તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જો તમારી ઉંમર 30 કરતાં વધારે હોય તો, બ્રેસ્ટ કેન્સર અને પેલ્વિક કેન્સર સ્ક્રિનિંગ ટેસ્ટ કરાવવો જરૂરી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

દિવ્યશ્રી ડેસ્ક. 30 વર્ષની ઉંમર બાદ મહિલાઓમાં ઘણી ગંભીર બીમારીઓ જોવા મળે છે. આવી સ્થિતિમાં તેમને પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જરૂરી છે. જો તમે કેન્સર જેવી ગંભીર બીમારીથી બચવા માગતા હોવ તો અમુક નિયમિતપણે ટેસ્ટ કરાવવાથી આ ગંભીર બીમારીથી બચી શકાય છે. જેમ કે, બ્રેસ્ટ કેન્સર, પેલ્વિક કેન્સર સ્ક્રિનિંગ ટેસ્ટ જરૂરી છે. 

પેલ્વિક એક્ઝામ 
સ્ત્રીઓએ 30 વર્ષની વય પસાર કર્યા પછી, તમારે પેલ્વિક કેન્સર સ્ક્રિનિંગ ટેસ્ટ કરાવવો જરૂરી છે. આ ટેસ્ટ ગર્ભાશયની ચોક્કસ સ્થિતિ જાણી શકાય છે. પેલ્વિક એક્ઝામિનેશન દ્વારા સર્વાઇકલ કેન્સર તેમજ સેક્ષ્યુઅલી ટ્રાન્સમીટેડ રોગોથી તમારી જાતને બચાવી શકો છો.

પેપ ટેસ્ટ
30 વર્ષ બાદ મહિલાઓએ  દર વર્ષે પેપ ટેસ્ટ કરાવવો જોઇએ. અત્યારે મહિલાઓમાં મોટાભાગે ગર્ભાશયના કેન્સર વધુ પ્રમાણમાં જોવા મળી રહ્યા છે તેથી ગર્ભાશયના કેન્સરથી બચવા માટે પેપ ટેસ્ટ કરાવવો જોઈએ. આ તપાસ સર્વાઇકલ કેન્સર વિશે જાણવામાં મદદ કરે છે અને જો ટેસ્ટનો રિપોર્ટ પોઝિટિવ આવે તો સમયસર તેની સારવાર કરાવીને કેન્સરથી બચી શકાય છે. 

સ્તન કેન્સર
અત્યારે કોઈપણ ઉંમરમાં સ્તન કેન્સર થઈ શકે છે. આ સ્તન કેન્સરના શરૂઆતના લક્ષણો દેખાતા નથી. સ્ત્રીઓએ દર ત્રણ વર્ષે નિયમિતપણે સ્તન કેન્સરની તપાસ કરાવવી જોઈએ. મેમોગ્રાફી કરાવવાથી જલ્દી સ્તન કેન્સર વિશે જાણી શકાય છે અને તેનું નિદાન કરાવી શકાય છે. 

સ્કીન ટેસ્ટ
સ્તન કેન્સરની જેમ સ્કીન માટે પણ કેન્સર એ એક ગંભીર બીમારી છે. તેનાથી બચવા માટે, મહિલાઓએ તેની તપાસ કરાવવી જોઈએ.  જેથી સમયસર તેના જોખમને ટાળી શકાય છે.

આંખની તપાસ
30-40 ઉંમરની બાદ મહિલાઓએ સમયસર આંખોની તપાસવ કરાવવી જોઈએ. મહિલાઓ સીવણ, ભરતકામથી લઈને રસોઈ કામ સુધી, કામ કરતી હોવાથી તેમના માટે આંખની તપાસ વધુ મહત્વની છે. આવી સ્થિતિમાં મહિલાઓએ તેમની આંખોની નિયમિત તપાસ કરાવવી જોઇએ.

 

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો