રિસર્ચ / ગર્ભાવસ્થાના છેલ્લા દિવસોમાં પીઠના બળે સૂવાથી બાળકોમાં લોહી ઓછું થઈ જાય છે

Sleeping in the back during the last days of pregnancy reduces blood pressure in children

  • ગર્ભવતી મહિલાઓએ પીઠના બળે સૂવું 10 સિગારેટ પીવા જેટલું જોખમી 
  • પીઠના બળે ઊંઘતી હોવાથી જન્મ લેનાર બાળકનું વજન ઓછું હોવાની શક્યતા
  • પીઠના બળે સૂવાથી માતાના ગર્ભના આકારના કારણે ગર્ભનાળ સંકુચિત થઈ જાય છે

Divyabhaskar.com

Oct 10, 2019, 12:38 PM IST

દિવ્યશ્રી ડેસ્ક. એક રિસર્ચમાં જણાવ્યા પ્રમાણે ગર્ભાવસ્થાના છેલ્લા સપ્તાહમાં ગર્ભવતી મહિલાઓએ પીઠના બળે સૂવું 10 સિગારેટ પીવા જેટલું જોખમી હોઈ શકે છે. આ રિસર્ચ ઓકલેન્ડ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવ્યું છે.

ન્યૂ ઝીલેન્ડની ‘ઓકલેન્ડ યુનિવર્સિટી’ના વૈજ્ઞાનિકોના જણાવ્યા પ્રમાણે, જે મહિલાઓ પોતાના ગર્ભાવસ્થાના ત્રિમાસિક ગાળા દરમિયાન એક તરફ મોઢું રાખીને પીઠના બળે ઊંઘતી હોવાથી જન્મ લેનાર બાળકનું વજન ઓછું હોવાની શક્યતા ત્રણ ગણી વધી જાય છે.

વૈજ્ઞાનિકોના જણાવ્યા પ્રમાણે, ગર્ભાવસ્થાના છેલ્લા દિવસોમાં પીઠના બળે સૂવાથી બાળકોમાં લોહી ઓછું થઈ જાય છે. પીઠના બળે સૂવાથી માતાના ગર્ભના આકારના કારણે ગર્ભનાળ સંકુચિત થઈ જાય છે.

સંશોધકોના જણાવ્યા પ્રમાણે, કોઈ પણ પ્રકારની બીમારીથી બચવા માટે ગર્ભવતી મહિલાઓને નિયમિત રીતે વ્યાયામ કરવો પણ જરૂરી છે. વ્યાયામથી તેમનું બ્લડ શુગર નિયંત્રિત રહે છે સાથે સાથે માતા અને બાળકોમાં ટાઈપ-2 ડાયાબિટિસ જેવી બીમારીનું જોખમ ઓછું થઈ જાય છે. તેથી ગર્ભાવસ્થા દરમિયાન મહિલાઓએ વધારે સક્રિય રહેવું જોઈએ અને વજન નિયંત્રિત રાખવા માટે જંક ફૂડ ખાવાથી બચવું જોઈએ.

X
Sleeping in the back during the last days of pregnancy reduces blood pressure in children
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી