સલાહ / પ્રેગ્નન્સીમાં બસ કે ફ્લાઈટની જગ્યાએ ટ્રેનમાં મુસાફરી વધુ સુરક્ષિત છે  

Pregnancy travel is safer than bus or flight

  • પ્રેગ્નન્સી દરમિયાન ખાવા-પીવાથી લઈને હરવા-ફરવાની તમામ બાબતોનું ધ્યાન રાખવું પડે છે
  • ડોક્ટરો પણ પ્રેગ્નન્સી દરમિયાન મહિલાઓને ટ્રેનમાં મુસાફરી કરવાની સલાહ આપે છે
  • ટ્રેનમાં ઉઠવા-બેસવાથી લઈને હરવા ફરવાની પણ જગ્યા હોય છે

Divyabhaskar.com

Nov 26, 2019, 12:57 PM IST

દિવ્યશ્રી ડેસ્ક. પ્રેગ્નન્સી દરમિયાન ઘણી બાબતોનું ધ્યાન રાખવું પડે છે. પ્રેગ્નન્સી દરમિયાન થોડી પણ બેદરકારી રાખવામાં આવે તો તે માતા અને ગર્ભમાં ઉછરી રહેલા બાળક માટે જોખમકારક સાબિત થઈ શકે છે. તેથી જ પ્રેગ્નન્સી દરમિયાન ખાવા-પીવાથી લઈને હરવા-ફરવાની તમામ બાબતોનું ધ્યાન રાખવું પડે છે. તે ઉપરાંત પ્રેગ્નન્સીમાં ટ્રાવેલિંગ કરતા સમયે બહું ધ્યાન રાખવું પડે છે. તેથી પ્રેગ્નન્સી દરમિયાન હાઈવ મુસાફરી કે બસમાં ટ્રાવેલ કરવાની જગ્યાએ રેલવેમાં મુસાફરી વધારે સુરક્ષિત માનવામાં આવે છે. ડોક્ટરો પણ પ્રેગ્નન્સી દરમિયાન મહિલાઓને ફ્લાઈટમાં કે બસમાં ટ્રાવેલ કરવાની જગ્યાએ ટ્રેનમાં મુસાફરી કરવાની સલાહ આપે છે.

પ્રેગ્નન્સીમાં બસમાં કે ગાડીમાં લાંબી મુસાફરી સુરક્ષિત માનવામાં નથી આવતી. કેમ કે, રસ્તાઓ ખાડાવાળા હોય, વળાંકવાળા હોય તે ઉપર અને નીચેની તરફ ઢાળવાળા હોવાથી પ્રેગ્નન્સીમાં જોખમ ઉભું થઈ શકે છે. અચાનક બ્રેક મારવાથી અથવા વળાંક આવે ત્યારે તમને સમસ્યા થઈ શકે છે. તો બીજી તરફ ફ્લાઈટની મુસાફરીની વાત કરીએ તો, પ્રેગ્નન્સી દરમિયાન ફ્લાઈટની મુસાફરી કરતી વખતે બેચેની અનુભવો તો પણ તમારી પાસે ત્યારે બીજો કોઈ વિકલ્પ નથી રહેતો ત્યારે તમારે એવી જ પરિસ્થિતિમાં મુસાફરી કરવી પડે છે. મોટાભાગની એરલાઈન્સ કંપનીઓ પ્રેગ્નન્ટ મહિલાઓને અમુક સમય બાદ સ્વાસ્થ્યની સ્થિતિને ધ્યાનમાં રાખતા મુસાફરી કરવાની પરવાનગી નથી આપતી. તેવામાં ટ્રેનની મુસાફરી પ્રેગ્નન્સી દરમિયાન સુરક્ષીત માનવામાં આવે છે. ટ્રેનમાં ઉઠવા-બેસવાથી લઈને હરવા ફરવાની પણ જગ્યા હોય છે. જો તમને એવું લાગતું હોય કે તમારી તબિયત ખરાબ થઈ રહી છે તો તમે કોઈ બીજા સ્ટેશન પર ઉતરીને ડોક્ટરની પાસે સારવાર કરાવી શકો છો.

ક્યારે ન કરવી જોઈએ મુસાફરી
પ્રેગ્નન્સીના શરૂઆત અને છેલ્લા 3 મહિના દરમિયાન પ્રેગ્નન્ટ મહિલાને થાક, નબળાઈ અને ગભરામણ જેવી સમસ્યા થવા લાગે છે. એટલા માટે આ મહિલાઓએ મુસાફરી કરવાથી બને એટલું દૂર રહેવું. આ દરમિયાન મુસાફરી કરવાથી ગર્ભપાતનું જોખમ વધી જાય છે.

મુસાફરી કરતા પહેલા તપાસ કરાવવી લેવી
પ્રેગ્નન્સી દરમિયાન લેવામાં આવતી તમામ દેવાઓ અને મેડિકલ ફાઈલને સાથે રાખીને મુસાફરી કરવી. મુસાફરી પહેલા ડોક્ટર પાસે જઈને તપાસ કરાવવી. જ્યારે લાંબી મુસાફરી કરી રહ્યા હો તો એક જ સ્થિતિમાં વધારે સમય સુધી બેસી ન રહેવું. શક્ય હોય તો થોડી વાર સૂઈ જવું. સારા પુસ્તકો વાંચવા અને કોઈ પણ પ્રકારની સમસ્યા થાય તો તરત ફેમિલી ડોક્ટરને ફોન કરીને તેમની પાસેથી સલાહ લેવી.

ખાવા-પીવાનું ધ્યાન રાખવું
મુસાફરી દરમિયાન ડાયટ પ્લાન અચૂક બનાવો. સ્ટેશન પર આવતી દુકાનોમાંથી ખાવાનું ન ખરીદવું. બને ત્યાં સુધી ઘરેથી ખાવાનું બનાવીને લઈ જવું. જો તમને વધારે ભૂખ લાગતી હોય તો તમે ફ્રૂટનું ખઈ શકો છો. પ્રેગ્નન્સીમાં હાઈડ્રેટેડ રહેવા માટે પાણીની બોટલ સાથે જ રાખવી.


નીચેની બર્થ પસંદ કરવી
ટ્રેનમાં મુસાફરી કરતી વખતે તમને કોઈ સમસ્યા ન થાય તે માટે પહેલાથી જ બધી તૈયારીઓ કરી લેવી. તમારી ટિકિટ કન્ફર્મ છે કે નહીં તે ચેક કરી લેવી. જો ટિકિટ વેઈટિંગ અથવા આરએસીમાં પણ છે મુસાફરી ન કરવી. સુપરફાસ્ટ ટ્રેનમાં મુસાફરી કરવી કેમ કે, આવી ટ્રેનો વધારે સમય નથી લેતી. સાઈડ બર્થ માટે અપ્લાઈ કરો. પ્રેગ્નનેટ મહિલાઓને ટ્રેનની મુસાફરી દરમિયાન એસી, સેકન્ડ એસી, થર્ડ એસી અથવા સ્લીપર કોચમાં નીચેની બર્થ આપવામાં આવે છે.

X
Pregnancy travel is safer than bus or flight
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી