હેલ્થ / ડેન્ગ્યુ જેવી બીમારીને પપૈયાનાં પાનનો જ્યૂસ દૂર ભગાડે છે

Papaya leaf juice removes disease like dengue

Divyabhaskar.com

Jul 09, 2019, 07:43 PM IST

હેલ્થ ડેસ્ક. જ્યારે કુદરતી અને આયુર્વેદિક રીતે બીમારીથી બચવા અને સ્વાસ્થ્ય સારું રાખવાની વાત આવે ત્યારે સૌથી પહેલાં લીમડો, તુલસી, એલોવેરા અને ફૂદીનાનું નામ લેવામાં આવે છે. હવે આ લિસ્ટમાં એક પપૈયાના પાન પણ સામેલ થઈ ગયાં છે. આયુર્વેદમાં પણ પપૈયાનાં પાનને જીવલેન બીમારીઓથી બચવા માટેના અક્સીર ઈલાજ તરીકે ગણવામાં આવ્યા છે.

આ રીતે પપૈયાના પાનનો રસ બનાવો

પપૈયાનાં પાન સીધા ખાઈ શકાતા નથી આથી તેનો રસ કાઢીને પીવો જોઈએ તેનાથી ઘણો ફાયદો થાય છે. તેના માટે પપૈયાનાં 5થી 10 તાજાં પાન લઈને તેને 5થી 6 વખતા સારી રીતે પાણીથી ધોઈ લેવા. હવે તેને જ્યૂસર મશીનમાં નાખીને પીસી લેવાં. બ્લેન્ડરનો ઉપયોગ કરીને પણ પાનને ક્રશ કરી શકાય છે. હવે પપૈયાનાં પાનનાં જ્યૂસને કોટનના કપડા કે ગરણીથી ગાળી લેવો. જરૂરી નથી કે આ જ્યૂસને તરત પીવો જોઈએ. તમે તેને કાચની બોટલમાં ભરીને ફ્રિઝમાં પણ રાખી શકો છો અને પછીથી પી શકો છો.

ડેન્ગ્યુમાં લોહીમાં વ્હાઈટ સેલ્સ અને પ્લેટલેટ્સને વધારવામાં મદદ કરે છે

ડેન્ગયુ થયો હોય ત્યારે લોહીમાં વ્હાઈટ સેલ્સ અને પ્લેટલેટ્સની સંખ્યા ઝડપથી ઘટી જાય છે. શરદી, તાવ, અને સાંધાના દુઃખાની તકલીફ વધી હોય અને ખાસ કરીને પ્લેટલેટ્સમાં ઘટાડો થયો હોય. તાવના કારણે શરીર દુઃખતું હોય તો તે સ્થિતીમાં પપૈયાના પાનમાં રહેલા આર્યુર્વેદિક ગુણો તાવને દૂર કરવાની સાથે લોહીમાં વ્હાઈટ સેલ્સ અને પ્લેટલેટ્સની સંખ્યા વધારવામાં મદદ કરે છે. પપૈયામાં અલ્કલાઈડ, પપૈયા જેવા કેટલાંક મહત્વપૂર્ણ પોષક તત્ત્વ હોય છે, જે શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. તેનાથી શરીરમાં ફેલાતા રોગનાં વાયરસ અને બેક્ટેરિયાને કંટ્રોલ કરવામાં મદદ મળે છે.

મલેરિયાને ધરમૂળથી દૂર કરે છે

મેડિકલ સાયન્સ પણ હવે એ વાતની સાક્ષી પૂરે છે કે, પપૈયાનાં પાનનો જ્યૂસ અથવા અર્ક દ્વારા મલેરિયાને દૂર ભગાડી શકાય છે. પપૈયાના પત્તામાં પ્લાઝ્મોડીસ્ટેટિક તત્ત્વો હોય છે, જે આડકતરી રીતે મલેરિયાના તાવને દૂર કરવામાં મદદ કરે છે.

પાચનતંત્ર સ્વસ્થ રહેશે

પપૈયાનાં તાજાં પાનમાં પેપિન, કાઈમોપેપિન અને કેટલાંક જરૂરી ફાયબર હોય છે. આથી જ પપૈયાનાં પાનનો જ્યૂસ આપણા પાચનતંત્રને તંદુરસ્ત કરવાની સાથે પેટ ફુલવું, છાતીમાં બળતરા, ખાટા ઓડકાર, અપચો તેમજ કબજિયાત જેવી સમસ્યાઓ દૂર કરવામાં મદદ કરે છે.

X
Papaya leaf juice removes disease like dengue
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી