સાવધાની / ગર્ભાવસ્થામા હર્બલ ટીનું સેવન સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે

Herbal tea intake during pregnancy can prove to be harmful to health

 • પ્રેગ્નન્સી દરમિયાન તમારે ચા પીવાની આદતને અકુંશમાં રાખવી જરૂરી છે 
 • પ્રેગ્નન્સીમાં કેફીનનું વધારે સેવન યોગ્ય માનવામાં નથી આવતું
 • પ્રેગ્નન્સી દરમિયાન 200 મિલિગ્રામ કરતા વધુ કેફીનના સેવનનો અર્થ છે કે જન્મ સમયે બાળકનું વજન ઓછું હશે

Divyabhaskar.com

Nov 03, 2019, 03:19 PM IST

દિવ્યશ્રી ડેસ્ક. જો તમને ચા પસંદ હોય તો તમારી સવારની શરૂઆત ચાની સાથે થતી હશે. પરંતુ પ્રેગ્નન્સી દરમિયાન તમારે ચા પીવાની આદતને અકુંશમાં રાખવી જરૂરી છે કેમ કે, પ્રેગ્નન્સીમાં કેફીનનું વધારે સેવન યોગ્ય માનવામાં નથી આવતું. આવી સ્થિતિમાં જો તમે એવું માનતા હોય કે નોર્મલ ચાની જગ્યાએ હર્બલ ટી સુરક્ષિત હોય છે અને તેમે પ્રેગ્નન્સીમાં તેનું સેવન કરી શકો છો તો એવું બિલકુલ નથી કેમ કે, હર્બલ ટીમાં કેફીનની માત્રા સામાન્ય ટી જેટલી જ હોય છે. જો કે અમુક હર્બલ ટીનું પ્રેગ્નન્સી દરમિયાન સેવન ન કરવું જોઈએ.

 • ગ્રીન ટી
 • લીચી ટી
 • અનીસ ટી
 • એલોવેરા ટી
 • બારબેરી ટી
 • કેમોમાઈલ ટી
 • જિન્સેંગ ટી
 • હિબિસકસ ટી
 • કાવા ટી
 • લેમનગ્રાસ ટી


પ્રેગ્નન્સી દરમિયા ચાની માત્રા ઓછી કરવી
અત્યાર સુધી કરવામાં આવેલા ઘણા રિસર્ચમાં આ વાત સામે આવી છે કે, પ્રેગ્નન્સી દરમિયાન 200 મિલિગ્રામ કરતા વધુ કેફીનના સેવનનો અર્થ છે કે જન્મ સમયે બાળકનું વજન ઓછું હશે. એટલે કે કેફીનની માત્રાનો સીધો સંબંધ બાળકના જન્મ સમયના વજન પર આધાર રાખે છે. કેફીન શરીર દ્વારા સરળતાથી ઓબ્જોર્બ થઈ જાય છે અને સરળતાથી પ્લેસેંટાને ક્રોસ કરી લે છે. દરરોજ 200 મિલીગ્રામ કેફીન કરતા વધારે સેવન કરવાથી પ્લેસેંટામાં 25 ટકા બ્લડ ફ્લો ઓછો થઈ જાય છે. એટલું જ નહીં કેફીનનું સેવન કરવાથી પ્રેગ્નન્સીની લેંથમાં પણ 5 કલાક પ્રતિ 100 મિલિગ્રામ વધી જાય છે અને જો તમે કોફીના શોખીન છો તો ત્યારે પ્રેગ્નન્સીની લેંથ વધારે વધી જાય છે.

X
Herbal tea intake during pregnancy can prove to be harmful to health
COMMENT

Next Stories

  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી