સર્વે / 15થી 19 વર્ષના યુવાઓમાં મૃત્યુનું ત્રીજું સૌથી મોટું કારણ આત્મહત્યા છે

Suicide is the third leading cause of death among 15- to 19-year-old youth

  • ડિપ્રેશન અને ચિંતાથી વિશ્વ અર્થતંત્રને દર વર્ષે 71 લાખ કરોડ રૂપિયાથી વધુનું નુકસાન
  • હાઇસ્કૂલ અને કોલેજોમાં માનસિક આરોગ્ય કલબની સંખ્યા સતત વધી રહી છે
  • અમેરિકામાં 24થી 39 વર્ષની વયના લોકોમાં તણાવ વધી રહ્યો છે

Divyabhaskar.com

Feb 09, 2020, 02:30 PM IST

દિવ્યશ્રી ડેસ્ક. વિશ્વનાં દરેક શહેરોમાં માનસિક બીમારીઓ વધી રહી છે. તણાવ દિવસેને દિવસે વધી રહ્યો છે. અમેરિકામાં 24થી 39 વર્ષની વય (મિલેનિયલ્સ)ના લોકોમાં તણાવ ઝડપથી ફેલાતી બીમારીની સમસ્યા છે. બ્રિટનમાં ‘ચેરિટી માઇન્ડ સંસ્થા’ દ્વારા કરવામાં આવેલ સર્વેમાં 31 કર્મચારીઓના જણાવ્યા પ્રમાણે, તેઓ માનસિક સમસ્યાનો ભોગ બનેલા છે. તેમાંથી 52 ટકા લોકોના જણાવ્યા પ્રમાણે, તમને પોતાના કાર્યસ્થળે માનસિક સમસ્યાઓનો અનુભવ થાય છે. માનસિક બીમારીઓની લોકોની કાર્યક્ષમતા પર અસર પડે છે. ‘વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન’ (WHO)ના જણાવ્યા મુજબ, ડિપ્રેશન અને ચિંતાથી વૈશ્વિક અર્થતંત્રને દર વર્ષે 71 લાખ કરોડ રૂપિયાથી વધુની ઉત્પાદકતાનું નુકસાન થાય છે.

ઘણા યુવાઓને એજ્યુકેશન લોનની સાથે જીવન-નિર્વાહનો વધતો ખર્ચ પણ ઉઠાવવો પડે છે. તેની સાથે લોકો માનસિક આરોગ્ય પર વધુ ચર્ચા કરવા લાગ્યા છે. હાઇસ્કૂલ અને કોલેજોમાં માનસિક આરોગ્ય ક્લબોની સંખ્યા વધી રહી છે.

અમેરિકી સાઇકિયાટ્રિક એસોસિયેશન ફાઉન્ડેશન એક સેન્ટરના ડાયરેક્ટર ડાર્સી ગ્રુટાડારોના જણાવ્યા પ્રમાણે, કાર્યસ્થળે માનસિક સમસ્યાઓથી પીડિત કર્મચારીઓની મદદ માટે કંપનીઓ અભિયાન ચલાવી રહી છે. ઇન્વેસ્ટમેન્ટ ફર્મ કેકેઆર મેનેજરોને એક પુસ્તિકા વહેંચશે. તેમાં કર્મચારીઓના માનસિક આરોગ્ય પર ધ્યાન રાખવા માટેની ટિપ્સ હશે. 2019માં બેન્ક ઓફ અમેરિકાએ તણાવથી બહાર આવવા માટે 15 મહિનાનું મેનેડર ટ્રેનિંગ પ્રોગ્રામ શરૂ કર્યો હતો. યુનિલિવર, સ્ટારબક્સ અને જેપોઝ સહિત 200 કંપનીઓએ મેન્ટલ હેલ્થ ફર્સ્ટ એડ કાર્યક્રમ શરૂ કર્યો છે. તે ચારથી આઠ કલાકનો કોર્સ ચલાવે છે. તેમાં કર્મચારીઓએ કેવી રીતે પોતાની સમસ્યાથી પીડાતા સાથીઓને સહારો આપવો જોઇએ તે શીખવાડવામાં આવે છે.

સારા કર્મચારીઓને રાખવાની પ્રતિસ્પર્ધા વચ્ચે કંપનીઓ હવે માનસિક આરોગ્યને મહત્વપૂર્ણ આપવા લાગી છે. બેંક ઓફ અમેરિકા, કેકેઆર, બૂઝ હેલન હેમિલ્ટન અને યુનિલિવર જેવી ગ્લોબલ કંપનીઓ કર્મચારીઓને એક બીજાની વચ્ચે ડિપ્રેશનની સ્થિતિ ઓળખવાની ટ્રેનિંગ આપે છે. માઇન્ડ શેર પાર્ટનર્સ કંપનીની સીઇઓ કેલી ગ્રીનવૂડના જણાવ્યા પ્રમાણે, 1950-60ના દાયકાની તુલનાએ હવે કાર્યસંસ્કૃતિમાં બહુ પરિવર્તન આવી ગયું છે. તમારાથી કામ માટે 24 કલાક તૈયાર રહેવાની અપેક્ષા રાખવામાં આવે છે. આ સ્થિતિ અગાઉની પેઢીમાં નહોતી.

2019માં અમેરિકી સાઇકિયાટ્રિક એસોસિયેશનના એક સર્વેમાં જણાવ્યા પ્રમાણે, 20થી 37 વર્ષની વયના 62 ટકા લોકો પોતાના માનસિક આરોગ્ય અંગેની ચર્ચા કરવામાં સહજતા અનુભવ કરે છે. 54થી 72 વર્ષની વયના અડધા લોકો જ એવું કરે છે. નોકરીમાં સમસ્યાથી બહાર આવવાનો કોઇ ઉપાય નહીં મળતા તેઓ કામ છોડી દે છે. 2020માં 23 વર્ષથી ઓછી વયના 75 ટકા લોકો (જનરેશન ઝેડ)એ માનસિક બીમારીને કારણે નોકરી છોડી દીધી.


યુવાઓની વચ્ચે અસ્વસ્થતાનું મુખ્ય કારણ ડિપ્રેશન છે. તેમની વચ્ચે ચિંતા અને બેચેની વધી રહી છે. 15થી 19 વર્ષના યુવાઓમાં મૃત્યુનું ત્રીજું સૌથી મોટું કારણ આત્મહત્યા છે. 2017માં 9મા અને 12મા ધોરણની અમેરિકી અશ્વેત યુવતીઓની વચ્ચે આત્મહત્યાના પ્રયાસનો દર શ્વેત યુવતીઓ કરતાં 70 ટકા વધુ હોવાનું જાણવા મળ્યું હતુ. 20 વર્ષ પહેલાં કેસર પર્માનેન્ટ સંગઠન અને બીમારી નિયંત્રણ સેન્ટરોએ એક રિસર્ચ પ્રકાશિત કર્યું હતુ. તેમાં બાળપણની પીડા અને વ્યથાને આગળ જતાં આરોગ્ય પર પડનારા દુષ્પ્રભાવો સાથે જોડવામાં આવ્યા હતા.

X
Suicide is the third leading cause of death among 15- to 19-year-old youth
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી