તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • In India, Approximately 7% Of Children Are Born With Birth Defects Every Year

ભારતમાં દર વર્ષે અંદાજે 7 ટકા બાળકો જન્મજાત ખામી સાથે જન્મે છે

8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 3.3 કરોડ બાળકો પાંચ વર્ષની ઉંમર પહેલા મૃત્યુ પામે છે
  • માતા અથવા પિતાના વધાર પડતા ક્રોમોઝોમ ( રંગસૂત્ર) આવી જાય તો બાળકને ડાઉન સિંડ્રોમ થઈ શકે છે
  • ગર્ભમાં બાળકને નુકસાન આનુવંશિક અને બિન-આનુવંશિક બંને કારણોસર થઈ શકે છે

દિવ્યશ્રી ડેસ્ક. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)ના રિપોર્ટ પ્રમાણે, ભારતમાં દર વર્ષે અંદાજે  7 ટકા બાળકો જન્મજાત ખામી સાથે જન્મ લે છે. 3.3 કરોડ બાળકો પાંચ વર્ષની ઉંમર પહેલા મૃત્યુ પામે છે. ગર્ભમાં ઊછરી રહેલ બાળકને પૂરતુ પોષણ ન મળવાને કારણે જન્મ લેનાર બાળક ખામી સાથે જન્મે છે. 


9 મહિના સુઘી ગર્ભમાં ઊછરી રહેલ બાળકમાં ઘણા ફેરફાર આવે છે. પરંતુ જો આ ફેરફાર સામાન્ય ન લાગે તો તેને ગંભીરતાથી લેવા જરૂરી છે. વિકાસની અસામાન્યતા બર્થ ડિફેક્ટનું મોટુ કારણ બની શકે છે. જરૂરી દેખરેખ, દવાઓ, સર્જરી અને અમુક હદ સુધી ગર્ભમાં ઊછરી રહેલ બાળકમાં આ સમસ્યાને દૂર કરી શકાય છે. 


ડ્રાઉન સિંડ્રોમ- તેને ટ્રાઈસોમી 21 પણ કહેવામાં આવે છે. જો માતા અથવા પિતાનો વધાર પડતો ક્રોમોઝોમ ( રંગસૂત્ર) આવી જાય તો બાળકને ડાઉન સિંડ્રોમ થઈ જાય છે. આવી પરિસ્થિતિમાં તેના મગજ અને શારીરિક વિકાસમાં અડચણ આવી શકે છે. 35 વર્ષ કરતા મોટી ઉંમરમાં માતા બનવા પર તેની શક્યતા વધી જાય છે.  

ટ્રાઈસોમી 18- તેમાં શરીરના ઘણા અંગોનો વિકાસ નથી થતો. બાળકનું વજન ઘટી જાય છે. હૃદય સંબંધી સમસ્યાઓ થવાની સંભાવના વધી જાય છે. 

ક્લબ ફૂટ- તેમાં બાળકના પગ અંદર તરફ વળેલા હોય છે. સ્ટ્રેચિંગ, સામાન્ય કસરત અથવા સર્જરી વગેરેથી આ સમસ્યાને દૂર કરવા માટે સારવાર કરવામાં આવી શકે છે. જો કે તે વારસાગત પણ હોઈ શકે છે, પરંતુ જો ગર્ભવતી માતા દારૂ પીતી હોય કે ધ્રૂમપાન કરતી હોય તો તેની શક્યતા વધી જાય છે. 

સિસ્ટિક ફાઈબ્રોસિસ- તેમાં ફેફસાં અને પાચનતંત્રને ગંભીર નુકસાન થાય છે. પાચનતંત્રમાં પેનક્રિયાજ, આંતરડા અથવા લિવરને અસર થાય છે. તે એક પ્રકારની ગાંઠ હોય છે, જે કોઈ પણ અવય બની જાય છે અને તેના વિકાસને અસર કરે છે. 

તે ઉપરાંત 
ગર્ભમાં બાળકને નુકસાન આનુવંશિક અને બિન-આનુવંશિક બંને કારણોસર થઈ શકે છે. જો માતા કે પિતામાંથી  કોઈને આનુવંશિક સમસ્યા હોય,તો અસરગ્રસ્ત થવાની સંભાવના વધારે છે. તેમાં જન્મજાત ખામીનો પારિવારિક વારસો પણ જોઇ શકાય છે. માતાની ઉંમર 35 અથવા તેનાથી વધારે હોય અથવા કોઈ બીમારી કે ચેપથી પીડિત હોય તો પણ બાળકમાં ખામી હોય શકે છે. ડાયાબિટીસ, થાઈરોડ, બ્લડ પ્રેશર, ચક્કર, હૃદય સંબંધી રોગો અને તેની સારવાર ભ્રૂણને અસર કરે છે. અમુક જીવનશૈલી સમસ્યા જેમ કે, ડ્રગ, સિગારેટ, દારૂ પણ બાળકમાં ખામીની આશંકા વધારે છે. 

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ઉન્નતિને લગતાં શુભ સમાચારની પ્રાપ્તિ થશે. ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યોમાં પણ થોડો સમય પસાર થશે. કોઇ વિશેષ સમાજ સુધારકનું સાનિધ્ય તમારી અંદર પોઝિટિવ ઊર્જા ઉત્પન્ન કરશે. નેગેટિવઃ- ઘરના...

વધુ વાંચો