રિસર્ચ / 21 વર્ષ કરતાં ઓછી વયની છોકરીઓને પેલ્વિક કેન્સર સ્ક્રિનિંગ ટેસ્ટની જરૂરિયાત નથી હોતી

Girls under the age of 21 do not need a pelvic cancer screening test

  • યુએસમાં દર વર્ષે અંદાજે 16 લાખ છોકરીઓ પ્રકારના પરિક્ષણમાંથી પસાર થાય છે
  • 2011થી 2017 ની વચ્ચેનો ડેટા એકત્રિત કરવામાં આવ્યા હતા
  • 54.4 ટકા પરિક્ષણ એવા લોકોએ કરાવ્યું હતું જેમને આ પરિક્ષણની જરૂર જ નહોતી

Divyabhaskar.com

Jan 09, 2020, 11:40 AM IST

દિવ્યશ્રી ડેસ્ક. આપણે બધાએ ક્યાંક ને ક્યાંક આ સ્લોગન તો વાંચ્યું હશે કે પ્રિકોશન ઇઝ બેટર ધેન ક્યોર પરંતુ ક્યારેક ક્યારેક જરૂરિયાતથી વધારે પ્રિકોશન જ પણ આપણી સમસ્યાનું કારણ બની જાય છે. તાજેતરમાં કરવામાં આવેલ રિસર્ચમાં આ વાતનો ખુલાસો કરવામાં આવ્યો છે. 21 વર્ષ કરતા નાની ઉંમરની છોકરીઓને ધ્યાનમાં રાખીને કરવામાં આવેલ રિસર્ચમાં જણાવ્યા પ્રમાણે, આ ઉંમરની યુવતીઓને પેલ્વિક એગ્ઝામિનેશન અને સર્વાઇકલ કેન્સર સ્ક્રીનિંગની કોઈ જરૂરિયાત નથી હોતી. જ્યારે 15થી 20 વર્ષની ઉંમરની છોકરીઓ આ બીમારીની તપાસના નામ પર ઘણા પ્રકારના મેડિકલ પરિક્ષણમાંથી પસાર થતી હોય છે કેમ કે, નિષ્ણાત તેમને આવું કરવા માટે સલાહ આપે છે.

સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC)દ્વારા તાજેતરમાં કરવામાં આવેલ રિસર્ચમાં સામે આવ્યું છે કે, યુએસમાં દર વર્ષે અંદાજે 16 લાખ છોકરીઓ પ્રકારના પરિક્ષણમાંથી પસાર થાય છે, જેમાંથી 14 લાખ છોકરીઓની ઉંમર 21 વર્ષ કરતા ઓછી હોય છે. રિસર્ચમાં એ વાતનો પણ ખુલાસો થયો કે આ પ્રકારના પરિક્ષણની સલાહ આપતા ફિઝિશિયન પણ આ અંગે નિષ્ણાતો દ્વારા સૂચવેલા માર્ગદર્શિકાને અવગણે છે.


આ રિસર્ચ તાજેતરમાં જર્નલ ઓફ અમેરિકન મેડિકલ એસોસિયેશન (JAMA)માં પ્રકાશિત કરવામાં આવ્યું છે. રિસર્ચના ઓર્થર જ્યોર્જ એફ સ્વાયાના જણાવ્યા પ્રમાણે, થોડા સમય પહેલા મીડિયા રિપોર્ટના કારણે નાની ઉંમરની છોકરીઓ સાથે સંકળાયેલ આ પ્રકારના મેડિકલ ટેસ્ટ પર ધ્યાન ગયું છે. તેમના જણાવ્યા પ્રમાણે, આ નાની છોકરીઓના માતા-પિતાને જાગૃત રહેવું જોઈએ કે, આ ઉંમરની છોકરીઓને પેલ્વિક કેન્સર સ્ક્રિનિંગ ટેસ્ટની જરૂરિયાત નથી હોતી. સાથે વધારે કોન્ટ્રસેપ્ટિવ (ગર્ભનિરોધક) નો ઉપયોગ કર્યા પછી, તેમજ સાથે હંમેશાં સેક્સ્યુઅલ ટ્રાંસમિટેડ ડિસીઝ દરમિયાન પણ આ પ્રકારના ટેસ્ટની જરૂરિયાત નથી હોતી.


રિસર્ચ દરમિયાન સંશોધકોએ 2011થી 2017 ની વચ્ચેનો ડેટા એકત્રિત કર્યો હતો અને જાણવા મળ્યું કે આ સમયગાળા દરમિયાન 26 લાખ પરિક્ષણ થયા અને તેમાં લગભગ અડધાથી 54.4 ટકા પરિક્ષણ એવા લોકોએ કરાવ્યું હતું જેમને તેની જરૂર જ નહોતી. એટલે કે આ પરિક્ષણ બીનજરૂરી હતું તેઓએ પણ આ પરિક્ષણ કરાવ્યું હતું.

X
Girls under the age of 21 do not need a pelvic cancer screening test

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી