રિસર્ચ / ફ્લૂઈડ ટ્રાન્સપ્લાન્ટથી સ્ત્રીઓ વજાઈનલ ઈન્ફેક્શનથી બચી શકાશે

Fluid transplants can prevent women from vaginal infections

  • અમેરિકન ડોક્ટર્સ મહિલાઓમાં વઝાઈના ફ્લૂઈડ ટ્રાન્સપ્લાન્ટની શરૂઆત કરી 
  • વજાઇનલ માઈક્રોબ્સના એક ડોઝથી ફાયદો થઈ શકે છે
  • ફિસલ અથવા પૂપ ટ્રાન્સપ્લાન્ટની સફળતાથી પ્રેરિત થઈને તેમને આ દિશા તરફ કામ કર્યું

Divyabhaskar.com

Sep 12, 2019, 02:51 PM IST

દિવ્યશ્રી ડેસ્ક. અમેરિકન ડોક્ટર્સ મહિલાઓમાં વઝાઈના ફ્લૂઈડ ટ્રાન્સપ્લાન્ટની શરૂઆત કરવા તરફ કામ કરી રહ્યા છે અને યોગ્ય ડોનર્સના સ્ક્રીનિંગ માટે આ દિશામાં કામ કરવામાં આવી રહ્યું છે. આ ડોક્ટરો માને છે કે કેટલીક સ્ત્રીઓને બૅક્ટિરિઅલ વજાઇનોસિસ (BV) નામના ચેપથી બચવવા માટે સ્વાસ્થ્ય વજાઇનલ માઈક્રોબ્સના એક ડોઝથી ફાયદો થઈ શકે છે.

જ્હોન હોપકિન્સ યુનિવર્સિટીની ટીમે જણાવ્યું કે, ફિસલ અથવા પૂપ ટ્રાન્સપ્લાન્ટની સફળતાથી પ્રેરિત થઈને તેમને આ દિશા તરફ કામ કર્યું. જો કે, કોઈ સ્ત્રીને BVની સમસ્યા થઈ રહી હોય તો તેની સારવાર એન્ટીબાયોટિક્સથી કરી શકાય છે. પરંતુ ત્યારબાદ પણ, આ ચેપ ફરીથી થતો રહે છે. જો કે, ચેપ હોવા છતાં બેક્ટેરિઅલ વજાઇનોસિસ એ જાતીય સંક્રમિત રોગ નથી. મહિલાઓમાં આ સામાન્ય છે અને જે મહિલાઓને આ સમસ્યા થાય છે તેમને અસામાન્ય ડિસ્ચાર્જ થાય છે, જેમાંથી તીવ્ર દુર્ગંધ આવે છે.

જો કે, બેક્ટેરિઅલ વજાઇનોસિસ ઘાતક નથી પરંતુ તેની સારવાર કરાવવી એટલા માટે જરૂરી છે કેમ કે, તેના કારણે મહિલાઓને અન્ય બીજા ચેપ થાય છે અથવા સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝનું જોખમ વધી જાય છે. જે મહિલાઓને આ પ્રકારની સમસ્યા હોય છે, તેની સારવાર માટે યુએસમાં ડોક્ટરોએ વજાઈનલ ફ્લૂઈડ ટ્રાન્સપ્લાન્ટની દિશામાં કામ કરવાનું શરૂ કર્યું છે. અત્યારે 20 મહિલાઓના સેમ્પલ લઈને રિસર્ચ કરનારા ડોક્ટરોની ટીમ ડોનર્સનું સ્ટાન્ડર્ડ સેટ કરવા પર કામ કરી રહ્યા છે. જેથી ભવિષ્યમાં આઈડલ ડોનરનું સરળતાથી ઓળખી શકાય.

સંશોધકોની ટીમનું માનવું છે કે, જે વજાઈનલ ફ્લૂઈડ સેમ્પલમાં લેક્ટોબેસિલસ ક્રિસ્પટસ નામના જીવાણુ વધારે હોય છે, તે વધારે માત્રામાં પ્રોટેક્ટિવ લેક્ટિક એસિડ અને પીએચ ઓછું હોય છે જે ફાયદાકારક હોય શકે છે. ડોક્ટરોનું કહેવું છે કે, અમે 40 મહિલાઓને અમારા રિસર્ચમાં સામેલ કરી છે. તેમાંથી કેટલાકને રિઅલ ફ્લુઇડ આપવામાં આવશે જ્યારે કેટલાકને પ્લેસિબો આપવામાં આવશે. તે સાથે તમામ બેક્ટિરિઅલ વજાઇનોસિસ માટે એન્ટિબાયોટિક્સ પણ આપવામાં આવશે.

X
Fluid transplants can prevent women from vaginal infections

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી