સાવચેતી / પ્રેગ્નન્સી દરમિયાન હાઈ બ્લડ પ્રેશર માતા અને બાળક માટે જોખમી બની રહે છે

During pregnancy, high blood pressure is dangerous for mother and baby

  •  વ્યક્તિના સ્વાસ્થ્ય માટે હાઈ બ્લડ પ્રેશર સારું નથી. તે વ્યક્તિના હૃદય અને કિડની પર પ્રેશર વધારે છે
  • પ્રેગ્નેન્સીમાં આ સ્થિતિ માત્ર માતા જ નહીં પણ તેના ગર્ભમાં ઉછરી રહેલા બાળક માટે પણ હાનિકારક 
  •  કેટલીક સ્ત્રીઓને ગર્ભવતી થયાના થોડા મહિનાઓ પછી આ સમસ્યા થાય છે

Divyabhaskar.com

Sep 07, 2019, 02:41 PM IST

દિવ્યશ્રી ડેસ્ક. કોઈ પણ વ્યક્તિના સ્વાસ્થ્ય માટે હાઈ બ્લડ પ્રેશર સારું નથી. તે વ્યક્તિના હૃદય અને કિડની પર પ્રેશર વધારે છે, જેના કારણે સ્ટ્રોક, હાર્ટ અટેક,કિડની ફેલ જેવી ગંભીર બીમારી થઈ શકે છે. તો બીજી તરફ પ્રેગ્નેન્સીમાં આ સ્થિતિ માત્ર માતા જ નહીં પણ તેના ગર્ભમાં ઉછરી રહેલા બાળક માટે પણ હાનિકારક સાબિત થઈ શકે છે.

ઘણી સ્ત્રીઓને પહેલાથી જ હાઈ બીપીની સમસ્યા હોય છે, તો કેટલીક સ્ત્રીઓને ગર્ભવતી થયાના થોડા મહિનાઓ પછી આ સમસ્યા થાય છે. તેને લઈને મહિલાઓને સાવધાની રાખવી બહું જરૂરી છે.

પ્રેગ્નન્સીમાં હાઈ બીપીનું જોખમ

પ્રિક્લેમ્પ્સિયા

પ્રિક્લેમ્પ્સિયા એક એવી સ્થિતિ છે જેમાં પ્રેગ્નન્સી દરમિયાન હાઈ બીપી થવાના કારણે મહિલાના કિડની, લિવર, વગેરે જેવા અંગો કામ કરવાનું બંધ કરી દેતા હોય છે. જો શરૂઆતનાં તબક્કામાં સારવાર કરાવવામાં ન આવે તો આગળ જતા ગંભીર સ્વરૂપ ધારણ કરી શકે છે, તેનાથી કિડની ફેલ, લિવર ફેલ અને બ્રેન ડેમેજ થઈ શકે છે. ઘણી વખત આ સ્થિતિમાં મહિલાઓ કોમામાં પહોંચી શકે છે, જે બાદમાં જીવલેણ સાબિત થઈ શકે છે.

સમય પહેલાં જન્મ

હાઈ બીપી અને પ્રિક્લેમ્પ્સિયાની સ્થિતિમાં સારવાર કરવામાં આવવા છતાં મહિલાએ સમય પહેલા બાળકને જન્મ આપવો પડી શકે છે. મોટે ભાગે આ પ્રકારના કિસ્સામાં, સી-સેક્શન ડિલિવરીની મદદ લેવામાં આવે છે

બાળકના વિકાસ પર અસર

હાઈ બીપી ગર્ભ સુધી પહોંચતી નસોની સાઈઝને નાની કરે છે જેનાથી બાળકો સુધી પર્યાપ્ત માત્રામાં ઓક્સિજન અને ન્યૂટ્રિશન નથી મળતું જેથી બાળકનો વિકાસ જલ્દી નથી થતો. આ સ્થિતિમાં ઓછા વજનવળું બાળક જન્મી શકે છે, જે ઈન્ટેન્સિવ સારવાર માગી લે છે.

પ્લેસેંટાનું અલગ થવું

બ્લડ પ્રેશર વધારે હોવાથી પ્લેસેંટા યૂટેરસની વોલ અલગ થઈ શકે છે જેના લીધે ગર્ભમાં ઊછરી રહેલા બાળકને ઓક્સિજન અને પોષણ નથી મળતાં. તે સાથે આ સ્થિતિમાં બ્લીડિંગ પણ શરૂ થઈ શકે છે જે માતા અને બાળક બંને માટે હાનિકારક સાબિત થઈ શકે છે.

સી-સેક્શન ડિલિવરી

હાઈ બીપીના મોટાભાગના કેસમાં ડોક્ટર સી-સેક્શન ડિલિવરીની સલાહ આપે છે કેમ કે, નોર્મલ ડિલિવરી દરમિયાન શરીરનાં અંગો પર જોર પડે છે જેનાથી બ્લડ પ્રેશર વધે છે. તેવામાં પહેલેથી હાજર હાઈ બીપી નોર્મલ ડિલિવરીમાં જીવનું જોખમ ઊભું કરી શકે છે.

X
During pregnancy, high blood pressure is dangerous for mother and baby

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી