પ્રેગ્નન્સી અવેરનેસ વીક / નોકરી કરતી ગર્ભવતી મહિલાઓએ સવારનો નાસ્તો કરવાનું ન ટાળવું

Pregnant women at work should not avoid having breakfast

  • ગર્ભવતી મહિલાઓ માટે વધારે પાણી પીવું જરૂરી છે
  • એક જ સ્થિતિમાં વધારે સમય સુધી બેસી રહેવાથી સમસ્યા થઈ શકે છે

Divyabhaskar.com

Feb 14, 2020, 01:28 PM IST

દિવ્યશ્રી ડેસ્ક. ઈન્ટરનેશનલ જર્નલ ઓફ કમ્યુનિટી મેડિસિન એન્ડ પબ્લિક હેલ્થ (IJCMP)ના રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે, વિશ્વમાં અંદાજે 5 લાખ 29 હજાર મહિલાઓનું મૃત્યુ પ્રેગ્નન્સી દરમિયાન થાય છે, જેમાંથી સૌથી મોટું કારણ હાઈ રિસ્ક પ્રેગ્નન્સી પણ છે. તે ઉપરાંત ભારતમાં હાઈ રિસ્ક પ્રેગ્નન્સીનો દર 20થી 30 ટકા છે. તો બીજી બાજુ નોકરી કરતી મહિલાઓની વાત કરીએ તો ભાગદોડની વચ્ચે તેઓ પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે ધ્યાન નથી આપી શકતી. નોકરી કરતી મહિલાઓએ આટલી બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે.

સવારનો નાસ્તો કરવો
ઓફિસે જવાની ઉતાવળમાં મોટાભાગની મહિલાઓ નાસ્તો કરવાનું ટાળતી હોય છે. પરંતુ પ્રેગ્નન્સી દરમિયાન સવારનો નાસ્તો ન કરવાથી ઘણી સમસ્યા થઈ શકે છે. સવારનો નાસ્તો એ આખા દિવસનો સૌથી મહત્ત્વપૂર્ણ આહાર છે. પ્રેગ્નન્સી દરમિયાન તેનું મહત્ત્વ વધારે વધી જાય છે. નાસ્તો ન કરવાથી ગર્ભમાં ઊછરી રહેલ બાળક પર ખરાબ અસર પડે છે. એટલા માટે સવારે નાસ્તો કરવાનું ટાળવું ન જોઈએ. ધ્યાન રાખવું કે, સવારના નાસ્તામાં પ્રવાહી પદાર્થ, જેમ કે, જ્યુસ, ઠંડા પીણા લેવાનું ટાળવું. તેનાથી ઉબકા આવી શકે છે.

તમારી જાતને હાઈડ્રેટ રાખો
પ્રેગ્નન્સી દરમિયાન દરેક મહિલાએ પર્યાપ્ત માત્રામાં પાણી પીવું જરૂરી છે અને નોકરી કરતી મહિલાઓએ વધારે પાણી પીવું જોઈએ. પ્રેગ્નન્સીમાં ઓછું પાણી પીવું જોખમી સાબિત થઈ શકે છે. હકીકતમાં પ્રેગ્નન્સી દરમિયાન તમારા શરીરમાં થઈ રહેલા ફેરફારોની જરૂરિયાતોને પૂરી કરવા માટે વધારે પાણી પીવાની જરૂર પડે છે. તે તમને ડિહાઈડ્રેશનથી બચાવે છે.


જંક ફૂડ ન ખાવું
ઓફિસમાં વધારે સમય રહેવાથી તમને ભૂખ લાગે તે સ્વાભાવિક છે. તેથી મોટાભાગની ગર્ભવતી મહિલાઓ ભૂખ લાગે ત્યારે જંક અને પેકેજ્ડ ફૂડ અથવા અનહેલ્ધી ફૂડ ખાય છે. આ પ્રકારના ખોરાકમાં કાર્બોહાઈડ્રેટ/ચરબી ભરપૂર પ્રમાણમાં હોય છે, પરંતુ પોષક પદાર્થોની ઊણપ હોય છે. તાજેતરમાં કરવામાં આવેલ રિસર્ચમાં જણાવ્યા પ્રમાણે, પ્રેગ્નન્સી દરમિયાન ચિપ્સ, નૂડલ્સ અને બર્ગર જેવા જંક ફૂડનું સેવન કરવાથી ગર્ભમાં ઊછરી રહેલા બાળકના સ્વાસ્થ્ય માટે જોખમી સાબિત થઈ શકે છે. એટલા માટે જંક ફૂ઼ડનું સેવન કરવાનું ટાળવું.


બ્રેક જરૂરી છે
પ્રેગ્નન્સી દરમિયાન ઓફિસમાં ખુરશી પર 8થી 9 કલાક બેસવું નહીં. આવું કરવાથી તમારા શરીરના પોશ્ચર અને કમરમાં દુખાવાની ફરિયાદ વધી શકે છે. આ સમસ્યાથી બચવા માટે કામની વચ્ચે વચ્ચે બ્રેક લેવો જરૂરી છે. પાણી પીવા માટે ઉભા થવું અથવા કોરિડોરમાં થોડીવાર ફરવું. પ્રેગ્નન્સી દરમિયાન એવું કોઈ કાર્ય ન કરવું, જેમાં ભાગદોડ વધારે હોય. આવું કરવાથી તમને સમસ્યા થઈ શકે છે. હંમેશાં ધીરે ધીરે ચાલવું અને વારંવાર સીઢી ચઢવી ઉતરવી નહીં.

રેડિયેશનથી દૂર રહેવું
એવી વસ્તુઓથી દૂર રહેવું, જેનાથી રેડિએશનનું જોખમ વધી જાય છે. ઊંઘતી વખતે મોબાઈલ સાથે ન રાખવો. ખોળામાં લેપટોપ લઈને કામ ન કરવું અને ઓફિસમાં સર્વર રૂમની આસપાસ પણ ન જવું. તે ઉપરાંત ઓફિસમાં ખુરશી પર બેસતી વખતે પગ લટકતા ન રાખવા. પોતાના ટેબલની નીચે સ્ટૂલ અથવા લેગ સપોર્ટ રાખવો. જ્યારે પણ ખુરશી પર બેસો તો પગને સપોર્ટ પર રાખવા. તેનાથી પગમાં સોજો અથવા પગની ઘૂંટીમાં દુખાવો નહીં થાય. તે ઉપરાંત ડોક્ટરની પાસે તપાસ કરાવતા રહેવું.

X
Pregnant women at work should not avoid having breakfast
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી