રિસર્ચ / ઓવરીનું ટિશ્યૂ ઈમ્પ્લાન્ટ કરાવ્યા બાદ મેનોપોઝ 20 વર્ષ બાદ આવશે

Menopause will occur 20 years after the ovary tissue is implanted

  • 40 વર્ષની ઉંમરે ઓવરીના ટિશ્યૂને ઈમ્પ્લાન્ટ કરવામાં આવે તો મેનોપોઝ 20 વર્ષ બાદ આવશે
  •  હાલમાં જ એક રિસર્ચ કરવામાં આવ્યું છે જેમા આ વાત સામે આવી છે
  • મેનોપોઝમાં મહિલાઓમાં હોટ, ફ્લેશેઝ, મૂડ સ્વિંગ, હાર્ટ ડિસીઝ અને ઓસ્ટિયોપોરોસિસ જેવી બીમારીઓ થાય છે

Divyabhaskar.com

Aug 28, 2019, 01:01 PM IST

દિવ્યશ્રી ડેસ્ક. 40 વર્ષની ઉંમરે ઓવરીના ટિશ્યૂને ઈમ્પ્લાન્ટ કરવામાં આવે તો મેનોપોઝ 20 વર્ષ બાદ આવશે. આવું શક્ય થવાના કારણે મહિલાઓ પોતાના પ્રોડક્ટિવ જીવનકાળનો આનંદ માણી શકશે. હાલમાં જ એક રિસર્ચ કરવામાં આવ્યું છે જેમા આ વાત સામે આવી છે.

મહિલાના ઓવરીના ટિશ્યૂઝને ફ્રીઝ કરીને મેનોપોઝ 20 વર્ષ સુધી ડિલે કરી શકાય છે. રિસર્ચમાં જણાવ્યા અનુસાર 40 વર્ષની ઉંમરે જે મહિલાઓ પોતાના મેનોપોઝને ડિલે કરવા માગે છે તેમના માટે આ ટેક્નિક ફાયદાકારક સાબિત થશે. મેનોપોઝમાં મહિલાઓમાં હોટ, ફ્લેશેઝ, મૂડ સ્વિંગ, હાર્ટ ડિસીઝ અને ઓસ્ટિયોપોરોસિસ જેવી બીમારીઓ થાય છે. તેથી મહિલાઓ આ પિરિઅડને લઈને ચિંતાતુર હોય છે. આ પિરિઅડ્સને ધ્યાનમાં રાખીને જ આ ટેક્નિક વિકસાવવામાં આવી છે. આ ટેક્નિકના આધારે જ્યારે મહિલાઓની મેનોપોઝની ઉંમર શરૂ થાય છે. જો ત્યારે જ ઓવરીના પ્રિઝર્વ્ડ ટિશ્યૂને ફરીવાર પ્રસ્થાપિત કરવામાં આવે તો શરીરમાં સેક્સ હોર્મોન્સ રિસ્ટોર થવા લાગશે. તેનાથી મેનોપોઝ પણ રોકાઈ જશે. જેટલી ઓછી ઉંમરે ટિશ્યૂને પ્રિઝર્વ કરવામાં આવશે એટલું જ સારું પરિણામ મળશે.

મેનોપોઝ રોકાશે કે નહીં તેની 20 વર્ષના ફોલોઅપ બાદ જ ચોક્કસ ખબર પડશે

આ રિસર્ચ 9 મહિલાઓ પર કરાયું છે. આના આધારે વૈજ્ઞાનિક ઢબે એ સાબિત ન કરી શકાય કે દૂરબીનથી ઓવરીના ટિશ્યૂ કાઢી અને પ્રિઝર્વ કરીને ફરીથી પ્રસ્થાપિત કરવાથી મેનોપોઝ રોકાઈ જશે. 20 વર્ષના ફોલોઅપ બાદ જ આ વિશે ચોક્કસ ખબર પડી શકે. હાલ તો આ માત્ર એક આશા પૂરતી છે, કારણ કે હજું સુંધી એ સાબિત નથી કરાયું કે ઓવરી ટિશ્યૂ ઈમ્પ્લાન્ટ કર્યા બાદ તે કામ કરશે કે નહીં. લાંબા રિસર્ચ બાદ જ આ સાબિત કરી શકાશે. આ નવી ટેક્નિક નથી.

જે મહિલાઓને ઓછી ઉંમરે કેન્સર જેવી બીમારી થઈ જાય છે તેમનું ઓવરી પણ પ્રિઝર્વ કરાય છે, જેથી તેઓ જ્યારે માતા બનવા માગતી હોય ત્યારે ઓવરી રિઈમ્પ્લાન્ટ કર્યા બાદ તેઓ માતા બની શકે છે. ઈન્ફર્ટિલિટીમાં ઓવરી અને ટિશ્યૂ ઈમ્પ્લાન્ટ બાદ એવું સામે આવ્યું છે તે સામાન્ય પ્રકારે કામ નથી કરી શકતું. જ્યારે ફર્ટિલિટીમાં આ ટેક્નિકનાં પરિણામો વિશ્વાસપાત્ર ન હોય તો મેનોપોઝની બાબતમાં આ ટેક્નિક સારું પરિણામ આપશે એવું ન કહી શકાય. મહિલાઓ તેના માટે સર્જરી કરાવડાવવા માટે પણ તૈયાર થઈ જશે. ઓવરી કેટલા સમય સુધી જીવિત રહી શકશે એ બાબત અંગે પણ શંકા છે.

આ રિસર્ચના જણાવ્યા અનુસાર 40 વર્ષની ઉંમરે જે મહિલાઓ પોતાના મેનોપોઝને ડિલે કરવા માગે છે તેમના માટે આ ટેક્નિક ખૂબ જ ફાયદાકારક સાબિત થશે ઈન્ફર્ટિલિટીમાં ઓવરી અને ટિશ્યૂ ઈમ્પ્લાન્ટ બાદ એવું સામે આવ્યું છે કે તે સામાન્ય પ્રકારે કામ નથી કરી શકતું

X
Menopause will occur 20 years after the ovary tissue is implanted

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી