તેઓ પોતાના ખોરાકને શરીરમાં સંગ્રહ નથી કરવા દેતા નથી જેથી તેમનું વજન નિયંત્રણમાં રહે અને તે પાતળી રહે. પરંતુ તાજેતરમાં કરવામાં આવેલ એક રિસર્ચમાં એ વાત સામે આવી છે કે જે છોકરીઓ આ પ્રકારની પિલ્સનો ઉપયોગ કરતી હોય છે તેમને ઈટિંગ ડિસઓર્ડર થવાની શક્યતા વધી જાય છે.

આ રિસર્ચ માટે 15 વર્ષ સુધી સંશોધન કાર્ય ચાલું રહ્યું હતું અને તેમાં 10 હજાર છોકરીઓ અને સ્ત્રીઓને સામેલ કરવામાં આવી હતી. રિસર્ચમાં સામેલ ફીમેલ્સની ઉંમર 14થી 36 વર્ષની વચ્ચે હતી. આ પ્રકારની દવા લેતા પહેલા આમાંથી કોઈ પણ મહિલાઓને ઈટિંગ ડિસઓર્ડરની સમસ્યા નહોતી. આ મહિલાઓમાંથી ડાયટિંગ પિલનો ઉપયોગ કરનારી 1.8 ટકા મહિલાઓનું કહેવું હતું કે, ડાયટ પિલ્સ લેવાનું શરૂ કર્યાના 1થી 3 વર્ષની અંદર તેમણે પહેલી વખત ઈટિંગ ડિસઓર્ડરની સમસ્યા થઈ. તો બીજી તરફ લેક્સેટિવ્સ યુઝ કરનારી 4.2 ટકા મહિલાઓને પહેલી વખત ઈટિંગ ડિસઓર્ડરની સમસ્યા થઈ.


આ રિસર્ચ 21 નવેમ્બરે અમેરિકાની જર્નલ ઓફ પબ્લિક હેલ્થમાં ઓનલાઈન પ્રકાશિત કરવામાં આવ્યું હતું. સંશોધકોના જણાવ્યા પ્રમાણે, વજન નિયંત્રણ માટે સ્ત્રીઓએ આ પ્રકારની દવાઓથી દૂર રહેવું જોઈએ. કેમ કે, આ પ્રકારની દવાનો સતત ઉપયોગ કરવાથી સાઈડ ઈફેક્ટ થાય છે જેના કારણે હાઈ બ્લડ પ્રેશર, લીવર ડેમેજ અને કિડની ફેલ્યોર જેવી ગંભીર બીમારી થઈ શકે છે. વજન ઓછું કરવા માટે હેલ્ધી ટિપ્સ અપનાવી યોગ્ય છે. કેમ કે, હેલ્ધી બોડીને પોષણયુક્ત આહારની જરૂર હોય છે. ફિઝિકલ એક્ટિવ રહીને પણ વજન નિયંત્રણમાં રાખી શકાય છે.

X
Taking diet pills increases the risk of developing an eating disorder in girls

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી