તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દિવ્યશ્રી ડેસ્ક. સ્તનમાં પંદરથી વીસ દૂધની નળીઓ આવેલી હોય છે, જેને મિલ્ક ડક્ટ કહેવામાં આવે છે. સ્ત્રીઓના સ્તનની નિપલમાંથી જે પ્રવાહી બહાર આવે છે તેને નિપલ સ્તન ડિસ્ચાર્જ કહેવામાં આવે છે. આવી સ્થિતિમાંથી સ્ત્રીઓ સામાન્ય રીતે ગર્ભાવસ્થાના અંતિમ અઠવાડિયા દરમિયાન પસાર થાય છે,પરંતુ ઘણા કિસ્સાઓમાં, ગર્ભાવસ્થા વિના પણ, સ્ત્રીઓ આ પ્રકારની પરિસ્થિતિનો સામનો કરે છે.
આ સ્થિતિના સામાન્ય કારણો છે
ગર્ભાવસ્થા વગર મહિલાઓમાં નિપલ ડિસ્ચાર્જની સમસ્યા થવાના કેટલાક સામાન્ય કારણો છે. જેમાં લાંબા સમય સુધી તણાવમાં રહેવાથી અને વધું તણાવમાં રહેવાથી, જાતીય રીતે વધુ સક્રિય રહેવાથી, શારીરિક સંબંધ વખતે વધું ઉત્તેજીત થવાથી, અમુક કપડાંથી એલર્જી થવી અથવા વધારે ચિંતા કરવાથી.
આ દરમિયાન શું થાય છે
જે સમયે મહિલાઓને નિપલમાંથી ડિસ્ચાર્જની સમસ્યા થાય છે, તે દરમિયાન તેમની નિપલમાંથી પાણી જેવું અથવા દૂધ જેવું દ્રવ્ય નીકળે છે. તે પોતાની જાતે નીકળતું રહે છે અને જો નિપલ અને બ્રેસ્ચને હળવેથી દબાવવામાં આવે તો વધારે પ્રમાણમાં તે નીકળે છે. આ સ્થિતિમાં કેટલીક સ્ત્રીઓને બ્રેસ્ટમાં અન્ય સમસ્યા થઈ શકે છે જ્યારે અન્ય સ્ત્રીઓને કોઈ સમસ્યા નડતી નથી.
શું છે તેનું કારણ
નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે, બ્રેસ્ટમાં ટિશ્યૂ અથના સિસ્ટ બનતા હોઈ તો આવું થઈ શકે છે. આ સ્થિતિને ફાઈબ્રોસિસ્ટીક કહેવામાં આવે છે. આ સ્થિતિમાં સામાન્ય રીતે નિપલમાંથી પાણી જેવું સેફેદ દૂધિયા કલરનું ડિસ્ચાર્જ થાય છે. જ્યારે અમુક કિસ્સાઓમાં તે આછા પીળા અથવા આથા લીલા કલરનું પણ હોઈ શકે છે.
આ પણ કારણ હોઈ શકે છે
સ્ત્રીઓમાં હોર્મોનલ ડિસબેલેન્સની સમસ્યા સામાન્ય હોઈ છે. કેટલીક સ્ત્રીઓ જે હોર્મોન્સથી સંબંધિત દવાઓ લેતી હોય છે, તેમને આ પ્રકારની સમસ્યા થઈ શકે છે. નશાયુક્ત પદાર્થ લેતી હોય તેવી સ્ત્રીઓને પણ આ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. તેની સાથે બ્રેસ્ટમાંથી ડિસ્ચાર્જ થવાનું એક કારણ પિટ્યૂઇટરી ગ્રંથિમાં ટ્યૂમર હોવાથી પણ આવું થાય છે. બ્રેસ્ટ સંબંધિત કોઈ ચેપ પણ તેનું કારણ હોઈ શકે છે.
મેનોપોઝ પણ કારણ હોઈ શકે છે
45 કરતાં વધુ અથવા તેની આસ-પાસની ઉંમરની સ્ત્રીઓમાં મેનોપોઝના કારણે હોર્મોન્સમાં ઝડપથી ફેરફાર થતા રહે છે. તો બીજી તરફ નાની ઉંમરની સ્ત્રીઓમાં પિરિઅડ્સ દરમિયાન થતા હોર્મોન્સ ફેરફારના કારણે પણ આ સમસ્યા થઈ શકે છે. પરંતુ જો આ સમસ્યા આગળ જતા જોખમકારક સાબિત થાય તો ડોક્ટર પાસે જરૂરથી તપાસ કરાવવી જોઈએ.
યોગ્ય સારવાર
જો તમને આ પ્રકારની સમસ્યા હોઈ તો સમય બગાડ્યા વિના એક વખત ડોક્ટર પાસે તપાસ કરાવવી જોઈએ. જેથી કોઈ પણ સમસ્યા આગળ વધતાં પહેલાં સમસ્યાને ઓળખીને યોગ્ય સમયે તેની સારવાર કરી શકાય.
પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.