રિસર્ચ / પ્રેગ્નન્સીમાં હોર્મોન થેરેપી આપવાથી ગર્ભપાતનું જોખમ ઘટી જાય છે

Hormone therapy in pregnancy reduces the risk of abortion

  • જેમને પહેલા ગર્ભપાત થઈ ચૂક્યો છે તેમના માટે હોર્મોન થેરેપી ફાયદાકારક છે
  • હોર્મોન થેરેપીથી જન્મ દરમાં વધારો થઈ શકે છે
  • હોર્મોન થેરેપી સૌથી સસ્તી અને યોગ્ય સારવાર છે

Divyabhaskar.com

Feb 07, 2020, 12:38 PM IST

દિવ્યશ્રી ડેસ્ક. ગર્ભવતી મહિલાઓને શરૂઆતના સપ્તાહમાં જ પ્રોજેસ્ટેરોન હોર્મોન થેરેપી આપવાથી ગર્ભાવસ્થામાં આવનારી મુશ્કેલીઓને ટાળી શકાય છે. સાથે ગર્ભપાતનું જોખમ પણ ઘટાડી શકાય છે. તાજેતરમાં કરવામાં આવેલ રિસર્ચમાં આ વિશે ખુલાસો થયો છે. રિસર્ચમાં જણાવ્યા પ્રમાણે, હોર્મોન થેરેપીથી જન્મ દરમાં વધારો થઈ શકે છે.

અમેરિકન જર્નલ ઓફ ઓબ્સટેટ્રિક્સ એન્ડ ગાયનેકોલોજીમાં પ્રકાશિત રિસર્ચમાં જણાવ્યા પ્રમાણે, ગર્ભાવસ્થા દરમિયાન મહિલાઓ પર હોર્મોન થેરેપીની અસર પર રિસર્ચ કરવામાં આવ્યું હતું. સંશોધકોના જણાવ્યા પ્રમાણે, ગર્ભાવસ્થાના શરૂઆતના તબક્કામાં જે મહિલાઓને રક્તસ્ત્રાવ થાય છે તેમને આ હોર્મોન થેરેપી આપવાથી ગર્ભપાતનું જોખમ ઘટી જાય છે.

આ રીતે ગર્ભવતી મહિલાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું
સંશોધકોના જણાવ્યા પ્રમાણે, પ્રોજેસ્ટેરોન હોર્મોન કુદરતી રીતે અંડાશય અને પ્લેસેન્ટા દ્વારા ગર્ભવસ્થાના શરૂઆત તબક્કામાં ઉત્પાદિત થાય છે. તે સ્વસ્થ ગર્ભાવસ્થા માટે જરૂરી છે. સંશોધકોએ બે પ્રકારના ક્લિનિકલ ટ્રાયલ કર્યા, જેનું નામ પ્રોમિસ અને પ્રિઝ્મ હતું. પ્રોમિસ અંતર્ગત 836 મહિલાઓ પર પરીક્ષણ કરવામાં આવ્યું. તેમાં જોવા મળ્યું કે, હોર્મોન થેરેપી આપવાથી જન્મ દરમાં ત્રણ ટકાનો વધારો થયો છે.

પ્રિઝ્મ પરીક્ષણ અંતર્ગત 4,153 મહિલા પર ગર્ભાવસ્થાના શરૂઆતના તબક્કા પર પરિક્ષણ કરવામાં આવ્યું. આ તમામને રક્તસ્ત્રાવની સમસ્યા હતી. જ્યારે તેમને હોર્મોન થેરેપી આપવામાં આવી તો જન્મ દરમાં પાંચ ટકાનો વધારો જોવા મળ્યો.


ઓછા પૈસામાં યોગ્ય સારવાર
સંશોધકોના જણાવ્યા પ્રમાણે, હોર્મોન થેરેપી તે લોકો માટે ફાયદાકારક છે જેમને પહેલા ગર્ભપાત થઈ ચૂક્યો છે. આ મહિલાઓમાં જન્મ દર 15 ટકાનો વધી શકે છે. શકે છે. સંશોધનકર્તા એડમ ડેવાલના જણાવ્યા પ્રમાણે, 20થી 25 ટકા ગર્ભપાત ગર્ભાવસ્થા દરમિયાન થાય છે. તેનાથી મહિલાઓ અને તેમના પરિવાર પર માનસિક રીતે ખરાબ અસર પહોંચે છે. એવામાં હોર્મોન થેરેપી સૌથી સસ્તી અને યોગ્ય સારવાર છે, જે મહિલાઓને ગર્ભપાત થયો હોય તેમના માટે ખૂબ ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ થેરેપી દ્વારા જન્મ દરમાં 15 ટકાનો વધારો થઈ શકે છે.

X
Hormone therapy in pregnancy reduces the risk of abortion

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી