ડાયેટ કેર / પ્રેગ્નન્સીમાં પપૈયું ખાઇ શકાય કે નહીં?

પ્રતિકાત્મક તસ્વીર
પ્રતિકાત્મક તસ્વીર

  • પાકા પપૈયામાં પાચકરસનું પ્રમાણ ઓછું હોય છે
  • તબીબો પ્રેગ્નન્સીની સાથે-સાથે ડિલિવરી બાદ પણ પપૈયું ખાવાની ના પાડે છે
  • પપૈયાનું વધુ પડતું સેવન કરવામાં આવે તો તે દવા નહીં પણ ઝેરનું કામ કરે છે

divyabhaskar.com

May 24, 2019, 02:01 PM IST

દિવ્યશ્રી ડેસ્કઃ સામાન્ય રીતે પ્રેગ્નન્સી દરમિયાન મહિલાઓને પપૈયું ખાવાની ના પાડવામાં આવે છે, કહેવાય છે કે પપૈયાના સેવનથી મિસકેરેજનો ભય વધુ રહે છે. તો શું પપૈયું ખરેખર સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે ખરું?

ઘણા ડોક્ટરો પણ ગર્ભાવસ્થામાં પપૈયું ખાવાની ના પાડે છે. તેમાં પણ ખાસ કરીને લીલું પપૈયું તો બિલકુલ ખાવું ના જોઇએ કારણ કે તેમાં એક દ્રવ્ય હોય છે જે યુટરાઇન કોન્ટ્રેક્શન્સના કારણે મિસકેરેજનો ભય વધારે છે. પાકા પપૈયામાં પાચકરસનું પ્રમાણ ઓછું હોય છે, પરંતુ ફરી પ્રેગ્નન્સીની અવસ્થામાં પપૈયું ખાવુ સ્વાસ્થ્ય માટે હાનિકારક બની શકે છે.

તબીબો પ્રેગ્નન્સીની સાથે-સાથે ડિલિવરી બાદ પણ પપૈયું ખાવાની ના પાડે છે. તે સાથે તેનાં પાનનું સેવન પણ સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે. પપૈયાનાં પાનમાં પપાઇન નામનું એક કમ્પાઉન્ડ હોય છે જે બાળક માટે જીવલેણ સાબિત થઇ શકે છે, ઉપરાંત જન્મ સમયે બાળકને શારીરિક ખોડખાંપણ થઇ શકે છે.

આ ઉપરાંત પપૈયામાં લેટેક્સ હોય છે જે શરીરમાં એલર્જી ઉત્પન્ન કરી શકે છે. પપૈયાનાં બીજ પુરુષોને નપુંસક બનાવી શકે છે. માનવામાં આવે છે કે પપૈયાનાં બીજ સ્પર્મ કાઉન્ટને ઘટાડે છે તથા તેમની મોબિલિટીને નકારાત્મક રીતે પ્રભાવિત કરે છે.

જો કે સાથોસાથ એ વાત પણ સાચી છે કે પપૈયું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. પપૈયામાં બેન્ઝાઇલ આઇસોથાયોસાયનેટ નામનું એક કમ્પાઉન્ડ હોય છે, જો પપૈયાનું વધુ પડતું સેવન કરવામાં આવે તો તે દવા નહીં પણ ઝેરનું કામ કરે છે.

X
પ્રતિકાત્મક તસ્વીરપ્રતિકાત્મક તસ્વીર
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી