WHO રિપોર્ટ / બાળકો વેક્સીનમાં રહેલા ટાઈપ-2 વાયરસનો ભોગ બની રહ્યા છે, પાંચ દેશોમાં 11 નવા કેસ

Children are suffering from the Type 2 virus in the vaccine, with 11 new cases in five countries

  • પાંચ આફ્રિકન દેશોમાં પોલિયો સંબંધિત 11 નવા કેસ સામે આવ્યા છે
  • વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)સાથે સંકળાયેલા ગ્રુપ રસીકરણને લઈને ચેતવણી આપી રહ્યા છે
  • વેક્સીન સ્ટ્રેન પોલિયો પેરાલિસિસિના કેસ તરફ દોરી જાય છે

Divyabhaskar.com

Nov 30, 2019, 12:03 PM IST

દિવ્યશ્રી ડેસ્ક. પાંચ આફ્રિકન દેશોમાં પોલિયો સંબંધિત 11 નવા કેસ સામે આવ્યા છે. સૌથી મહત્ત્વની બાબત એ છે કે, આ કેસ માટે તે રસીને જવાબદાર માનવામાં આવી રહી છે જે પોલિયોની રોકથામ આપવામાં આવે છે. હવે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)સાથે સંકળાયેલા ગ્રુપ રસીકરણને લઈને ચેતવણી આપી રહ્યા છે. આ તમામ બાબતોનો રિપોર્ટ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના જુદા જુદા દેશોમાંથી નોંધાયા છે અલગ અલગ દેશોમાં કરવામાં આવી પરંતુ હજી સુધી આ બધા દેશો આફ્રિકાના છે.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનમાં નોંધવામાં આવેલ બાબતો પર ધ્યાન કરવામાં આવેલ પોલિયોના જે નવા કેસ સામે આવ્યા છે, તેમાં ઓરલ રસીના વાયરસથી થતા કેસ અન્ય વાઈલ્ડ કારણો વધારે છે. આ વિશે નેશનલ વેક્સીન ઈન્ફોર્મેશન સેન્ટરના સહ-સંસ્થાપક અને અધ્યક્ષ બારબરાના જણાવ્યા પ્રમાણે, સ્વચ્છતાના અભાવે અને ગરીબીમાં રહેતા લોકોમાં વેક્સીન સ્ટ્રેન પોલિયો વાયરસ ન્હાવાના અને પીવા માટે ઉપયોગ કરવામાં આવતા પાણીના સ્ત્રોતને દૂષિત કરી શકે છે, જે વેક્સીન સ્ટ્રેન પોલિયો પેરાલિસિસિના કેસ તરફ દોરી જાય છે.

બારબરાના જણાવ્યા પ્રમાણે, અત્યાર સુધી પોલિયો અન્મૂલન અભિયાન લાઈવ ઓરલ પોલિયો વેક્સીનનો ઉપયોગ કરવાનો બંધ ન કરવું જોઈએ, જ્યાં સુધી બાળકો અને વયસ્કોએ વેક્સીન સ્ટ્રેન પોલિયો વાયરસ ચાલુ રહેશે. કેમ કે, આવા કેસ રોકવા માટે સ્વસ્છતા સ્તરમાં સુધારો લાવવો જરૂરી છે. જે દેશોમાં પોલિયોના નવા કેસ સામે આવ્યા છે તેમાં રિપોર્ટ કરનારા દેશોમાં નાઈઝીરિયા, કોન્ગો, સેન્ટ્રલ આફ્રિકન રિપબ્લિક અને અંગોલા જેવા દેશ સામેલ છે. એક તરફ જ્યા આફ્રીકાના 7 દેશોમાં આ પ્રકારના કેસ સામે આવી રહ્યા છે તો બીજી તરફ એશિયામાં કેટલાક દેશોમાં આ પ્રકારના કેસ થોડા દિવસ પહેલા સામે આવ્યા હતા. એશિયામાં અફઘાનિસ્તાન અને પાકિસ્તાનમાં આ પ્રકારના કેસ થોડા દિવસ પહેલા જોવા મળ્યાં હતા.

નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે, કેટલીક ખાસ પરિસ્થિતિમાં ઓરલ પોલિસો વેક્સીનમાં રહેલા લાઈવ વાયરસ જીવલેણ સ્વરૂપમાં પરિવર્તિત થઈ શકે છે. વેક્સીનના કારણે થતા પોલિયોના જેટલા કેસ સામે આવ્યા છે તેમાં વેક્સીનમાં રહેલા ટાઈપ-2 વાયરસ દ્વારા અટેક કરવામાં આવ્યો છે.

X
Children are suffering from the Type 2 virus in the vaccine, with 11 new cases in five countries
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી