ડાયાબિટીસ, બીપીથી યુવાઓમાં પણ હાર્ટ ફેલ્યોરનું પ્રમાણ વધ્યું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • દેશમાં 30 વર્ષથી નાની વયના લોકોમાં પણ હાર્ટ એટેકનું પ્રમાણ વધ્યું છે
  • ડાયાબિટીસ, બ્લડપ્રેશર અને વાલ્વની તકલીફથી હવે હાર્ટ ફેલ્યોરનાં કેસ વધ્યાં
  • પેસમેકરથી દર્દીને ફેર ન પડે તો હાર્ટ ટ્રાન્સપ્લાન્ટથી દર્દીનો જીવ બચી શકે છે

દિવ્યશ્રી ડેસ્ક. દેશમાં 30 વર્ષથી નાની વયના લોકોમાં પણ હાર્ટ એટેકનું પ્રમાણ વધ્યું છે. ત્યારે ચોંકાવનારી વાત છે કે, હાર્ટ એટેક કરતાં હાર્ટ ફેલ્યર (હૃદયનાનબળા પમ્પિંગ)થી મોતનું પ્રમાણ વધ્યું છે. તેમજ દેશમાં 30 ટકા કરતાં ઓછું હાર્ટ પમ્પિંગ ધરાવતાં 50 હજાર લોકોને હાર્ટ ટ્રાન્સપ્લાન્ટની જરૂર છે. જો કે, 30થી 40 ટકા હૃદયનાં પમ્પિંગનાં કિસ્સામાં દવા, પેસમેકર અને હાર્ટ ટ્રાન્સપ્લાન્ટથી નવજીવન આપી શકાય છે.
એક રિપોર્ટના જણાવ્યા પ્રમાણે,  ડાયાબિટીસ, બ્લડપ્રેશર અને વાલ્વની તકલીફથી હવે હાર્ટ ફેલ્યોરનાં કેસ વધ્યાં છે. સમાજમાં હાર્ટ ફેલ્યોરની અવેરનેસનો અભાવ હોવાથી સમયસર સારવાર કરાવતાં નથી. હાર્ટ ફેલ્યોર એટલે હૃદય નબળું પડતાં પમ્પિંગની ક્ષમતા ઘટે છે. નોર્મલ હૃદયનાં પમ્પિંગની ક્ષમતા 55 ટકા હોય છે, પણ હૃદયનું પમ્પિંગ ઘટીને 40થી 30 સુધી પહોંચતાં વ્યકિતને જીવનું જોખમ સર્જાય છે. જો કે, દેશમાં 20 ટકાથી અોછું પમ્પિંગ હોય તેવાં 50 હજાર જેટલાં લોકોને હાર્ટ ટ્રાન્સપ્લાન્ટની જરૂર છે. હાર્ટ ફેલ્યોરનાં લક્ષણોનું ઝડપી નિદાન અને સારવારથી દવા, પેસમેકરથી દર્દીને ફેર ન પડે તો હાર્ટ ટ્રાન્સપ્લાન્ટથી દર્દીનો
જીવ બચી શકે છે.
રિપોર્ટમાં  જણાવ્યા પ્રમાણે, હોસ્પિટલમાં હૃદયરોગની સારવાર માટે જતાં અંદાજે 30થી 40 ટકા દર્દી હાર્ટ ફેલ્યરનાં હોય છે. મેડિકલ સર્વિસીસનો વિકાસથી લોકોનો લાઇફ સ્પાન વધ્યો છે. પરંતુ, ડાયાબિટીસ, બ્લડપ્રેશર, હાર્ટઅટેકનાં દર્દીના હૃદયનું પમ્પિંગ નબળું બને  છે. દર્દી હોસ્પિટલમાં વારંવાર દાખલ થતાં ઇન્ફેકશન વધે છે. જેથી દર્દીને ડાયાબિટીસ, કિડની, બ્લડપ્રેશરને કાબૂમાં રાખવામાં આવે છે. પેસમેકર, હાર્ટ ટ્રાન્સપ્લાન્ટથી જીવન બચાવી શકાય છે.
હાર્ટ ફેલ્યોરનું ઝડપી નિદાન-સારવારથી રોગને કાબુમાં લઇ શકાય છે. હાર્ટફેલ્યોરની સારવાર માટે 'આરની' દવા અમેરિકાથી માત્ર 10 ટકા ભાવે ભારતમાં ઉપલબ્ધ બની છે. હૃદયનું પમ્પિંગ 20 ટકાથી પણ ઘટી જાય ત્યારે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ પણ રૂ.15 લાખમાં થઇ શકે છે. ઉપરાંત ડાયાબિટીસ અને કિડનીની કેટલીક મોંઘી દવા હૃદયને થતું નુકસાન અટકાવે છે. કમનસીબે લોકોમાં પૂરતી જાગૃતિનો અભાવ હોવા ઉપરાંત હાર્ટ ફેલ્યોરના લક્ષણોને અવગણી સમયસર સારવાર કરાવવામાં ઉપેક્ષાને લીધે તકલીફમાં વધારો થાય છે.

અન્ય સમાચારો પણ છે...