તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભારતમાં સ્કૂલે જતાં બાળકો અને કિશોરોમાં અત્યારે પણ કુપોષણનું જોખમ છે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 17 ટકા બાળકો ઉંચાઈની સરખામણીએ વજન ઓછું છે અને 33 ટકા અંડરવેટ
  • દેશના પ્રથમ કૉમ્પ્રિહેન્સિવ નેશનલ ન્યૂટ્રિશન સર્વે
  • 0-19 વર્ષની ઉંમરના બાળકોમાં પૌષ્ટિકતાની તપાસ કરવા માટે સર્વે કરવામાં આવ્યો

દિવ્યશ્રી ડેસ્ક. ભારતમાં 5 વર્ષથી ઓછી ઉંમરના 35% બાળકો સ્ટન્ટિંગ (ઉંમર પ્રમાણે ઓછી હાઈટ) છે, 17 ટકા બાળકો વાસ્ટિંગ (ઉંચાઈની સરખામણીએ વજન ઓછું છે) અને 33 ટકા અંડરવેઇટ (ઉંમર અને લંબાઈ બંનેની સરખામણીએ ઓછું વજન) છે. આ વાત તાજેતરમાં કરવામાં આવેલ સર્વેમાં જાણવા મળી છે. સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે થોડા દિવસ પહેલાં દેશના પ્રથમ ‘કૉમ્પ્રિહેન્સિવ નેશનલ ન્યૂટ્રિશન સર્વે’ (CNNS)નાં પરિણામ જાહેર કર્યાં, જેમાં 0-19 વર્ષની ઉંમરનાં બાળકોમાં પૌષ્ટિકતાની તપાસ કરવા માટે સર્વે કરવામાં આવ્યો હતો.
આ સર્વે ‘યૂનાઈટેડ નેશન્સ ચિલ્ડ્રન ફંડ’ (UNICEF)ની મદદથી વર્ષ 2016-18 દરમિયાન સમગ્ર દેશનાં 30 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં કરવામાં આવ્યો હતો. સર્વેમાં 0-19 વર્ષનાં 1.12 લાખ બાળકો અને કિશોરોનું  મૂલ્યાંકન કરવામાં આવ્યું અને 51 હજાર કરતાં વધું બાયોલોજિકલ સેમ્પલ લેવામાં આવ્યાં, જેથી બાળકોનું માઈક્રોન્યૂટ્રિયન્ટ લેવલ તપાસ કરી શકાય અને નોન-કમ્યુનિકેબલ ડિસીઝ (અસ્પષ્ટ રોગ) માટે થતા જોખમની તપાસ કરી શકાય.
CNNS સર્વેના આંકડાના દર્શાવ્યા પ્રમાણે કુપોષણની સમસ્યામાં થોડો ઘટાડો આવ્યો છે. 1-4 વર્ષની ઉંમરનાં બાળકોમાં વિટામિન A અને આયોડીનની ઊણપને નિવારવા માટે ચલાવવામાં આવતા સરકારી કાર્યક્રમોનો સકારાત્મક પ્રભાવ પડ્યો છે. જો કે, સર્વેમાં ચોંકાવનારા આંકડા પણ છે, જે દર્શાવે છે કે બાળકો અને કિશોરોમાં ઓવરવેઇટ અને ઓબેસિટીની સમસ્યા સતત વધી રહી છે, જેનાથી નોન-કમ્યુનિકેબલ ડિસીઝ જેમ કે ડાયાબિટીસનું જોખમ (10 ટકા) રહે છે.  
જાહેર કરવામાં આવેલા આંકડા બાદ હવે એ વાત પર વધારે ભાર આપવામાં આવશે કે આ ડેટાનું એનાલિસિસ કરીને બાળ કુપોષણને જડમૂળમાંથી દૂર કરીને અને અસ્પષ્ટ રોગો (નોન કમ્યુનિકેબલ ડિસીઝ)નું જોખમ રોકવા માટે અસરકારક કાર્યક્રમો કરવામાં આવે. આવા કાર્યક્રમોથી બાળકો અને કિશોરોમાં કુપોષણ અને અસ્પષ્ટ રોગો સામે લડવામાં અને તેનું નિદાન કરવા માટે મજબૂત નીતિ અને કાર્યક્રમોનું આયોજન કરવામાં મદદ મળશે.

સર્વેની ખાસ બાબતો
પોષણ અભિયાન 2018-22નું મહત્ત્વાકાંક્ષી લક્ષ્યાંક છે, જેમાં બાળકોમાં વાર્ષિક કુપોષણની સમસ્યા (સ્ટન્ટિંગ અને ઓવરવેટ) ઓછી હોય અને લો-બર્થ વેટ એટલે કે જન્મ સમયે ઓછા વજનની સમસ્યામાં પણ વાર્ષિક 2 ટકા ઘટાડો કરવામાં આવે. તે ઉપરાંત તમામ વય જૂથમાં એનીમિઆ પ્રતિ 3 ટકા સુધી ઘટાડવાનું પોષણ અભિયાનનું મુખ્ય લક્ષ્યાંક છે, જે ભારતમાં પોષણ માટે એક જન આંદોલન ચલાવીને પ્રાપ્ત થશે. સર્વેના આંકડાના દર્શાવ્યા પ્રમાણે, સ્કૂલે જતાં બાળકો અને કિશોરોમાં અત્યારે પણ કુપોષણનું જોખમ છે અને ઘણા એવા વિસ્તારોમાં અત્યારે પણ ઘણાં કામ કરવાની જરૂર છે.

10 થી 19 વર્ષની વયના 4માંથી 1 કિશોર ઉંમર પ્રમાણે વધુ પાતળો છે

10-19 વર્ષના 5 ટકા કિશોર ઓવરવેટ અથવા મેદસ્વિતાનો ભોગ
કુપોષણ ઉપરાંત દેશમાં દરેક ઉંમરનાં બાળકો, કિશોરો અને મહિલાઓમાં એનીમિઆ દર્દીઓની વધતી સંખ્યા પણ દેશ માટે ચિંતાનો વિષય છે. ઘણાં રિસર્ચમાં સાબિત થયું છે કે ખાવા-પીવાની ખરાબ આદતો જેમ કે આયર્ન અને વિટામિન Cથી ભરપૂર ભોજન ન ખાવાથી અને મર્યાદિત સ્વાસ્થ્ય સેવાઓ એનીમિઆનું સૌથી મોટું કારણ છે. સર્વેના જણાવ્યા મુજબ, એનીમિઆ નાનાં બાળકો અને કિશોર છોકરીઓને સૌથી વધુ અસર કરે છે.
અન્ય વય જૂથની સરખાણીએ એનીમિઆની સમસ્યા 1થી 4 વર્ષનાં બાળકોમાં સૌથી વધારે છે
સર્વેમાં જણાવ્યા પ્રમાણે 1-4 વર્ષનાં 41 ટકા બાળકો, 5-9 વર્ષનાં 24 ટકા બાળકો અને 10-19 વર્ષનાં 29 ટકા કિશોરોમાં અનીમિઆ જોવા મળ્યો. એનીમિઆને પોષણ સંબંધી અન્ય કારણોમાં જેમ કે વિટામિન બી 12 પણ બાળકોમાં તપાસ કરવામાં આવ્યું હતું. સર્વેમાં સામેલ 1-19 વર્ષનાં બાળકોમાં વિટામિન બી-12ની ઊણપ 14-31 ટકા સુધી જોવા મળી, જેમાં કિશોરોની સંખ્યા વધારે હતી.
સ્કૂલે જતાં બાળકોમાં નોન-કમ્યુનિકેબલ ડિસીઝનું જોખમ જોવા મળ્યું, જેમાં 10 ટકા બાળકો પ્રિ-ડાયાબિટીસ અને હાઈ ટ્રાઈગ્લિસરાઈડનાં લક્ષણો જોવા મળ્યાં. 4 ટકા કિશોરોમાં હાઈ કોલેસ્ટેરોલ અને બેડ કોલેસ્ટેરોલ અને 5 ટકા કિશોરોમાં હાઈ બ્લડપ્રેશર જોવા મળ્યું હતું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

વધુ વાંચો