ઉપાય / હોર્મોન્સમાં ફેરફાર થવાના લીધે પીરિયડમાં ઓછો રક્તસ્ત્રાવ થાય છે, શેરડીનો રસ પીવાથી રાહત મળે છે

Have ayurvedic treatment to relieve the problem of bleeding less throughout the period

Divyabhaskar.com

Jul 27, 2019, 04:34 PM IST

દિવ્યશ્રી ડેસ્ક. દરેક મહિલાનો માસિક ધર્મનો સમયગાળો અને રક્તસ્ત્રાવનું સ્તર અલગ અલગ હોય છે. મહિલાઓના શરીરને પ્રજનન માટે તૈયાર કરવા માટે પીરિયડ્સ મહત્ત્વની ભૂમિકા નિભાવે છે. જો કે, દરેક મહિલાનો પીરિયડનો ટાઈમ અલગ હોય શકે છે. પરંતુ જીવનશૈલીમાં ફેરફાર અને અયોગ્ય આહારના કારણે મોટાભાગે મહિલાઓને અનિયમિત પીરિયડ્સ, વધારે બ્લીડિંગ અથવા એકદમ ઓછો રક્તસ્ત્રાવ જેવી સમસ્યાની ફરિયાદ રહે છે. જ્યારે બ્લીડિંગ ઓછું આવે તો મહિલાઓ પેડ બદલવાની ઝંઝટમાંથી છૂટકારો મળવાના કારણે ખુશ થઈને આ વાતને ગણકારતી નથી. પરંતુ માસિક દરમિયાન ઓછો રક્તસ્ત્રાવ થવાથી સ્વાસ્થ્યને નુકસાન થઈ શકે છે. એટલે જ્યારે ઓછો રક્તસ્ત્રાવ થાય ત્યારે તેનું કારણ જાણીને યોગ્ય સારવાર કરાવવી જોઈએ.

પીરિયડ્સમાં ખૂબ ઓછો રક્તસ્ત્રાવ થવાનું કારણ

જે રીતે હોર્મોન્સમાં ફેરફાર થવાથી પીરિયડ દરમિયાન ક્યારેક વધારે બ્લીડિંગ થાય છે, તેવી જ રીતે પીરિયડ્સમાં ઓછો રક્તસ્ત્રાવનું કારણ પણ હોર્મોન્સમાં ફેરફાર હોઈ શકે છે. જો તમને લાંબા સમય સુધી પીરિયડ્સના સમયે ઓછો રક્તસ્ત્રાવ થઈ રહ્યો હોય તો ડોક્ટરની સલાહ લેવી જોઈએ, કેમ કે તેની પાછળ ઘણાં કારણો હોઈ શકે છે.

રક્તસ્ત્રાવ ઓછો થવાનું કારણ

  • વધારે વજન અને અયોગ્ય ડાયટ
  • સ્તનપાનનાં કારણે
  • બર્થ કંટ્રોલ દવાઓનું સેવન
  • વધારે તણાવમાં રહેવાથી
  • પૌષ્ટિક ડાયટ ન લેવાથી
  • પોલિસિસ્ટિક ઓવેરિયન સિંડ્રોમ
  • પીરિયડ્સ દરમિયાન વધારે કસરત

કેટલાંક ઘરેલુ નુસખાથી સમસ્યાથી રાહત મેળવી શકાય છે

ઈન્દ્રાયણ અને કાળા મરી

ઈન્દ્રાયણ બીજનો 3 ગ્રામ પાવડર બનાવો, બાદમાં તેમાં 2 ચમચી કાળા મરીનો પાવડર નાખીને 200 ગ્રામ પાણીમાં ઉકાળો. જ્યારે ઉકાળો એકદમ ઘટ્ટ થઈ જાય ત્યારે તેને થોડું ઠંડું કરી લેવું. ઉકાળો થોડો ઠંડો થાય બાદમાં તેનું સેવન કરવું. તેનાથી માસિક દરમિયાન રક્તસ્ત્રાવની સમસ્યા અને સાથે પેટમાં દુખાવાની સમસ્યાથી રાહત મળશે.

હીંગ

હીંગના ઉપયોગથી શરીરમાં પ્રોજેસ્ટેરોન હોર્મોનની માત્રા વધી જાય છે, જેના કારણે માસિક દરમિયાન બ્લીડિંગ ઓછું આવતું હોય તેની સમસ્યા દૂર થઈ જાય છે. એટલા માટે પોતાની ડાયટમાં પણ હીંગનું સેવન જરૂરથી કરવું જોઈએ.

શેરડીનો રસ

માસિકમાં ખૂબ ઓછો રક્તસ્ત્રાવ થતો હોય તો તે સમસ્યાને રોકવા માટે શેરડીનો રસ લાભકારક છે. એટલા માટે માસિક શરૂ થવાના 14 દિવસ પહેલાથી દરરોજ એક ગ્લાસ શેરડીનો રસ પીવો જોઈએ.

તજ

માસિક ચક્રને નિયમિત કરવામાં અને માસિક દરમિયાન થતી રક્તસ્ત્રાવની સમસ્યાને દૂર કરવા માટે તજનો ઉપયોગ કરવો જોઈએ. તજ પાવડરને ગરમ પાણીમાં નાખીને દિવસમાં 2-3 વખત પીવું. તેનાથી બ્લીડિંગ સારું આવશે અને પીરિયડ્સમાં દુખાવો પણ નહીં થાય.

તલ

તલમાં એવું તત્ત્વ હોય છે જે હોર્મોન્સને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે જેનાં કારણે માસિક દરમિયાન રક્તસ્ત્રાવ યોગ્ય રીતે થાય છે. તલની સાથે ગોળને ક્રશ કરવો. પીરિયડ્સ શરૂ થવાની જે તારીખ હોય તેના બે સપ્તાહ પહેલાં એક ચમચી દરરોજ આ મિશ્રણનું સેવન કરવું.

આદું

બ્લીડિંગ વધારવા અને પીરિયડ્સમાં દુખાવાની સમસ્યામાંથી રાહત મેળવવા માટે આદુંના કટકા કરીને તેને પાણીમાં ઉકાળો. બાદમાં પાણી ઠંડું થાય ત્યારે પી જવું. તેનું સેવન દિવસમાં 2-3 વખત કરવું. તેનાથી ઘણા ફાયદા થશે.

X
Have ayurvedic treatment to relieve the problem of bleeding less throughout the period
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી