બ્રેસ્ટ કેન્સર અવેરનેસ મંથ / સાત ભૂલો જે બ્રેસ્ટ કેન્સર થવાનું જોખમ વધારે છે

Seven mistakes that increase the risk of breast cancer

Divyabhaskar.com

Oct 05, 2019, 02:50 PM IST

દિવ્યશ્રી ડેસ્કઃ સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે બ્રેસ્ટ કેન્સર પચાસ વર્ષની ઉંમર પછી થાય છે. પરંતુ અયોગ્ય લાઇફસ્ટાઇલ અને બદલાતી જીવનશૈલીના કારણે આજકાલ ૩૦ની ઉંમરમાં પણ બ્રેસ્ટ કેન્સર થવા લાગ્યું છે. આ ગંભીર રોગ અટકાવવા નીચે આપેલી સાત ભૂલો કરતાં બચવું જોઇએ. ઓક્ટોબર મહિનાને બ્રેસ્ટ કેન્સર અવેરનેસ મંથ તરીકે ઉજવવામાં આવે છે. તો ચાલો જાણીએ બ્રેસ્ટ કેન્સર થતું અટકાવવા કેવા પ્રકારની ભૂલો કરતાં બચવું જોઇએ.

વજન વધવું
મહિલાઓમાં વધતી સ્થૂળતા બ્રેસ્ટ કેન્સરનું કારણ બને છે. ખાસ કરીને મેનોપોઝ પછી મહિલાઓમાં બ્રેસ્ટ કેન્સર થવાનું જોખમ બહુ વધારે વધવા લાગે છે. આવું એટલા માટે થાય છે કારણ કે, શરીરમાં વધુ હોર્મોન્સ ફેટ ટિશ્યૂમાંથી નીકળે છે. બહુ વધુ પ્રમાણમાં ફેટ જ્યારે શરીર પર જમા થલા લાગે ત્યારે એસ્ટ્રોજનનું લેવલ ઘટી જાય છે અને કેન્સરનું જોખમ વધે છે.

બ્રેસ્ટફીડિંગ ન કરાવવું
મોટાભાગની સ્ત્રીઓનું માનવું છે કે સ્તનપાન કરાવવાથી તેમનું ફિગર ખરાબ થઈ જાય છે. તેથી, તેઓ તેને ટાળે છે. આવી સ્ત્રીઓને સ્તન કેન્સર થવાનું જોખમ વધારે રહે છે. સ્તનપાન કરાવવાથી હોર્મોન્સનું સંતુલન રહે છે, જ્યારે સ્તનપાન ન કરાવતી હોય મહિલાઓના હોર્મોન્સમાં અસંતુલન રહે છે તેમને સ્તન કેન્સર થવાનું જોખમ વધે છે.

હેલ્ધી ડાયટ ન લેવું
જે મહિલાઓ તેમના આહારની કાળજી નથી લેતી તેમનામાં બ્રેસ્ટ ટ્યૂમર થવાનું જોખમ વધુ હોય છે. વધુ ગળ્યું, કેચઅપ, સ્પોર્ટ્સ ડ્રિંક, ચોકલેટ મિલ્ક સહિત ખાંડથી ભરપુર ખોરાક સ્તનમાં કેન્સરના કોષોને વધારવામાં મદદ કરે છે. એ જ રીતે, પ્રોસેસ્ડ ફૂડમાં મળતું ફેટ સ્તન કેન્સરનું કારણ બની શકે છે. તેથી આ પ્રકારનો ખોરાક લેવાનું ટાળો. બર્ગર, ફ્રેન્ચ ફ્રાઈસ, ચાટ, લાલ રેડ મીટ જેવું ફાસ્ટ ફૂડ બ્રેસ્ટ કેન્સરનું જોખમ વધારે છે.

ગર્ભ નિરોધક દવાઓ લેવી
જો તમે લાંબા સમય સુધી ગર્ભનિરોધક દવાઓ ખાતાં હો તો તેનાથી પણ સ્તન કેન્સર થવાનું જોખમ 50% વધી જાય છે. આ દવાઓમાં એસ્ટ્રોજનની માત્રા વધુ હોય છે, જે શરીરમાં વધુ પડતી થઈ જાય તો સ્તન કેન્સર થવાનું જોખમ વધે છે. આટલું જ નહીં, બર્થ કંટ્રોલના ઇન્જેક્શન અને અન્ય પદ્ધતિઓથી પણ સ્તન કેન્સરનું જોખમ વધી જાય છે. તેથી તેનો લાંબા સમય સુધી ઉપયોગ કરવાનું ટાળો.

પ્લાસ્ટિક કન્ટેનર્સ
ઘરમાં, પ્રવાસ દરમિયાન અથવા મીટિંગમાં પ્લાસ્ટિકની બોટલોમાં પાણી પીવું અથવા પ્લાસ્ટિકનાં વાસણમાં રહેલો ખોરાક ખાવાથી સ્તન કેન્સરનું જોખમ વધે છે. પ્લાસ્ટિકનાં કન્ટેનરમાં ઈન્ડોક્રાઇન ડિસરપ્ટિંગ કેમિકલ હોય છે, જે શરીરની હોર્મોનલ સિસ્ટમને નુકસાન પહોંચાડે છે.

વર્કઆઉટ ન કરવું
જે મહિલાઓ કસરત કરવાનું ટાળે તેમનામાં સ્તન કેન્સરનું જોખમ અનેકગણું વધી જાય છે. મેનોપોઝ પછી સ્ત્રીઓ માટે કસરત કરવી ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. જો તમને હેવી એક્સર્સાઇઝ કરવી ન ગમતી હોય તો દરરોજ અડધો કલાક ચાલવા જઈ શકો છો. જો તમે ઇચ્છો તો તમે બાગકામ અથવા સ્વિમિંગ જેવા વિકલ્પો પસંદ કરીને પણ તમારી તંદુરસ્તી જાળવી શકો છો. તેનાથી પેટ અને કમરની ચરબી ઘટાડવામાં પણ મદદ મળે છે.

આલ્કોહોલનું સેવન
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના રિપોર્ટ અનુસાર, દારૂ પીવાથી અને ધૂમ્રપાન કરવાથી સ્તન કેન્સર થવાનું જોખમ 8% વધે છે. આલ્કોહોલ મહિલાઓના સેક્સ હોર્મોનનું સ્તર વધારે છે. અમેરિકન મેડિકલ અસોસિએશનના જર્નલના અહેવાલ મુજબ, આલ્કોહોલ સ્તનની ગાંઠની વૃદ્ધિમાં વધારો કરે છે.

X
Seven mistakes that increase the risk of breast cancer
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી