તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Pregnant Women Refrain From Traveling Abroad To Avoid The Corona Virus

પ્રેગ્નનેટ મહિલાઓએ કોરોના વાયરસથી બચવા માટે વિદેશ યાત્રા કરવાનું ટાળવું

7 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્રેગ્નનેટ મહિલાઓ ભીડભાડ વાળી જગ્યાએ ન જવું
  • સાધારણ સર્જિકલ માસ્કની જગ્યાએ n95 માસ્કનો ઉપયોગ કરવો

દિવ્યશ્રી ડેસ્ક. કોરોના વાયરસનો કહેર યથાવત છે. ચીનમાં અત્યાર સુધીમાં 630થી વધારે લોકોનાં મોત નીપજ્યાં છે અને 30 હજારથી વધુ લોકો આ વાયરસથી સંક્રમિત છે.ચીનની બહાર હોંગકોંગ અને ફિલિપાઇન્સમાં પણ કોરોના વાયરસના કારણે 1-1 વ્યક્તિના મોત નિપજ્યાં છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન ( WHO)એ કોરોનાને ઈન્ટરનેશનલ હેલ્થ ઈમરજન્સી જાહેર કરી છે અને લોકો માટે પબ્લિક એડવાઈઝરી પણ જારી કરી છે જેથી વધુમાં વધુ લોકો આ જોખમી અને જીવલેણ વાયરસથી બચી શકે. આવી સ્થિતિમાં પ્રેગ્નેટ મહિલાઓએ પણ સાવધાની રાખવી જરૂરી છે. 

પ્રેગ્નન્સી દરમિયાન રોગપ્રતિકારક શક્તિમાં ફેરફાર થાય છે
જ્યારે કોઈ મહિલા ગર્ભવતી હોય છે તો તેની રોગપ્રતિકારક શક્તિ એટલે કે રોગ સામે લડવાની ક્ષમતા ઘટી જાય છે, જેના કારણે પ્રેગ્નન્સી દરમિયાન રેસ્પિરેટરી ઈન્ફેક્શન એટલે કે શ્વાસ સંબંધી કોઈપણ પ્રકારનું ઈન્ફેક્શન થવાનું જોખમ વધી જાય છે. તેથી જરૂરી છે કે, પ્રેગ્નેન્ટ મહિલાઓએ સામાન્ય તાવ, ઈન્ફલ્યુએન્ઝા અને ઉધરસની રસી અગાઉથી લેવી જેથી તેમને કોઈ પ્રકારની સમસ્યાનો સામનો ન કરવો પડે. જો કે, અત્યાર સુધી આ કોરોના વાયરસથી બચવા માટે કોઈપણ પ્રકારની રસીની શોધ કરવામાં આવી નથી તેથી પ્રેગ્નેન્ટ મહિલાઓએ સાવધાની રાખવી જરૂરી છે જેથી તેઓ આ વાયરસના ઈન્ફેક્શનથી બચી શકે. 

આટલી બાબતોનું ધ્યાન રાખવું

-હાથની સ્વચ્છતાનું ધ્યાન રાખવું
દરરોજ નિયમિતપણે હેન્ડવોશ કરવું. તેના માટે સાબુ અથવા પાણીનો ઉપયોગ કરીને ઓછામાં ઓછો 20 સેકન્ડ સુધી હાથને બરાબર સાફ કરવા. ખાસ કરીને ટોઈલેટ ગયા બાદ અને જમતા પહેલા અચૂક હાથ ધોવા. જો તમે ઘરની બહાર હો, તો તમે આલ્કોહોલ આધારિત હેન્ડ સેનિટાઈઝરનો પણ ઉપયોગ કરી શકો છો.

-ભીડભાડવાળી જગ્યાએ જવાનું ટાળવું
પ્રેગ્નનેટ મહિલાઓ આ સમયે ભીડભાડવાળી જગ્યાએ જવાનું ટાળવું જોઈએ, કેમ કે, હવામાં રહેલાં વાયરસથી ઈન્ફેક્શનું જોખમ રહે છે. પરંતુ જો પબ્લિક પ્લેસ અથવા ક્રાઉડેટ પ્લેસ પર જવું પડે તેમ હોય તો માસ્ક પહેરીને જવું. સાધારણ સર્જિકલ માસ્કની જગ્યાએ n95 માસ્કનો ઉપયોગ કરવો. સાર્વજનિક સ્થળે લોકોથી ઓછામાં ઓછા 1 મીટર અથવા 3 ફુટનું અંતર રાખવું. 

-છીંક આવે ત્યારે મોઢાની આગળ રૂમાલ રાખવો
જો તમને ઉધરસ અથવા છીંક આવે ત્યારે મોઢાની આગળ રૂમાલ રાખવો. બીજા લોકોને પણ આવું કરવા માટે પ્રેરિત કરવા. ઉપયોગમાં લીધેલા ટીશ્યૂ કે રૂમાલને ડસ્ટબિનમાં ફેંકી દો અને હાથને બરાબર રીતે સાફ કરી લો. 

-ટ્રાવેલ કરવાનું ટાળવું
ચીન અને તેની આસપાસના દેશ જ્યાં કોરોના વાયરસ સૌથી વધારે ફેલાયેલો છે, તેવા દેશોની મુસાફરી કરવાનું ટાળવું જોઈએ. સાથે થઈ શકે તો પ્રેગ્નેન્ટ મહિલાઓએ દરેક પ્રકારના ઈન્ફેક્શનથી બચવા માટે થોડા દિવસ સુધી વિદેશ યાત્રા કરવાનું ટાળવું જોઈએ. 

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય આર્થિક પક્ષ પહેલાંથી વધારે સક્ષમ અને સુદૃઢ સ્થિતિમાં રહેશે. થોડાં સમયથી ચાલી રહેલી ચિંતાઓથી રાહત મળશે. પરિવારના લોકોની દરેક નાની-મોટી જરૂરિયાતો પૂર્ણ કરવામાં તમને આનંદ મળશે. નેગેટિવ...

વધુ વાંચો