રિસર્ચ / ભારતમાં પુરુષો કરતા મહિલાઓ વધારે ડિપ્રેશનનો ભોગ બને છે, 3.9 ટકા મહિલાઓ એન્ઝાયટીથી પીડિત છે

In India, women suffer from depression more than men, 3.9% women suffer from enzyme

  • ડિપ્રેશનનો ભોગ બનેલી મહિલાઓ આત્મહત્યા જેવા પગલાઓ ભરે છે
  • વર્ષ 1990-2017ની વચ્ચે દેશમાં મેન્ટલ હેલ્થ સંબંધી બીમારીઓ બે ગણી વધી ગઈ છે
  • દુનિયામાં અંદાજે 35 કરોડ લોકો ડિપ્રેશનથી પીડાય છે

Divyabhaskar.com

Jan 04, 2020, 04:14 PM IST

દિવ્યશ્રી ડેસ્ક. તાજેતરમાં કરવામાં આવેલ રિસર્ચમાં એ વાત સામે આવી છે કે, પુરુષોની સરખામણીમાં મહિલાઓ ડિપ્રેશન અને હતાશાનો ભોગ વધારે બને છે. પ્રખ્યાત ધ લાન્સેટ સાઇકિયાટ્રી જર્નલમાં પ્રકાશિત રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે, ડિપ્રેશનનો ભોગ બનેલી મહિલાઓ આત્મહત્યા જેવા પગલાઓ ભરે છે. ભારતમાં આ પ્રકારની માનસિક બીમારીઓ વિશે આ પહેલું રિસર્ચ કરવામાં આવ્યું છે જેમાં જાણવા મળ્યું હતું કે, વર્ષ 1990-2017ની વચ્ચે દેશમાં મેન્ટલ હેલ્થ સંબંધી બીમારીઓ બે ગણી વધી ગઈ છે. રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે, વર્ષ 2017માં દર સાતમાંથી એક ભારતીય કોઈના કોઈ સ્વરૂપે માનસિક બિમારી હોવાનું નિદાન થયું છે. તેને ડિપ્રેશનસ, હતાશા, ચિંતા, સ્કિઝોફ્રેનિયા અને બાયપોલર ડિસઓર્ડર નામથી ઓળખાય છે. દેશમાં 3.9 ટકા મહિલાઓ એન્ઝાયટીથી પીડિત છે, જ્યારે પુરુષોમાં તેનું સ્તર 2.7 ટકા છે.


વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)ના જણાવ્યા પ્રમાણે, સમગ્ર વિશ્વનાં ડિપ્રેશન એ સૌથી સામાન્ય બીમારી છે. દુનિયામાં અંદાજે 35 કરોડ લોકો ડિપ્રેશનથી પીડાય છે.


મહિલાઓમાં ડિપ્રેશનનું મુખ્ય કારણ

ભારતમાં મહિલાઓની જીવનશૈલી એવી છે કે, તેમના પર ડિપ્રેશન થવાનું જોખમ રહેલું હોય છે. જો કે, સમયની સાથે પરિસ્થિતિમાં સુધારો થાય છે, મહિલાઓ પોતાના પગ પર ઉભી રહે છે અને તેમનામાં આત્મવિશ્વાસ વધારે હોવા છતાં ડિપ્રેશનનું જોખમ તેમનામાં વધારે રહે છે.

માસિક ધર્મ સાથે જોડાયેલી બીમારીઓઃ માસિક ધર્મને લઈને આજે પણ સમાજનો એક મોટો હિસ્સો ખુલીને વાત નથી કરતો. પરિણામે તેની સાથે સંકળાયેલી તમામ સમસ્યા છોકરીઓ અથવા મહિલાઓને સહન કરવી પડે છે. આ જ કારણ છે કે તેઓ ચિંતા અને ડિપ્રેશનમાં આવી જાય છે. આ સ્થિતિ તેમને શારીરિક તેમજ ભાવનાત્મકરૂપે નબળી પાડે છે. તેઓ ચીડિયાપણું અને થાક અનુભવે છે.

લગ્નજીવનઃ લગ્નને લઈને છોકરીઓમાં ઘણી ચિંતા હોય છે. તેઓ હંમેશાં વિચારતી હોય છે લગ્ન પછી તેની જિંદગી કેવી હશે તેને લઈને તે ડિપ્રેશનમાં આવી જાય છે. સામાન્ય રીતે સાસરી પક્ષ વિશેના વિચારો તેમના મનમાં ડર પેદા કરે છે. તો કેટલીક છોકરીઓ પોતાના પતિ અને નવા પરિવાર પાસેથી ઘણી અપેક્ષા રાખતી હોય છે જે પરિપૂર્ણ ન થતા તે ડિપ્રેશનમાં આવી જાય છે.

ગર્ભાવસ્થા અને ડિલિવરી દરમિયાનઃ ગર્ભાવસ્થા દરમિયાન મહિલાઓના મનમાં ઘણા વિચારો આવે છે અને તે ડિપ્રેશનમાં આવી જાય છે. તેના કારણે ઘણી મહિલાઓ પ્રેગ્નન્સી દરમિયાન બેભાન થઈ જાય છે. આ સ્થિતિ ડિલિવરી દરમિયાન જોવા મળે છે. જે મહિલાઓમાં મેદસ્વિતા અને અન્ય બીમારીઓ હોય છે તેમનામાં ડિપ્રેશનનું જોખમ વધારે રહે છે.

ડિસ્થિમિઆઃ ડિપ્રેશનનું તે સ્વરૂપ છે જે લાંબા સમય સુધી રહે છે. તે કામ કરતી સ્ત્રીઓમાં ઓછી અને ગૃહિણીઓમાં વધારે જોવા મળે છે. મહિલાઓ હતાશ રહે છે. ઊંઘ ઓછી થઈ જાય છે, હંમેશાં થાક અનુભવે છે અને આત્મવિશ્વાસ ઓછો થઈ જાય છે. આવી મહિલાઓ આત્મહત્યા વધારે કરે છે.

X
In India, women suffer from depression more than men, 3.9% women suffer from enzyme

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી