રિસર્ચ / મેદસ્વિતાથી બાળકોની યાદશક્તિ નબળી થઈ જાય છે, વિચારવા અને આયોજન કરવાની ક્ષમતાને પણ અસર કરે છે

સંશોધકોએ જણાવ્યું કે, વધારે બોડી માસ ઇન્ડેક્સના કારણે મેમરી નબળી થઈ જાય છે
સંશોધકોએ જણાવ્યું કે, વધારે બોડી માસ ઇન્ડેક્સના કારણે મેમરી નબળી થઈ જાય છે

  • યુનિવર્સિટી ઓફ વર્મોન્ટ અને યેલ યુનિવર્સિટીના રિસર્ચમાં આ વાત સામે આવી
  • સંશોધકોએ 10 વર્ષની ઉંમરના 10 હજાર કિશોરોનો ડેટા એકત્રિત કર્યો

Divyabhaskar.com

Jan 07, 2020, 01:42 PM IST

દિવ્યશ્રી ડેસ્ક. મેદસ્વિતા સમગ્ર વિશ્વમાં રોગચાળાની જેમ ફેલાઈ રહી છે. તાજેતરના એક રિસર્ચમાં જણાવ્યા પ્રમાણે, મેદસ્વિતાના કારણે બાળકોની યાદશક્તિ નબળી થઈ જાય છે. રિસર્ચમાં જણાવ્યા મુજબ, મેદસ્વિતાનો ભોગ બનેલાં બાળકોમાં સામાન્ય વજન ધરાવતાં બાળકોની સરખાણીમાં યાદશક્તિ તો નબળી હોય જ છે, પણ સાથે તેમને વિચારવા અને આયોજન કરવામાં પણ મુશ્કેલી થાય છે.

અમેરિકાની વર્મોન્ટ યુનિવર્સિટી અને યેલ યુનિવર્સિટીના સંશોધકો દ્વારા આ રિસર્ચમાં 10 વર્ષના 10 હજાર કિશોરોનો ડેટા લેવામાં આવ્યો અને બાદમાં તેનું વિશ્લેષણ કરવામાં આવ્યું. રિસર્ચમાં દર બે વર્ષ દરમિયાન તમામ સહભાગીઓની તપાસ કરવામાં આવી અને તેમના બ્લડ સેમ્પલની તપાસ કરવામાં આવી. સાથે તેમના મગજનું સ્કેનિંગ પણ કરવામાં આવ્યું. આ રિસર્ચના વૈજ્ઞાનિકોએ અગાઉ એક રિસર્ચનો સપોર્ટ કર્યો, જેમાં જણાવવામાં આવ્યું હતું કે, વધારે બોડી માસ ઇન્ડેક્સ (BMI) ધરાવતાં બાળકોની વર્કિંગ મેમરી નબળી હોય છે.

વધારે બોડી માસ ઇન્ડેક્સને કારણે મેમરી નબળી પડે છે
વર્મોન્ટ યુનિવર્સિટીના જેનિફર લોરેન્ટના જણાવ્યા પ્રમાણે, આ રિસર્ચમાં પણ સંશોધકોને જાણવા મળ્યું કે, વધારે BMI બાળકોના સેરેબ્રલ કોર્ટેક્સ (મગજનું આચ્છાદન) પાતળું થઈ જાય છે. સેરેબ્રલ કોર્ટેક્સ એક સ્તર છે જે મગજના બાહ્ય ભાગને આવરે છે. તે પાતળું થવાથી મગજની વિચારવાની, યાદ રાખવાની ક્ષમતાને અસર કરે છે. અગાઉ બ્રિટનના પ્રતિષ્ઠિત મૅડિકલ જર્નલ 'લાન્સેટ' પ્રકાશિત કરવામાં આવેલ રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે, સમગ્ર વિશ્વમાં ત્રીજા ભાગના દેશો જે ઓછી આવક ધરાવે છે તેઓ મેદસ્વિતા અને કુપોષણની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. આવું ખાવા-પીવાની બદલાતી પ્રણાલીને કારણે થઈ રહ્યું છે. આ રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે, છેલ્લાં થોડાં વર્ષોથી ઓછી આવકવાળા દેશોમાં સુપરમાર્કેટ્સ વધી ગયા છે અને તાજી ખાવા-પીવાની વસ્તુ મળતા બજાર બંધ થવા લાગ્યા છે જેને લીધે સ્થિતિ ખરાબ થઈ છે.


બાળકોને વ્યાયામ કરવાની ટેવ પાડવી પડશે
જેનિફરના જણાવ્યા પ્રમાણે, આપણા બાળકોના ડાયટમાં ફેરફારની સાથે સાથે તેમનામાં વ્યાયામ કરવાની ટેવ વિકસાવવી પડશે. કેમ કે, મેદસ્વિતા બાળકોને માત્ર બીમારીઓ આપશે એવું નથી પણ તેમની વિચારવાની અને સમજવાની ક્ષમતાને અસર કરે છે. આ રિસર્ચનાં પરિણામ જર્નલ ઓફ અમેરિકન મેડિકલ એસોસિયેશન (JAMA) પીડિયાટ્રિક્સ જર્નલમાં પ્રકાશિત કરવામાં આવ્યાં છે.

X
સંશોધકોએ જણાવ્યું કે, વધારે બોડી માસ ઇન્ડેક્સના કારણે મેમરી નબળી થઈ જાય છેસંશોધકોએ જણાવ્યું કે, વધારે બોડી માસ ઇન્ડેક્સના કારણે મેમરી નબળી થઈ જાય છે

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી