રિસર્ચ / સંશોધકોએ દુનિયામાં પ્રથમ બ્લડ ઇન્ક્યુબેટરની શોધ કરી, જે ગર્ભ નાશ કરનાર ચેપ સામે રક્ષણ આપશે

Researchers invented the world's first blood incubator, which will protect against fetal infections

  • છેલ્લા બે દાયકામાં ભારતમાં વંધ્યત્વના આંકડામાં સતત વધારો જોવા મળ્યો
  •  સંશોધકોએ દુનિયામાં પ્રથમ બ્લડ ઇન્ક્યુબેટરની શોધ કરી 
  • તે ગર્ભવતિ મહિલાઓમાં એન્ટીબોડી શોધીને ગર્ભને નાશ કરનાર સંક્રમણને દૂર કરે છે

Divyabhaskar.com

Oct 02, 2019, 04:06 PM IST

દિવ્યશ્રી ડેસ્ક. છેલ્લા બે દાયકામાં ભારતમાં વંધ્યત્વના આંકડામાં સતત વધારો જોવા મળ્યો છે. તેની પાછળનું કારણ છે તણાવપૂર્ણ જીવનશૈલી, લગ્નની વધતી ઉંમર, દારૂનું વધારે સેવન, મેદસ્વિતાની સાથે મહિલાઓના પેટમાં ઉછરી રહેલા ભ્રૂણને નાશ કરનાર સંક્રમણ હોય છે. જેના કારણે મહિલાઓ માતા બનવાના સુખથી વંચિત રહી જાય છે. પરંતુ હવે મહિલાઓની સ્મસ્યાનો ઉપાય ડોક્ટરોએ શોધી કાઢ્યો છે. સંશોધકોએ દુનિયામાં પ્રથમ બ્લડ ઇન્ક્યુબેટરની શોધ કરી છે.

સંશોધકોએ લેઝક ટેક્નિકની મદદથી દુનિયામાં પહેલું બ્લડ ઇન્ક્યુબેટર શોધી કાઢ્યું છે. તે ગર્ભવતિ મહિલાઓમાં એન્ટીબોડી શોધીને ગર્ભને નાશ કરનાર સંક્રમણને દૂર કરે છે.

હેલ્થ જર્નલમાં પ્રકાશિત રિસર્ચ 'નેચરલ સાયન્ટિફિક'ના જણાવ્યા મુજબ, આ તારણો પેથોલોજી લેબમાંથી પોઈન્ટ-ઓફ -કેર સુધી પ્રી ટ્રાંસફ્યૂઝન ટેસ્ટ લાવી શકે છે, જેમાં ઈન્ડસ્ટ્રીની સરખામણીએ બ્લડ ઈન્કયુબેશનમાં માત્ર 40 સેકન્ડનો સમય લાગે છે જે સામાન્ય પ્રક્રિયામાં પાંચ મિનિટ સુધીનો થાય છે. બ્લડ ઇન્ક્યુબેટર દ્વારા દુનિયામાં રક્ત સંક્રમણથી પસાર થતા દર્દીઓની પહેલા તપાસ કરવામાં મદદ કરી શકે છે. તેના દ્વારા ઇમ્યુનોગ્લોબ્યુલિન જી (આઈજીજી) એન્ટીબોડીને શોધવા માટે 37 ડિગ્રી સેલ્સિયસ પર 15 મિનિટ સુધી ઇન્ક્યુબેશનની જરૂર હોય છે.

X
Researchers invented the world's first blood incubator, which will protect against fetal infections
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી