રિસર્ચ / મેનોપોઝના કારણે મોટાભાગની મહિલાઓનું વજન ઝડપથી વધી જાય છે

Menopause causes most women to gain weight faster

  • મેનોપોઝના કારણે મહિલાઓના શરીરમાં હોર્મોન્સ સંબંધિત ઘણા ફેરફાર થાય છે
  •  40થી 50 ઉંમર સુધીની 30 ટકા મહિલાઓ મોટાપાની સમસ્યાનો સામનો કરી રહી છે
  • વજન વધવાથી ડાયાબિટીસ, હાઈ બીપી અને હાર્ટ સંબંઘિત સમસ્યાઓનું જોખમ 

Divyabhaskar.com

Sep 11, 2019, 02:14 PM IST

દિવ્યશ્રી ડેસ્ક. મેનોપોઝના કારણે મહિલાઓના શરીરમાં હોર્મોન્સ સંબંધિત ઘણા ફેરફાર થાય છે. તેના કારણે મોટાભાગની મહિલાઓનું વજન ઝડપથી વધી જાય છે. એક રિસર્ચ અનુસાર, 40થી 50 ઉંમર સુધીની 30 ટકા મહિલાઓ સ્થૂળતાની સમસ્યાનો સામનો કરી રહી છે, જેનું સૌથી મોટું કારણ મેનોપોઝ છે. વજન વધવાથી ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર અને હાર્ટ સંબંઘિત સમસ્યાઓનું જોખમ વધી જાય છે. આ જ કારણ છે કે આ સમય દરમિયાન તંદુરસ્તીનું ધ્યાન રાખવું જરૂરી છે.

વજન ઘટાડવા અને તંદુરસ્ત રહેવા માટે આટલું કરો

એક્સર્સાઇઝ

દરરોજ 20 મિનિટ સુધી એક્સર્સાઇઝ જરૂરથી કરવી. તેના માટે તમે જિમ જઈ શકો છો અથવા યોગ, વોકિંગ અને રનિંગને દૈનિક દિનચર્યાનો એક ભાગ બનાવી શકાય છે. સ્વિમિંગ અને સાઈકલિંગ પણ એક સારો ઓપ્શન છે.

ફૂડ

ફાસ્ટ ફૂડ, ઓઈલી ફૂડ અને વધારે સ્પાઈસી ફૂડ ખાવાથી દૂર રહેવું. તેની જગ્યાએ ડાયટમાં વધારેમાં વધારે ફ્રૂટ્સ, શાકભાજી, દાળ અને નટ્સ સામેલ કરવા.ફાઈબર પાચનક્રિયાને તંદુરસ્ત રાખવાની સાથે પેટ પણ ભરેલું રહેશે. તે ડાયાબિટીસને નિયંત્રણમાં રાખવામાં મદદ કરશે. પ્રોટીન મસલ્સને સ્ટ્રેન્થ આપશે.

ઊંઘ

દરરોજ 7-8 કલાકની ઊંઘ જરૂર લેવી. તેનાથી શરીરને આરામ મળશે અને સાથે ચરબી ઓગળવામાં મદદ મળે છે. રિસર્ચમાં જાણવા મળ્યું કે, એવા લોકો જે ઓછી ઊંઘ લેતા હોય છે અથવા રાતે મોડા સૂવે છે તે લોકો પૂરતી ઊંઘ લેતા હોય તેમની સરખામણીએ વધારે સ્થૂળ હોય છે.

સ્ટ્રેસ ફ્રી

હોર્મોન્સ ફેરફારના કારણે શરીરને તણાવ સહન કરવાની ક્ષમતા પર અસર પડે છે. યોગ્ય એ રહેશે કે સ્ટ્રેસ ફ્રી રહેવાનો પ્રયત્ન કરવો તેનાથી સ્ટ્રેસ ઈન્ડ્યૂસ્ડ ઓવરવેઈટિંગથી બચી શકાશે જે વજન નહીં વધવા દે.

વજનનું ધ્યાન રાખવું

દરરોજ વજન માપવાની આદત રાખવી. તેના માટે એક સમય નક્કી કરો અને દરરોજ તે સમયે પર વજન માપવું. તેનાથી તમારું વજન કંટ્રોલ રાખવામાં મદદ
મળશે.

X
Menopause causes most women to gain weight faster

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી