રિપોર્ટ / ભારતમાં 80 ટકા કરતાં વધુ યુવાનોના ખોરાકમાં પોષક તત્ત્વોની ઊણપ છે

In India, more than 80 percent of the youth's diets are deficient in nutrients

  •  10 કરતાં વધુ છોકરા અને છોકરીઓ દરરોજ ફ્રૂટ્સ અને ઈંડાં ખાય છે
  • વિટામિન એ, વિટામિન બી12 અને વિટામિન ડી જેના પોષક તત્ત્વોની ઊણપ હોય છે
  • કિશોર અને કિશોરીઓ સપ્તાહમાં એક વખત પણ લીલાં શાકભાજીનું સેવન નથી કરતાં

Divyabhaskar.com

Nov 02, 2019, 01:14 PM IST

દિવ્યશ્રી ડેસ્ક. યુનાઈટેડ નેશન્સ ઈન્ટરનેશનલ ચિલ્ડ્રન્સ ઈમર્જન્સી ફંડ (યુનિસેફ)ના રિપોર્ટમાં જણાવ્યા મુજબ, ભારતમાં 80 ટકાથી વધુ કિશોરો અને કિશોરીઓ એવાં છે જેમના ખોરાકમાં પોષક તત્ત્વોની ઊણપ છે અને 10 કરતાં વધુ છોકરા અને છોકરીઓ દરરોજ ફ્રૂટ્સ અને ઈંડાં ખાય છે. કિશોર અને કિશોરીઓના આહારમાં આયર્ન, ફોલેટ, વિટામિન એ, વિટામિન બી12 અને વિટામિન ડી જેના પોષક તત્ત્વોની ઊણપ હોય છે. યુનિસેફનો રિપોર્ટ એડોલેસન્ટ,ડાયટ એન્ડ ન્યૂટ્રીશન, ગ્રોઈંગ વેલ ઈન એન્ડ ચેન્જિંગ વર્લ્ડે તાજેતરમાં રજૂ કરેલ કોમ્પ્રિહેન્સિવ નેશનલ ન્યૂટ્રિશન સર્વેના રિપોર્ટ પર આધારિત છે. સંયુક્ત રાષ્ટ્રે 10થી 19વર્ષની ઉંમરનાં લોકોને કિશોર અને કિશોરી ગણાવ્યા છે.

યુનિસેફના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર એચ ફોરેએ નીતિ આયોગમાં રજૂ કરેલા રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે, યુનિસેફના દૃષ્ટિકોણથી અમે કિશોર અને કિશોરીઓના આહાર,વ્યવહાર, અને સેવાઓમાં ત્રણ મુખ્ય હસ્તક્ષેપોની વિનંતી કરીએ છીએ જે આ ખરાબ પોષણના ચક્રને તોડી શકે છે. રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે, ભારતમાં લગભગ તમામકિશોર અને કિશોરીઓના આહારમાં પોષક તત્ત્તવોની ઊણપ છે અને તે તમામ પ્રકારના કુપોષણનું મુખ્ય કારણ છે.

25 ટકા લોકો સપ્તાહમાં એક વખત લીલાં શાકભાજી નથી ખાતા
રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે, 25 ટકાથી વધુ કિશોર અને કિશોરીઓ સપ્તાહમાં એક વખત પણ લીલાં શાકભાજીનું સેવન નથી કરતાં. રિપોર્ટમાં જણાવ્યા મુજબ, દૂધના ઉત્પાદનોનું સેવન દરરોજ 50 ટકા કિશોર અને કિશોરીઓ કરે છે.

જંક ફૂડ પર વધારે પૈસા ખર્ચ કરવામાં આવે છે
રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે, આવક વધવાથી ખાવા પર વધારે પૈસા ખર્ચ કરવામાં આવે છે જેમાં તળેલું, જંક ફૂડ, મીઠાઈ વધારે ખાવામાં આવે છે. આજે ભારતના દરેક હિસ્સામાં 10થી 19 વર્ષના કિશોર અથવા કિશોરઓને ડાયાબિટીસ અને હૃદયની બીમારીનું જોખમ છે. 18 ટકા છોકરાઓની સરખામણીમાં એનીમિયા 40 ટકા કિશોરીઓને વધારે અસર કરે છે.

X
In India, more than 80 percent of the youth's diets are deficient in nutrients
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી