ઉપાય / પ્રેગ્નન્સીમાં 13થી 21 સપ્તાહની વચ્ચે પડતા સ્ટ્રેચ માર્ક્સથી બચવા પ્રવાહીનું સેવન વધારો

Stretch marks start falling between 13 and 21 weeks in pregnancy, increasing fluid intake to prevent it.

Divyabhaskar.com

Jul 23, 2019, 07:02 PM IST

દિવ્યશ્રી ડેસ્ક. પ્રેગ્નન્સી પછી સ્ત્રીઓને સૌથી વધારે ચિંતા એમના સ્ટ્રેચ માર્ક્સની હોય છે. પ્રેગ્નન્સી વખતે વજન વધે છે અને પછી ઊતરી જવાથી ત્વચા પર સ્ટ્રેચ માર્ક્સ થાય છે. પ્રેગ્નન્સીમાં 13મા સપ્તાહથી લઈને 21મા સપ્તાહની વચ્ચે સ્ટ્રેચ માર્ક્સ પડવા લાગે છે અને હકીકત એ છે કે સ્ટ્રેચ માર્કથી બચી નથી શકાતું. જો કે તેને ઓછા કરી શકાય છે.

શરીર પર પેટ, સાથળ, હિપ્સ પર નિશાન દેખાવા લાગે છે. શરીર પર સ્ટ્રેચ માર્ક્સ થઈ જવાથી કેટલાંક પ્રકારનાં કપડાં પહેરી શકાતાં નથી. કારણ કે આ નિશાન દૂર કરવાં સરળ નથી હોતાં.

દરેક મહિલાની સ્કિનનું ટેક્સ્ચર અલગ અલગ હોય છે. સ્ટ્રેચ માર્ક્સ થવાનું કારણ છે સ્ક્રીન ઓવર સ્ટ્રેચ થવી કે પછી પ્રેગ્નન્સી બાદ વધારે બ્લીડિંગ, વધારે વજન અને ક્યારેક ક્યારેક ઉંમર વધવાને લીધે પણ સ્ટ્રેચ માર્ક્સ આવી જાય છે. સાથે સ્ટ્રેચ માર્ક્સ થવા માટે જિન્સ પણ એક મુખ્ય કારણ છે. તે ઉપરાંત એવી મહિલાઓ જેમની સ્કિનનો કલર ફેર હોય એટલે કે ગોરી ત્વચા હોય તેમને સ્ટ્રેચ માર્ક્સ વધારે દેખાય છે, અને પ્રેગ્નન્સી દરમિયાન જરૂર કરતાં વધારે વજન હોય તેવી મહિલાઓને પણ સ્ટ્રેચ માર્ક્સ પડી જાય છે.

સ્ટ્રેચ માર્ક્સને દૂર કરવાના ઉપાય

  • વજન ઓછું કરવું
  • પાણી અને પ્રવાહીનું સેવન વધારે કરવું.
  • પોષક ત્ત્તવોથી ભરપૂર આહાર લેવો અને ખોરાકમાં વિટામિન સી અને ડી સામેલ કરવાં.
  • એવો ખોરાક વધારે ખાવો જેમાં ઝિંકનું પ્રમાણ વધારે હોય.
  • મોઇશ્ચરાઇઝર ક્રીમ, નાળિયેર તેલ અને એલોવેરા લગાવવાથી સ્ટ્રેચ માર્ક ઓછા થઈ જશે.
  • સ્ટ્રેચ માર્ક્સ પર દિવેલથી માલિશ કરી ત્યાં ગરમ ટોવેલ વીંટી શેક કરવો.
X
Stretch marks start falling between 13 and 21 weeks in pregnancy, increasing fluid intake to prevent it.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી