રિસર્ચ / માતાનું દૂધ નવજાત શિશુઓને અનેક બીમારીઓથી બચાવે છે

Mother's milk protects infants from many diseases

  • નવજાત શિશુઓ માટે માતાનું દૂધ સૌથી સારું માનવામાં આવે છે
  • બાળકને બ્રેસ્ટફીડિંગ કરાવવામાં આવે તો શિશુ મૃત્યુદર'માં નોંધપાત્ર ઘટાડો થઈ શકે છે
  • જન્મના 1 કલાકની અંદર 44 ટકા બાળકોને માતાનું પ્રથમ દૂધ મળે છે

Divyabhaskar.com

Nov 02, 2019, 12:44 PM IST

દિવ્યશ્રી ડેસ્ક. નવજાત શિશુઓ માટે માતાનું દૂધ સૌથી સારું માનવામાં આવે છે. એટલું જ નહીં ઘણા રિસર્ચમાં આ વાત સાબિત પણ થઈ ચૂકી છે કે માતાના દૂધમાં ફેટ, સુગર, પાણી અને પ્રોટીનની માત્રા સારા પ્રમાણ હોય છે જે શિશુના સ્વાસ્થ્ય માટે બહુ જરૂરી છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)ના તાજેતરના રિપોર્ટમાં જણાવ્યાપ્રમાણે, બાળકના જન્મમા તરત બાદ અથવા થોડા કલાક બાદ જો બાળકને બ્રેસ્ટફીડિંગ કરાવવામાં આવે તો શિશુ મૃત્યુદર'માં નોંધપાત્ર ઘટાડો થઈ શકે છે. જો કે, મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના વર્ષ 2017ના રિપોર્ટમાં જાણવા મળ્યું કે, જન્મના 1 કલાકની અંદર 44 ટકા બાળકોને માતાનું પ્રથમ દૂધ મળે છે.

બાળકોનો પ્રથમ ખોરાક છે માતાનું દૂધ
બ્રેસ્ટફીડિંગ એક નેચરલ પ્રોસેસ છે. બાળકનો જેવો જન્મ થાય છે, માતાના બ્રેસ્ટમાં દૂધ બનવાનું શરૂ થઈ જાય છે અને ઘણા મહિના સુધી બાળકો માટે માતાનું દૂધ જ ખોરાક હોય છે. બાળકને યોગ્ય રીતે ફીડ કરાવવા માટે જરૂરી છે કે માતાને બ્રેસ્ટફીડિંગની યોગ્ય રીત ખબર હોય. હકીકતમાં પોઝિશન જાણીને બાળકને યોગ્ય રીતે ફીડિંગ કરાવી શકાય છે.

રોગપ્રતિકારક શક્તિ વધે છે
બાળક બીમાર થાય ત્યારે માતાનું દૂધ તેના શરીરને બીમારી સામે લડવાની તાકાત આપે છે. તેનાથી બાળકની રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે.બાળકના જન્મ થયા બાદ કોલેસ્ટેરોલ જે માતાના પહેલા દૂધ બ્રેસ્ટમાં ઉત્પન્ન થાય છે તે જ દૂધ બાળકને ડાયરિયા, ચેસ્ટ ઈન્ફેક્શન અને બીજા રોગોથી બચાવે છે.નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ચાઈલ્ડ હેલ્થ એન્ડ હ્યુમન ડેલપમેન્ટ (NICHD)ના તાજેતરના રિસર્ચમાં જણાવ્યા પ્રમાણે, માતાના દૂધમાં ફેટી એસિડ હોય છે, જે બાળકનું મગજ વિકસિત કરવામાં મદદ કરે છે.

માતાઓ માટે બ્રેસ્ટફીડિંગના ફાયદા
બ્રેસ્ટફીડિંગ કરાવવાથી મહિલાઓ હૃદયની સમસ્યા, ડાયાબિટીસ, ઓસ્ટિયોપોરોસિસ જેવી બીમારીઓથી બચી શકે છે. એટલું જ નહીં, બ્રેસ્ટ કેન્સરના જોખમને અમુક હદ સુધી ઘટાડે છે. ડિપ્રેશનને દૂર કરવામા પણ આ પ્રોસેસ અસરકારક છે.

સ્ટ્રોન્ગ બોન્ડિંગ
એવું માનવામાં આવે છે કે, બાળક પોતાના જીવનકાળ દરમિયાન પિતા કરતાં માતા સાથે વધારે નજીક હોય છે. કેમ કે, માતા બાળકને પોતાનું દૂધ પીવડાવીને મોટું કરે છે. આ વસ્તુ માતા અને બાળકની વચ્ચે સ્ટ્રોન્ગ બોન્ડિંગ બનાવે છે. રિસર્ચ બાદ એ પણ જાણવા મળ્યું કે, જો માતા બાળકને પોતાનું દૂધ નથી પીવડાવતી તો તેમની વચ્ચે સ્ટ્રોન્ગ બોન્ડિંગ નથી રહેતું.

X
Mother's milk protects infants from many diseases
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી