રિસર્ચ / પ્રેગ્નન્સીમાં દરમિયાન તણાવ લેવાથી બાળકના વિકાસ પર અસર થાય છે

Stress can affect a child's development during pregnancy

  • ફિનલેન્ડમાં 3,600 મહિલાઓ પર એક રિસર્ચ કરવામાં આવેલું
  • પ્રેગ્નન્સી દરમિયાન વધારે તણાવમાં રહેતી મહિલાઓમાં મિસકેરેજનું જોખમ વધી જાય છે
  • 24 સપ્તાહની પ્રેગ્નન્સીમાં થતા ગર્ભપાતમાં 20 ટકા કેસ તણાવના કારણે થાય છે

Divyabhaskar.com

Oct 03, 2019, 02:36 PM IST

દિવ્યશ્રી ડેસ્ક. ગર્ભાવસ્થા દરમિયાન માતા સ્ટ્રેસમાં હોય તો તેમનાં બાળકોને 30 વર્ષની ઉંમર સુધી આવતાં આવતાં પર્સનાલિટી ડિસઓર્ડર થવાની આંશકા 10 ગણી વધી જાય છે. ફિનલેન્ડમાં 3,600 મહિલાઓ પર એક રિસર્ચ કરવામાં આવેલું તેના અનુસાર, જો લાંબા સમય સુધી હળવો તણાવ હોય તો પણ તે બાળકના વિકાસ પર અસર કરે છે અને જન્મ બાદ તેની અસર વધી જાય છે.


તણાવ સંબંધોમાં સમસ્યા, સામાજિક તત્ત્વો અને માનસિક સમસ્યાઓ સાથે સંકળાયેલાં હોઈ શકે છે. ગર્ભાવસ્થા દરમિયાન માનસિક સ્વાસ્થ્ય સુવિધા મળવાથી મહિલાઓને પર્સનાલિટી ડિસઓર્ડરથી બચાવી શકાય છે.

પર્સનાલિટી ડિસઓર્ડર

જ્યારે કોઈના વ્યક્તિત્વનાં કેટલાંક પાસાં તેમના અને અન્ય લોકોના જીવનને મુશ્કેલ બનાવે છે તો તેને પર્સનાલિટી ડિસઓર્ડર કહેવામાં આવે છે. આવા લોકો જરૂર કરતા વધારે ચિંતામાં રહે છે, ભાવનાત્મક રૂપે અસ્થિર, વિરોધાભાસી અને અસમાજિક હોઈ શકે છે. આવા લોકોને ડિપ્રેશન થવાની શક્યતા વધારે રહે છે.

પ્રેગ્નન્સી દરમિયાન વધારે તણાવમાં રહેતી મહિલાઓમાં મિસકેરેજનું જોખમ વધી જાય છે. આ રિસર્ચ યુનિવર્સિટી કોલેજ ઓફ લંડન અને ચીનની ઝેજંગ યુનિવર્સિટીના સંશોધકોએ કર્યું છે. સંશોધકોનો દાવો છે કે, પ્રેગ્નન્સી દરમિયાન તણાવ લેતી મહિલાઓમાં ગર્ભપાતનું જોખમ 42 ટકા વધી જાય છે.

અગાઉ કરવામાં આવેલા રિસર્ચના જણાવ્યા પ્રમાણે, 24 સપ્તાહની પ્રેગ્નન્સીમાં થતા ગર્ભપાતમાં 20 ટકા કેસ તણાવના કારણે થાય છે, પરંતુ ફરીથી રિસર્ચ કરવામાં આવ્યું તો જાણવા મળ્યું કે,આંકડા તેના કરતાં વધારે છે. એટલું જ નહીં, ફિનલેન્ડમાં કરવામાં આવેલા રિસર્ચમાં એ વાતનો ખુલાસો કરવામાં આવ્યો કે, ગર્ભાવસ્થા દરમિયાન તણાવ લેવાથી જન્મ લેનાર બાળક પર ખરાબ અસર પડે છે.

આ રીતે તણાવ ઓછો કરો

કામનો બહુ તણાવ ન લેવો

યોગ કરવા અથવા સ્ટ્રેચિંગ કરવું.

સ્વિમિંગ કરવું અથવા વોક કરવું

યોગ્ય આહાર લેવો

રાતે જલ્દી સૂઈ જવું

ખુશ રહેવું, હસતાં રહેવું

પુસ્તકો વાંચવાં

પ્રેગ્નન્સીમાં સ્ટ્રેસથી ગર્ભસ્થના શિશુનાં મગજ અને હૃદય પર અસર પડે છે. ગર્ભવતી સ્ત્રીને બ્લડ પ્રેશર સહિત અન્ય સમસ્યા થઈ શકે છે. માતાએ ગર્ભાવસ્થાના અંતિમ સમયમાં તણાવમાં રહેવાથી ગર્ભમાં રહેલા શિશુને ઓછી એનર્જી પહોંચે છે જેથી ગર્ભમાં બાળકનો વિકાસ નથી થતો.

X
Stress can affect a child's development during pregnancy
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી