- WHOએ 146 દેશોના 16 લાખ કિશોરોની સક્રિયતાને લઈને પર એક રિસર્ચ કર્યું
- સક્રિયતાની દ્રષ્ટિએ ભારતનો કિશોર વિશ્વભરમાં 7 મો ક્રમ ધરાવે છે
- કિશોરોમાં શારીરિક પ્રવૃત્તિ ઘટી જશે તો ભવિષ્યમાં ઘણી નવી સમસ્યાઓ ઊભી થશે
Divyabhaskar.com
Nov 25, 2019, 12:04 PM ISTદિવ્યશ્રી ડેસ્ક. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)એ 146 દેશોના 16 લાખ કિશોરોની સક્રિયતાને લઈને પર એક રિસર્ચ કર્યું છે. આ રિસર્ચમાં આશ્ચર્યજનક વાત સામે આવી હતી. WHOના રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે, દુનિયામાં સૌથી આળસી કિશોરો દક્ષિણ કોરિયાના છે, જ્યારે બાંગ્લાદેશના કિશોરો શારીરિક રીતે સૌથી વધારે સક્રિય છે.સક્રિયતાની દ્રષ્ટિએ ભારતનો કિશોર વિશ્વભરમાં 7 મો ક્રમ ધરાવે છે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) દ્વારા 146 દેશોમાં 11થી 17 વર્ષની ઉંમરના 16 લાખ છોકરા-છોકરીઓની વચ્ચે રિસર્ચ કરવામાં આવ્યું જેમાં જાણવા મળ્યું કે, દક્ષિણ કોરિયામાં માત્ર 7 ટકા કિશોરો દિવસમાં માત્ર એક કલાકની શારીરિક પ્રવૃત્તિ કરે છે. ભારતમાં 73.9 ટકા કિશોરો દિવસના એક કલાકથી વધુ સમય માટે શારીરિક રીતે સક્રિય રહે છે. આ દરમિયાન તેઓ કસરત, યોગ, સાઈકલિંગ, દોરડાકૂદ, અને અન્ય રમતગમતની પ્રવૃત્તિઓમાં વ્યસ્ત છે.
રિસર્ચમાં જણાવ્યા પ્રમાણે, બાંગ્લાદેશ અને ભારતમાં ક્રિકેટ જેવી રમત દ્વારા ફિટનેસને પ્રોત્સાહન આપવું જોઈએ. શારીરિક પ્રવૃતિની બાબતમાં ચોથા ક્રમે આવેલા અમેરિકાના કિશોરોને આઈસહોકી, સોકર, બાસ્કેટબોલ અને બેસબોલ જેવી રમતોમાં વધુ ભાગ લેવાની સલાહ આપવામાં આવી છે.
આ રિસર્ચ લાન્સેટ ચાઈલ્ડ એન્ડ ઍડલેસન્ટ હેલ્થ જર્નલમાં પ્રકાશિત કરવામાં આવ્યું હતું. રિસર્ચના મુખ્ય ઓથર ડો. રેજિના ગુટહોલ્ડના જણાવ્યા પ્રમાણે, કિશોરોમાં શારીરિક પ્રવૃત્તિ ઘટી જશે તો ભવિષ્યમાં ઘણી નવી સમસ્યાઓ ઊભી થશે. શારીરિક નિષ્ક્રિયતાને કારણે વર્તમાન અને ભવિષ્યમાં કિશોરોનું સ્વાસ્થ્ય જોખમમાં મૂકાય શકે છે. તેના માટે તમામ દેશોએ તાત્કાલિક નવી નીતિઓ ઘડવી પડશે. ખાસ કરીને છોકરીઓના કિસ્સામાં. છોકરીઓમાં શારીરિક શ્રમ વધારવા માટે નવા વિકલ્પોની શોધખોળ કરવી પડશે.
નિષ્ક્રિયતાને કારણે ઇન્ટરનેટ અને આધુનિક જીવનશૈલી
- ભવિષ્યમાં કિશોરોના આરોગ્ય માટે તાત્કાલિક નવી નીતિઓ ઘડવી જોઈએ
- ઓછી શારીરિક રીતે સક્રિય દેશ, - ડી. કોરિયા, ફિલિપાઇન્સ, કંબોડિયા, સુદાન, તિમોર, ઝામ્બિયા, ઓસ્ટ્રેલિયા
- વધુ શારીરિક પ્રવૃત્તિ કરતા દેશો - બાંગ્લાદેશ, સ્લોવાકિયા, આયર્લેન્ડ, યુએસએ, અલ્બેનિયા, બલ્ગેરિયા, ભારત