રિસર્ચ / જન્મજાત ઝીકા સિંડ્રોમ માતાના અસંતુલિત આહાર સાથે સંકળાયેલ છે

Congenital Zika Syndrome is associated with an unbalanced diet of the mother

  • જન્મજાત ઝીકા સિંડ્રોમ ઝીકા વાયરસ સાથે સંકળાયેલ જન્મજાત સંક્રમણ સંબંધિત વિકૃતિઓનો ઉલ્લેખ 
  • બ્રાઝીલ ZIKVથી વ્યાપક રીતે પ્રભાવિત છે, પૂર્વોત્તર અને સામાજિક-આર્થિક રીતે વંચિત પ્રદેશમાં 75 ટકા સીઝેડએસના કેસ જોવા મળ્યા છે
  • આ સિંડ્રોમમાં વિનાશક પરિસ્થિતિ સામેલ છે, જે વ્યક્તિ અને તેના પરિવારના જીવન પર ખરાબ રીતે અસર કરે છે

Divyabhaskar.com

Jan 14, 2020, 10:58 AM IST

દિવ્યશ્રી ડેસ્ક. સંશોધકોએ શોધી કાઢ્યું છે કે, જન્મજાત ઝીકા સિંડ્રોમ (સીઝેડએસ)ના કેસોમાં વધારો એ શિશુઓની માતાના અસંતુલિત આહાર સાથે સંકળાયેલ છે. જન્મજાત ઝીકા સિંડ્રોમ ઝીકા વાયરસ (ZIKV) સાથે સંકળાયેલ જન્મજાત સંક્રમણ સંબંધિત વિકૃતિઓનો ઉલ્લેખ કરે છે.

આ સિંડ્રોમમાં વિનાશક પરિસ્થિતિ સામેલ છે, જે વ્યક્તિ અને તેના પરિવારના જીવન પર ખરાબ રીતે અસર કરે છે, જેમ કે, સ્મોલર (માઈક્રોસેફાલી) અને અનફોલ્ડિડ (લિસ્સેફેલિક) મગજ, રેટિનાની સામાન્યતાઓ, હૃદયના વધેલા વેંટ્રિકલ, મગજમાં ઈન્ટર-હેમિસફરિક કનેક્શન અને કેલ્સિફિકેશનની ઊણપ.

સાયન્સ એડવાન્સ જર્નલમાં પ્રકાશિત રિસર્ચમાં જણાવ્યા પ્રમાણે, બ્રાઝીલ ZIKVથી વ્યાપક રીતે પ્રભાવિત છે, પરંતુ પૂર્વોત્તર અને સામાજિક-આર્થિક રીતે વંચિત પ્રદેશમાં 75 ટકા સીઝેડએસના કેસ જોવા મળ્યા છે.

અમેરિકામાં ઓક્સફોર્ડ યુનિવર્સિટી અને બ્રાઝીલમાં રિયો ડી જાનેરોના ફેડરલ યુનિવર્સિટીના સંશોધકોના જણાવ્યા પ્રમાણે, અમે જાણતા હતા કે બ્રાઝિલની સૌથી ઓછી સામાજિક-આર્થિક સ્થિતિવાળા પ્રદેશોમાં ઝીકા સિંડ્રોમને કારણે શિશુઓમાં આ વાયરસ સતત વધી રહ્યો છે. આ કારણ જ છે કે, આપણે ZIKV અને સંભવિત સૌથી મહત્ત્વપૂર્ણ સહ-પરિબળો વચ્ચે પોષણની એક સંભવિત કડી જોવી મળી છે.

આ રિસર્ચથી જાણવા મળ્યું છે કે, ZIKV જન્મજાત સંક્રમણ કેટલાક અન્ય પિરબળોના કારણે વધારે ભયાનક થઈ જાય છે, જેમાં પર્યાવરણના પરિબળો, ખાસ કરીને આહારમાં પ્રોટીનની ઊણપ. ઝીકા વાયરસ સંક્રમણ અને સીઝેડએસની વચ્ચે લીંક અગાઉના રિસર્ચમાં સાબિત થઈ હતી, જેને સંશોધનકારોને એ સમજવામાં મદદ કરી હતી કે, સંક્રમણથી મગજ અને રક્ત વાહિનીઓના વિકાસને કેવી રીતે અસર કરી હતી.

X
Congenital Zika Syndrome is associated with an unbalanced diet of the mother

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી