રિસર્ચ / ઓટિઝમથી પીડિત બાળકોના માતા-પિતાને શારીરિક અને ભાવનાત્મક રીતે ઘણી મુશ્કેલીઓ સહન કરવી પડે છે

Parents of children with autism have many physical and emotional difficulties.

  • સંભાળ રાખનાર માતા-પિતા પર દુર્વ્યવહાકનો આરોપ મૂકવામાં આવે છે
  • ઓટિઝમવાળા બાળકો હોય એવા પરિવારો ઘણી મુશ્કેલીઓનો સામનો કરતા હોય છે

Divyabhaskar.com

Jan 08, 2020, 05:02 PM IST

દિવ્યશ્રી ડેસ્ક. ઓટિઝમની બીમારીથી પીડાતા બાળકોના પરિવારને શારીરિક અને ભાવનાત્મક રીતે ઘણી મુશ્કેલીઓ સહન કરવી પડે છે અને કેટલીક વાર તેમના પર બાળકો સાથેના દુર્વ્યવહારનો આરોપ મૂકવામાં આવે છે. આ વાત એક રિસર્ચના પરિણામોમાં જણાવવામાં આવી છે. ઓટિઝમ બાળકોની વિકાસ પ્રક્રિયા સાથે જોડાયેલ એક બીમારી છે જે તેમના શારિરીક તથા માનસિક વિકાસ પર વિપરીત અસર પડે છે.

અમેરિકામાં રુટજર્સ યુનિવર્સિટીના સંશોધકો સહિત અન્ય નિષ્ણાતોએ ઓટિઝમ સ્પેક્ટ્રમ ડિસઓર્ડરથી પીડિત 2થી 20 વર્ષની ઉંમરના 16 લોકોની સંભાળ રાખનાર 25 લોકો પર આ રિસર્ચ કરવામાં આવ્યું.

રિસર્ચમાં એ વાત પર ધ્યાન આપવામાં આવ્યું કે, આ બાળકોની સંભાળ તેમના પારિવારિક વ્યસ્થા, પરિવારનો લોકોની શારીરિક તથા ભાવનાત્મક સ્વાસ્થ્ય, સામાજિક કાર્યો વગેરે પર કેવી રીતે અસર કરે છે. ઈન્ટરનેશન જર્નલ ઓફ ઓટિઝમ એન્ડ રિલેટેડ ડિસેબ્લિટીમાં પ્રકાશિત રિસર્ચમાં જણાવ્યા અનુસાર, ઓટિઝમવાળા બાળકો હોય એવા પરિવારો ઘણી મુશ્કેલીઓનો સામનો કરતા હોય છે.

રિસર્ચમાં જણાવ્યા પ્રમાણે, આવા પરિવાર સામાજિક એકલતાથી પણ પીડાય છે. રુટજર્સ યુનિવર્સિટીમાં ન્યૂરોલોજીના પ્રોફેસર તથા રિસર્ચના સહ-લેખક શુ મિંગના જણાવ્યા પ્રમાણે, ઓટિઝમ સ્પેક્ટ્રમ ડિસઓર્ડરથી લોકો પર પડનારી અસરને લઈને જાગૃતા વધી છે.

X
Parents of children with autism have many physical and emotional difficulties.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી