રિસર્ચ / વિટામિન ડીની ઊણપના કારણે મહિલાઓમાં મેદસ્વિતા અને ડાયાબિટીસની સમસ્યા વધી રહી છે

Obesity and diabetes are increasing in women due to vitamin D deficiency

  • પ્રી ડાયાબિટીક મહિલાઓને વિટામિન ડી યોગ્ય માત્રામાં મળે તો, મેદસ્વિતા અને ડાયાબિટીસ બંનેને નિયંત્રિત કરી શકે છે
  • વિટામિન ડીની સપ્લિમેન્ટ્સથી શરીરની ચરબીમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે
  •  રિસર્ચમાં 20થી 60 વર્ષની ઉંમરની મહિલાઓને સામેલ કરવામાં આવી હતી

Divyabhaskar.com

Feb 01, 2020, 04:07 PM IST

દિવ્યશ્રી ડેસ્ક. મેદસ્વિતા અને ડાયાબિટીસની સમસ્યા ભારતીય મહિલાઓમાં ધીમે ધીમે વધી રહી છે. આ બંને સમસ્યાઓથી બચવા માટે ડાયાબિટીસ ફાઉન્ડેશન ઓફ ઈન્ડિયા દ્વારા રિસર્ચ કરવામાં આવ્યું છે. ડીએફઆઈ દ્વારા કરવામાં આવેલ રિસર્ચમાં જાણવા મળ્યું છે કે, જો પ્રી ડાયાબિટીક મહિલાઓને વિટામિન ડી યોગ્ય માત્રામાં મળે તો તેઓ પોતાની મેદસ્વિતા અને ડાયાબિટીસ બંનેને નિયંત્રિત કરી શકે છે. જો દરરોજ યોગ્ય સમયે તડકામાં ઉભા રહીએ તો પણ વિટામિન ડીની ઊણપની સમસ્યાને દૂર કરી શકાય છે.

સંશોધકોએ પોતાના આ રિસર્ચમાં 20થી 60 વર્ષની ઉંમરની મહિલાઓને સામેલ કરી, જે પ્રી-ડાયાબિટીક હતી. આ મહિલાઓનું વજન પણ સામાન્ય કરતા વધારે હતું. સંશોધકોના જણાવ્યા પ્રમાણે, રિસર્ચ દરમિયાન જે ડાયાબિટીક મહિલાઓને દરરોજ તપાસની સાથે વિટામિન ડીની સપ્લિમેન્ટ્સ આપવામાં આવી, તેમનામાં બ્લડ સુગર અને ગ્લૂકોજનું પ્રમાણ નિયંત્રિત રહેવા લાગ્યું હતું. જ્યારે જે મહિલાઓને વિટામિન-ડી આપવામાં આવ્યાં ન હતા, તેમના પ્લેસિબો સેમ્પલ પરથી જાણવા મળ્યું કે, તેમનામાં ડાયાબિટીસનું પ્રમાણ વધારે જોવા મળ્યું. ખાસ કરીને વિટામિન ડીની સપ્લિમેન્ટ્સથી મહિલાઓના શરીરની ચરબીમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે.

વિટામિન ડીની ઊણપ એક સામાન્ય હેલ્થ બીમારી છે. એટલે કે, ભારતમાં જ નહીં પણ વિશ્વભરમાં વિટામિન-ડીની ઊણપના લીધે, હેલ્થને લગતી સમસ્યાઓ ઉભરી રહી છે. ભારતની વાત કરીએ તો અહીં પર્યાપ્ત માત્રામાં અને લગભગ આખુ વર્ષ તડકો આવે છે. તેથી ભારતીયોમાં વિટામિન ડીનો પર્યાપ્ત માત્રામાં હોય છે.

રિસર્ચના ઓથર અને ફોર્ટિસ હોસ્પિટલના ચેરમેન ડોક્ટર અનુપ મિશ્રાના જણાવ્યા પ્રમાણે, અલગ અલગ રિસર્ચમાં જાણવા મળ્યું છે કે, ભારતીયોમાં વિટામિન ડીની ઊણપ મોટા પ્રમાણમાં જોવા મળી રહી છે અને તેનું મોટું કારણ છે પેટની ચરબી. ભારતીય મહિલાઓમાં વિટામિન-ડીની ઊણપનું એક મોટું કારણ એ છે કે મોટાભાગની મહિલાઓ ઘરે કામ કરે છે અને તેમનો ડ્રેસ એવો છે કે તેમનું આખું શરીર કપડાથી ઢંકાયેલું રહે છે. તેના કારણે તેમને સનએક્સપોઝર નથી મળતું અને શરીરને પર્યાપ્ત માત્રામાં સૂર્યપ્રકાશ ન મળવાને કારણે તેમના શરીરમાં વિટામિન ડીની ઊણપ જોવા મળે છે.

X
Obesity and diabetes are increasing in women due to vitamin D deficiency
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી