રિસર્ચ / પ્રેગ્નન્સીમાં ખજૂરનું સેવન કરવાથી નોર્મલ ડિલિવરીની શક્યતા વધી જાય છે

Consuming khajoor in pregnancy increases the likelihood of normal delivery

  • વર્ષ 2017માં વિશે એક રિસર્ચ પણ કરવામાં આવ્યું હતું, જેમાં 154 ગર્ભવતી મહિલાઓને સામેલ કરવામાં આવી હતી
  • દરરોજ ખજૂરનું સેવન કરતી મહિલાઓને કોન્ટ્રેક્શન અથવા પ્રોગ્રેસિંગ માટે દવા લેવાની જરૂર નહોતી
  •  ડિલિવરીમાં મહિલાઓને ઓછી સમસ્યા થાય છે

Divyabhaskar.com

Aug 30, 2019, 02:23 PM IST

દિવ્યશ્રી ડેસ્ક. તેમાં કોઈ શંકા નથી કે સગર્ભાવસ્થા પછી ડિલિવરી દરમિયાન મહિલાને અસહ્ય પીડા થતી હોય છે. આ કારણે ઘણી વખત મહિલાઓ પહેલેથી ડરી જતી હોય છે, જેના કારણે ઘણી વખત તેમને કાઉન્સિલરની મદદ લેવી પડતી હોય છે. જોકે, એવી ઘણો વસ્તુઓ છે, જેનાથી ડિલિવરી સરળ બનાવી શકાય છે અને દુખાવો પણ ઓછો થાય છે અને તેમાંથી એક છે ખજૂર. ખજૂર ખાવાથી ડિલિવરીમાં રાહત મળે છે.

વર્ષ 2017માં વિશે એક રિસર્ચ પણ કરવામાં આવ્યું હતું, જેમાં 154 ગર્ભવતી મહિલાઓને સામેલ કરવામાં આવી હતી. તેમને બે જૂથમાં વહેંચવામાં આવ્યા હતા.પહેલા ગ્રુપમાં 77 મહિલાઓ હતી જેમને નવમાં મહિનામાં ડિલિવરીના દિવસ સુધી અથવા તેના એક દિવસ પહેલાં દરરોજ ખજૂર ખાધી હતી. તો બીજા ગ્રુપની ગર્ભવતી મહિલાઓએ ખજૂરનું સેવન નહોતું કર્યું.

રિસર્ચમાં સામે આવ્યું હતું કે દરરોજ ખજૂરનું સેવન કરતી મહિલાઓને કોન્ટ્રેક્શન અથવા પ્રોગ્રેસિંગ માટે દવા લેવાની જરૂર નહોતી. આ કારણે તેમની ડિલિવરી સરળતાથી થઈ. હકીકતમાં, ખજૂરમાં એવા કમ્પાઉન્ડ હોય છે, જે કોન્ટ્રેક્શન માટે જરૂરી હોર્મોન ઓક્સિટોસિન જેવા હોય છે. આ કારણે ડિલિવરીમાં મહિલાઓને ઓછી સમસ્યા થાય છે. જોકે, તે વાતનું ધ્યાન રાખવું કે ખજૂરનું સેવન કેટલું કરવું અને કેટલી માત્રામાં ખાવી આ અંગે ડોક્ટર પાસેથી પહેલાં સલાહ જરૂરથી લેવી.

X
Consuming khajoor in pregnancy increases the likelihood of normal delivery

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી