રિસર્ચ / અંદાજે 55 ટકાથી પણ વધું છોકરીઓ અનિયમિત પિરિઅડ્સની સમસ્યાનો સામનો કરી રહી છે

More than 55% of girls are dealing with irregular periods

  • પિરિઅડ્સમાં છોકરીઓએ કઈ સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે
  • આ સમસ્યાને લઈને છોકરીઓ કેટલી જાગૃતિ છે તે અંગે એક રિસર્ચ કરવામાં આવ્યું
  • 55.2 ટકા છોકરીઓને પિરિઅડ્સ અનિયમિત છે

Divyabhaskar.com

Sep 17, 2019, 12:07 PM IST

દિવ્યશ્રી ડેસ્ક. તાજેતરમાં એક રિસર્ચમાં જાણવા મળ્યું છે કે, 55.2 ટકા છોકરીઓને પિરિઅડ્સ અનિયમિત છે. ખરેખર, પિરિઅડ્સમાં છોકરીઓએ કઈ સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે અને આ સમસ્યાને લઈને છોકરીઓ કેટલી જાગૃતિ છે તે અંગે એક રિસર્ચ કરવામાં આવ્યું હતું. જેમાં 6 હજાર છોકરીઓને આ મુદ્દા સાથે જોડાયેલ સવાલ પૂછવામાં આવ્યા હતા. 18થી 24 વર્ષની ઉંમરની છોકરીઓની વચ્ચે કરવામાં આવેલ રિસર્ચમાં મોટાભાગના લોકોનું માનવું છે કે, તેઓ અનિયમિત પિરિઅડ્સની સમસ્યાને દૂર કરવાની સમસ્યાથી પીડાઈ રહ્યા હતા, તો ઘણા કેસમાં કેટલાક મહિનાથી લઈને વર્ષો સુધી પિરિઅડ્સમાં અનિયમિતતા હતી.

તમારું માસિક અચાનક રોકાઇ જાય અથવા તો અનિયમિત થાય તો તેની પાછળ ઘણા કારણ જવાબદાર છે. તમારી લાઇફસ્ટાઇલમાં નાનામાં નાનો કોઇ ફેરફાર પણ તમારા પિરિયડ્સ પર અસર કરે છે. ખાવા-પીવામાં ફેરફાર થવો, સુવા-ઉઠવામાં ફેરફાર, બહારનું ખાવાનું વધી જવું, કોઇપણ નવું કામ શરૂ કરવું જેવા અનેક ફેરફારના કારણે તમારા પિરિયડ્સ મોડા આવી શકે છે. તમારા શરીરને જીવનશૈલીમાં થતા બદલાવને અપનાવવામાં સમય લાગે છે અને તેના કારણે માસિક ચક્રમાં પણ ફેરફાર થાય છે.

પિરિઅડ્સના કારણે ડિસ્ટર્બ રહે છે લાઈફ

આ સમય દરમિયાન મોટાભાગની છોકરીઓ કહે છે કે, તેમના રોજિંદા જીવનને અસર થાય છે, કારણ કે, સ્કૂલમાં ભણવા જતી છોકરીઓ ખેલ-કૂમાં ભાગ લેતી હોય છે, સ્વિમિંગ કરતી હોય છે. સ્કૂલમાં ભણતી છોકરીઓ પર એક રિસર્ચ કરવામાં આવ્યું હતું, જેમાં સ્કૂલમાં ભણતી 50 ટકા કરતા વધુ છોકરીઓ એનીમિક છે. તેમને દુખાવો વાધારે થાય છે. તેથી, આ સમસ્યાને દૂર કરવા માટે તેમને આર્યન સપ્લિમેન્ટ આપવામાં આવે છે. જે છોકરીઓમાં પીએમએસના લક્ષણો હોય તેમને વિટામિનની દવા આપવામાં આવે છે. યુરોપિયન સોસાયટીએ રિસર્ચમાં જણાવ્યું કે, પીએમએસ અથવા પીસીઓડીની સમસ્યા થવા પર ઓછી ઉંમરમાં હોર્મોન્સની દવા ન આપવી જોઈએ કેમ કે, તેનાથી ગ્રોથ અટકી જાય છે અને ઉંચાઈ નથી વધતી.

X
More than 55% of girls are dealing with irregular periods

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી