રિસર્ચ / ઈ-સિગારેટના કારણે ઓછી ઉંમરની સ્ત્રીઓમાં વંધ્યત્વનું જોખમ વધી જાય છે

E-cigarettes increase the risk of infertility in younger women

  • અત્યારે નોર્મલ સિગારેટ કરતાં ઈ-સિગારેટ એટલે કે ઈકેલક્ટ્રોનિક સિગારેટના નુકસાન પર ચર્ચા થઈ રહી  છે
  • ઈ-સિગારેટના કારણે ઓછી ઉંમરની સ્ત્રીઓમાં વંધ્યત્વનું જોખમ વધી જાય છે
  • આજકાલ મોટી સંખ્યામાં યુવાનો અને સગર્ભા સ્ત્રીઓ ઇ-સિગારેટને સલામત ગણાવી રહ્યા છે 

Divyabhaskar.com

Sep 08, 2019, 12:03 PM IST

દિવ્યશ્રી ડેસ્ક. અત્યારે નોર્મલ સિગારેટ કરતાં ઈ-સિગારેટ એટલે કે ઈકેલક્ટ્રોનિક સિગારેટના નુકસાન પર ચર્ચા થઈ રહી છે કે, તે કેવી રીતે સ્વાસ્થ્યની સાથે સાથે હૃદયને પણ નુકસાન પહોંચાડે છે. પરંતુ હવે એક નવા રિસર્ચમાં એ વાત જાણવા મળી છે કે, ઈ-સિગારેટના કારણે ઓછી ઉંમરની સ્ત્રીઓમાં વંધ્યત્વનું જોખમ વધી જાય છે.

હકીકતમાં, આજકાલ મોટી સંખ્યામાં યુવાનો અને સગર્ભા સ્ત્રીઓ ઇ-સિગારેટને સલામત ગણાવી રહ્યા છે અને ધુમ્રપાનના વિકલ્પ તરીકે ઇ-સિગારેટનો ઉપયોગ કરી રહી છે. પરંતુ ફર્ટિલિટી અને પ્રેગ્નન્સી પર તેની કેટલી ગંભીર અસરો થાય છે, તે વિશે કોઈને ખબર નહોતી. અમેરિકાની યુનિવર્સિટી ઓફ નોર્થ કેરોલિનામાં કરવામાં આવેલા રિસર્ચના લીડ ઓથર કેથલીન કેરુનના જણાવ્યા પ્રમાણે, અમારા રિસર્ચમાં જાણવા મળ્યું કે, ગર્ભધારણ પહેલાં જો ઈ-સિગારેટનો ઉપયોગ કરવામાં આવે તો ફર્ટિલાઇઝ્ડ ભ્રૂણના ગર્ભાશયમાં ઇમ્પ્લાન્ટેશન કરવાની પ્રક્રિયામાં વિલંબ થાય છે, જેનાથી ફર્ટિલિટી ઘટી જાય છે.

એટલું જ નહીં, રિસર્ચમાં એ વાત પણ સામે આવી કે, કોઈ મહિલા પ્રેગ્નન્સી દરમિયાન ઈ-સિગારેટનો ઉપયોગ કરે છે તો તેનાથી જન્મ લેનાર બાળકનો વિકાસ, મેટાબોલિઝમ અને સ્વાસ્થ્ય પર લાંબાગાળે અસર થાય છે. જર્નલ ઓફ ઈન્ડોક્રાઈન સોસાયટીમાં આ રિસર્ચ પ્રકાશિત કરવામા આવ્યું હતું. ઈ-સિગારેટની અસર જાણવા માટે આ રિસર્ચમાં ઉંદરો પર પ્રયોગ કરવામાં આવ્યો હતો.

X
E-cigarettes increase the risk of infertility in younger women

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી