રિપોર્ટ / 15થી 19 વર્ષની 40 ટકા વિવાહિત સ્ત્રીઓ ગર્ભધારણ વખતે શારીરિક રીતે નબળી હોય છે

Forty percent of married women between the ages of 15 and 19 are physically weak at conception

  • 20-24 વર્ષની 30 ટકા  વિવાહિત મહિલાઓ ગર્ભધારણના સમયે શારીરિક રીતે નબળી હોય છે
  • દર વર્ષે ગર્ભધારણ કરનારી 53 ટકા મહિલાઓમાં લોહીની ઊણપ
  • 19 વર્ષની ઉંમરમાં ગર્ભનિરોધક દવાનો ઉપયોગ વધારે કરવામાં આવે છે

Divyabhaskar.com

Sep 12, 2019, 02:54 PM IST

દિવ્યશ્રી ડેસ્ક. દેશમાં 15થી 19 વર્ષની 40 ટકા અને 20-24 વર્ષની 30 ટકા વિવાહિત મહિલાઓ ગર્ભધારણના સમયે શારીરિક રીતે નબળી હોય છે. તેની ગંભીર અસર ગર્ભવતી સ્ત્રી અને જન્મ લેનાર નવજાત શિશુ પર પડે છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય, યૂનિસેફ, ઈન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પૉપ્યુલેશન સાયન્સ દ્વારા એક રિસર્ચ કરવામાં આવ્યું હતું, જેમાં આ વાત જાણવા મળી હતી.

26, 623 મહિલાઓ પર રિસર્ચ કરવામાં આવ્યું હતું

26,623 મહિલાઓ પર આ રિસર્ચ કરવામાં આવ્યું હતું. આ રિસર્ચમાં જાણવા મળ્યું કે, 15 થી 19 વર્ષની વય જૂથની 35 ટકા સગર્ભા સ્ત્રીઓ પાતળી હોય છે. તેમાંથી 5 ટકા વધારે પાતળી હતી. 11 ટકા સ્ત્રીઓનું વજન સામાન્ય કરતાં વધુ જોવા મળ્યું હતું. તો બીજી તરફ 20થી 24 વય જૂથમાં 26.3 ટકા સગર્ભા સ્ત્રીઓ પાતળી હતી. તેમાંથી 4.4 ટકા અત્યંત કમજોર હતી. આ જૂથમાં 21 ટકા સગર્ભા સ્ત્રીઓનું વજન સામાન્ય કરતાં વધું જોવા મળ્યું હતું. રિસર્ચમાં બંને સ્થિતિ માતા અને બાળક માટે જોખમકારક ગણાવવામાં આવી છે.

દર વર્ષે ગર્ભધારણ કરનારી 53 ટકા મહિલાઓમાં લોહીની ઊણપ

રિસર્ચમાં જણાવ્યા અનુસાર, દેશમાં દર વર્ષે ત્રણ કરોડ મહિલાઓ ગર્ભધારણ કરે છે. તેમાંથી 20 ટકા કમજોર હોય છે. 53 ટકા મહિલાઓમાં લોહીની ઊણપ હતી. જ્યારે 8 ટકા 18 વર્ષ કરતાં પણ ઓછી ઉંમરમાં માતા બની જાય છે. સ્કૂલમાં છોકરીઓને આયર્ન અને ફોલિક એસિડની ગોળી આપવામાં આવે છે. પરંતુ લગ્ન અને ગર્ભધારણ વચ્ચેનો જે સમયગાળો હોય છે તેમાં એવું નથી થતું.

19 વર્ષની ઉંમરમાં ગર્ભનિરોધક દવાનો ઉપયોગ વધારે કરવામાં આવે છે

રિપોર્ટમાં જણાવવામાં આવ્યા પ્રમાણે, નાની ઉંમરની મહિલાઓ ગર્ભ નિરોધક દવાનો વધારે ઉપયોગ કરે છે. 15થી 19 વર્ષની વય જૂથમાં 25 ટકા વિવાહિત યુવતિઓ ગર્ભ નિરોધક દવાનો ઉપયોગ કરે છે, જ્યારે 20થી 24 વય જૂથમાં વિવાહિત 20 ટકા ગર્ભ નિરોધક દવાનો ઉપયોગ કરે છે.

X
Forty percent of married women between the ages of 15 and 19 are physically weak at conception
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી