સાવચેતી / ગર્ભનિરોધક દવાઓ પણ અનિયમિત પિરિઅડ્સનું કારણ બની શકે છે

Contraceptive drugs can also cause irregular periods

  • પિરિઅડ્સ મિસ થવાથી મહિલાઓ અને યુવતીઓ ચિંતામાં આવી જાય છે
  • વણજોઈતી ગર્ભાવસ્થાને રોકવા માટે લેવામાં આવતી ગર્ભનિરોધક દવાઓ પણ અનિયમિત પિરિઅડ્સનું કારણ 
  • PCOSનાં અન્ય લક્ષણોમાં સ્ત્રીઓમાં ટેસ્ટોસ્ટેરોનનું સ્તર વધવાથી અને અને વજનમાં વધવાથી પણ પિરિઅડ્સ અનિયમિત

Divyabhaskar.com

Nov 06, 2019, 12:49 PM IST

દિવ્યશ્રી ડેસ્ક. યુવતીઓ અને મહિલાઓને પીરિઅડ્સ ભલે ગમે કે ન ગમે, પરંતુ પિરિઅડ્સ મિસ થવાથી મહિલાઓ અને યુવતીઓ ચિંતામાં આવી જાય છે. પિરિઅડ્સ મિસ થવાથી પહેલો જ વિચાર પ્રેગ્નન્સીનો આવે છે. પરંતુ નિષ્ણાતોના પ્રમાણે, પિરિઅડ્સ મિસ થવાનું એકમાત્ર કારણ પ્રેગ્નન્સી જ નથી હોતું. તેના બીજાં અન્ય કારણો પણ હોઈ શકે છે.

ગર્ભનિરોધક દવાઓની અસર

વણજોઈતી ગર્ભાવસ્થાને રોકવા માટે લેવામાં આવતી ગર્ભનિરોધક દવાઓ પણ અનિયમિત પિરિઅડ્સનું કારણ બની શકે છે. જો તમે એક્સટેન્ડેડ સાઈકલ સુધી બર્થ કંટ્રોલ પિલ્સનું સેવન કરો છો તો તમને પિરિઅડ્સ લેટ આવી શકે છે. IUD (ઈન્ટ્રાયુટેરાઈન ડિવાઈસ) જેવી બર્થ કંટ્રોલની ઘણી પદ્ધતિઓ છે, જેના કારણે મહિલાઓને પિરિઅડ્સ લેટ અથવા અનિયમિત આવી શકે છે.

PCOS અથવા PCODની સમસ્યા
એવી છોકરીઓ અથવા મહિલાઓ જેમને પોલિસિસ્ટિક ઓવેરિયન સિન્ડ્રોમ (PCOS)ની સમસ્યા હોય છે તેમનામાં એડિશનલ ફોલિકલ્સ, બની જાય છે જેના કારણે પિરિઅડ્સ લેટ આવે છે. તે ઉપરાંત PCOSનાં અન્ય લક્ષણોમાં સ્ત્રીઓમાં ટેસ્ટોસ્ટેરોનનું સ્તર વધવાથી અને અને વજનમાં વધવાથી પણ પિરિઅડ્સ અનિયમિત થાય છે.

વધારે પડતો સ્ટ્રેસ
કોઈ કારણસર મહિલાઓ કે યુવતીઓ વધારે સ્ટ્રેસ લેતી હોય તો તેમના હોર્મોન્સ પર ખરાબ અસર પડે છે, જેના કારણે 2 મેન્સ્ટ્રૂઅલ સાઈકલની વચ્ચે ગેપ વધી જાય છે. બ્રેનનો હિસ્સો હાઈપોથેલેમસ જે પીરિઅડ્સને રેગ્યુલેટ કરવા માટે જવાબદાર હોય છે તેના પર પણ સ્ટ્રેસના કારણે હોર્મોન્સમાં થતા ફેરફારને પણ અસર થાય છે. સ્ટ્રેસના કારણે વજન વધવાથી અથવા વજન ઘટવાના કારણે પણ પિરિઅડ્સ સાઈકલને અસર કરે છે.

પેરીમેનોપોઝ એટલે કે મેનોપોઝ આવવાનો સમય
સરેરાશ, 51 વર્ષની ઉંમરે સ્ત્રીઓ મેનોપોઝનો અનુભવ કરે છે. પરંતુ તેમાંથી મોટાભાગની મહિલાઓને 40 વર્ષની વયે મેનોપોઝના લક્ષણોનો સામનો કરવો પડે છે. જો તમારી ઉંમર 45 વર્ષ કરતાં ઓછી છે અને તમારા પિરિઅડ્સ સંપૂર્ણ રીતે આવવાનું બંધ થઈ જાય છે તો તેનો અર્થ છે કે તમે સમય કરતાં પહેલાં મેનોપોઝ અથવા પ્રીમેચ્યોર ઓવેરિયન ફેલ્યોરનો સામનો કરી રહ્યાં છો.

ડાયાબિટીસ અથવા થાઈરોઇડ
પિરિઅડ્સ ન આવવાનું અથવા મોડા આવવાનું કારણ ડાયાબિટીસ અથવા થાઇરોઇડની બીમારી પણ હોઈ શકે છે. થાઈરોઈડના કારણે પિરિઅડ્સનો સમયગાળો લંબાય છે અથવા અનિયમિત પિરિઅડ્સ આવે છે. એટલે સુધી કે આ બીમારીના કારણે ઘણા મહિનાઓ સુધી પિરિઅડ્સ બંધ થઈ શકે છે અને આ સ્થિતિને અમેનોરિયા કહે છે.

ઉપરોક્ત તમામ પરિસ્થિતિઓ માટે તમારે વહેલી તકે નિષ્ણાત ડોક્ટરની સલાહ લેવી જોઈએ.

X
Contraceptive drugs can also cause irregular periods
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી